મોટા મોટા સેલિબ્રિટીઓની વાત થાય? પાણીની કિંમત જાણીને ધ્રુજી ઉઠશો
અભિનેત્રી ઉર્વશી રૌતેલા આ દિવસોમાં તેની ફિલ્મોથી વધુ સોશિયલ મીડિયા પોસ્ટ અને એક્સપેંસિવ લાઇફસ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી.
આ દરમિયાન તે બ્લેક જીન્સ અને વ્હાઇટ ટોપમાં જોવા મળી હતી. આ બધા વચ્ચે તેના હાથમાં જોવા મળેલી બોટલ વધુ ચર્ચાનો વિષય બની હતી. ઉર્વશી પાસે જે પાણીની બોટલ હતી, તે પ્રીમિયમ અલ્કલાઇન પાણી હતુ.
મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પણ આ જ પાણી પીવે છે. આ પાણીની બોટલની કિંમત બજારમાં 3000થી 4000 રૂપિયા પ્રતિ લિટર છે. ઉર્વશી રૌતેલાના હાથમાં જે પાણીની બોટલ હતી તેમાં નેચરલ અલ્કલાઇન પાણી હોય છે. આ પાણી શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. બ્લેક વોટરની પીએચ વેલ્યુ ઘણી વધુ હોય છે. કોવિડ 19 દરમિયાન વિરાટ કોહલી સહિત અનેક સેલેબ્સે આ પાણી લેવાનું શરૂ કરી દીધુ હતુ.
મની કંટ્રોલ સાથે વાતચીતમાં એવી ઓર્ગેનિક્સના કો ફાઉન્ડર એમડી આકાશ વાઘેલાએ જણાવ્યુ કે, પાણીની ક્વોલિટીને સારી બનાવવા માટે જે મિનરલ્સનો ઉપયોગ થાય છે, તે કલરમાં બ્લેક છે. 70% મિનરલ્સ પાણીમાં ઇંફ્યૂજ કરવામાં આવે છે. જેને કારણે પાણીનો કલર કાળો હોય છે.
ઉર્વશી રૌતેલાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે જલ્દી જ તેલુગુ ફિલ્મ “બ્લેક રોજ”માં જોવા મળશે. તમને જણાવી દઇએ કે, ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે તેના ફિલ્મી કરિયરની શરૂઆત સની દેઓલ સાથે “સિંહ સાહબ ધ ગ્રેટ”થી કરી હતી. આ ફિલ્મમાં તેણે સની દેઓલની પત્નીનો રોલ પ્લે કર્યો હતો.
View this post on Instagram