Gajab

હવે ગરમીની ચિંતા ભૂલી જાવ, માત્ર 300 રૂપિયામાં લઇ આવો આ હરતું ફરતું નાનું એસી, ઠંડક મળશે શિમલા જેવી

દેશભરમાં હવે ગરમીની શરૂઆત થઇ ચુકી છે અને હજુ આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ પણ વધવાનું છે ત્યારે ઘણા લોકો ગરમીથી રક્ષણ મેળવવા માટે ઘરમાં એસી અને કુલર ફિટ કરાવશે. પરંતુ ઘરની બહાર અને ઘણી એવી જગ્યાઓએ આપણે જવાનું થતું હોય છે જ્યાં એસી તો દૂર પંખો પણ નથી હોતો, ત્યારે આ કાળઝાળ ગરમીથી રક્ષણ મેળવવા માટે શું કરવું ?

ઘણા લોકો પાસે એસીનું બજેટ પણ નથી હોતું જેના કારણે તે પોતાના ઘરમાં એસી નથી લગાવી શકતા અને કાળઝાળ ગરમીમાં પણ તે પંખાના સહારે જ બેસી રહે છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. બજારની અંદર એક એવું નાનું એસી આવી ગયું છે જે તમારા ખિસ્સાને પણ પરવળશે અને તમને શિમલા જેવી ઠંડક પણ આપશે. બજારની અંદર હવે ઉનાળો આવવાની સાથે જ એસી અને કુલરના ભાવમાં પણ ધરખમ વધારો થતો જોવા મળવાનો છે. એસીની કિંમત 25 હજાર રૂપિયાથી તો શરૂ થાય છે, જયારે કુલરની કિંમત 1500 રૂપિયાથી શરૂ થાય છે, પરંતુ જો તમને માત્ર 300 રૂપિયામાં મીની એસી મળી જાય તો કેવું ?

આ નાનું એસી તમને કોઈપણ ઓનલાઇન શોપિંગ સાઈટ ઉપર મળી જશે, તો તેની કિંમત પણ તમને 300 રૂપિયાની આસપાસ જ જોવા મળશે. વળી આ નાના એસીની ખાસિયત એ છે કે તે બેટરી અને લાઈટ બંનેથી ચાલી શકે છે. જેના કારણે તમે તેનો ગમે ત્યાં ઉપયોગ કરી શકો છો. આ એસીને ચલાવવા માટે 3 નાની બેટરીની જરૂર પડશે, અને જો તમે તેને વીજળીની સાથે ચલાવવા ઈચ્છો છો તો તેની સાથે એક યુએસબી કેબલ પણ આપવામાં આવે છે.એસીનો એર ફ્લો પણ ખુબ જ સારો આપવામાં આવ્યો છે. એક બીજી વસ્તુ જે જાણવી ખુબ જ જરૂરી છે કે જો તમારે વધારે ઠંડી હવાનો આનંદ લેવો હોય તો તેમાં એક ટ્રે પણ આપવામાં આવી છે. જેની અંદર તમે ઠંડુ પાણી અથવા તો બરફ પણ નાખી શકો છો. જેના કારણે તમને ઠંડી હવા પણ મળશે.

આ ઉપરાંત તમે આ એસીને એર ફ્રેશનર તરીકે પણ ઉપયોગમાં લઇ શકો છો. આ મીની એસીને તમે ઓનલાઇન શોપિંગ વેબસાઈટ ફ્લિપકાર્ટ અથવા તો એમઝોન જેવી બીજી વેબસાઈટ ઉપર પણ જઈને ખરીદી શકો છો.