Bollywood Sports

અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કરવા માટે ઝહીર ખાનના પરિવારે રાખી હતી આ શરત, માંગી હતી આ ખાસ વસ્તુ

ઝહિરના ફેમિલીએ સાગરિકા જોડે લગ્ન કરવા આ શરત રાખી હતી કે….

ક્રિકેટ અને બોલીવુડનો એક અનોખો સંબંધ રહેલો છે, ઘણા ક્રિકેટરો બોલીવુડની અભિનેત્રીઓ સાથે પ્રેમમાં જોવા મળે છે, તો ઘણા લગ્ન કરી અને સુખી લગ્ન જીવન પણ વિતાવી રહ્યા હોય છે. એવો જ એક ભારતીય ટીમનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને પણ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા છે. તે બંનેની લવ સ્ટોરી પણ ખુબ જ દિલચસ્પ રહી છે.

સાગરિકા પોતાના સમયની ખુબ જ સફળ અભિનેત્રીઓમાંથી એક હતી તેને શાહરુખ ખાન સાથે ફિલ્મ ચક દે ઇન્ડિયામાં કામ કર્યું છે. અને આ ફિલ્મ દ્વારા જ તેની કિસ્મત રાતો રાત બદલાઈ ગઈ હતી અને તે એક પ્રખ્યાત અભિનેત્રી બનીને ઉભરી હતી.

પરંતુ થોડા સમય બાદ જ સાગરિકાએ ફિલ્મોને અલવિદા કહી દીધું અને સ્ક્રીનથી દૂર થઇ ગઈ. તેનું કારણ હતું સાગરિકાના લગ્ન. સાગરિકાએ ક્રિકેટર ઝહીર ખાન સાથે લગ્ન કર્યા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ઝહીર ખાનના પરિવારે સાગરિકા સાથે લગ્ન કરાવતા પહેલા તેની ફિલ્મ જોવાની માંગણી કરી હતી અને ત્યારબાદ જ બંનેનો સંબંધ પાક્કો થયો.

જણાવવામાં આવી રહ્યું છે કે સાગરિકા અને ઝહીર બંને એક બીજાને લાંબા સમયથી પસંદ કરતા હતા. પરંતુ તે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ યોગ્ય સમય આવતા જ બંનેએ ધામધૂમથી લગ્ન કરી લીધા અને હાલમાં સુખી લગ્ન જીવન વિતાવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ઝહીરના પરિવારે સાગરિકાને પસંદ કરતા પહેલા તેની ફિલ્મ જોવાની શરત રાખી હતી. તેના માટે તેમને સાગરિકાની ફિલ્મ ચક દે ઇન્ડિયાની સીડી મંગાવી હતી. આ ફિલ્મમાં તેનું કામ જોઈને બંનેનો સંબંધ પાક્કો કરવામાં આવ્યો હતો.

ઝહીર ખાન સાથે લગ્ન કર્યા બાદ સાગરિકાએ ફિલ્મોમાંથી દુરી બનાવી લીધી હતી. બંને મીડિયાથી પણ દૂર રહે છે. તે છતાં પણ પહેલીવાર તેમને યુવરાજ સિંહની પાર્ટીમાં જોવામાં આવ્યા હતા.

તો સાગરિકા માટે પણ સરળ નહોતું ઝહીર સાથે લગ્ન કરવાનું. કારણ કે સાગરિકાનો પરિવાર ઝહીરને પહેલા પસંદ નહોતો કરતો. સાગરિકાએ જણાવ્યું હતું કે લગ્ન પહેલા તેના પરિવારે લગ્ન માટે ના પડી દીધી હતી. કારણ કે ઝહીર ખાન ખુબ જ પ્રચલિત ક્રિકેટર હતો અને તેને મરાઠી પણ સારી રીતે બોલતા નહોતું આવડતું. પરંતુ જેમ તેમ કરીને પરિવારને રાજી કર્યો અને અંતે બંનેના લગ્ન સફળ થયા.