Bollywood

ખુશખબરી: કરીના કપૂરના દીકરા તૈમુરે ખોળામાં બેસાડી એક નાની પરી, જાણો આ પરી કોણ છે

ખુશખબરી: કરીના ખાનની ઘરે આવ્યું નાનું બાળક, તૈમુરે પણ કરી મસ્તી- જુઓ તસવીરો

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર તેની પ્રેગ્નેંસીને લઇને ઘણી ચર્ચામાં છે. તમને જણાવી દઇએ કે કરીના કપૂર બીજીવાર માતા બનવા જઇ રહી છે. તે હાલ તેના પ્રેગ્નેંસી પીરિયડને ખૂબ એન્જોય કરી રહી છે. કરીના કપૂરની પ્રેગ્નેંસીનો છેલ્લો મહિનો જઇ રહ્યો છે.

કરીના કપૂરના દીકરા તૈમુરની આ દિવસોમાં એક તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે જેમાં તે એક નાની અને સુંદર પરીને તેના ખોળામાં લઇને બેઠો છે અને તેની સાથે મસ્તી કરી રહ્યો છે.

આ તસવીરને કરીના કપૂરની પર્સનલ અસિસટેંટે શેર કરી છે. કરીનાએ તેની પર્સનલ અસિસટેંટ નૈના સિંહ અને મિત્ર પોનમ દમાનિયાને ઘરે આમંત્રણ આપ્યુ હતું. આ દરમિયાન બધાએ દીવાળી સેલિબ્રેશન કર્યું હતું.

નૈનાએ તેની કેટલીક તસવીરો પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરોમાં કરીનાનો બેબી બમ્પ પણ જોવા મળી રહ્યો હતો.

આ દરમિયાન એક તસવીર જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે તે તસવીર હતી તૈમુર અલી ખાનની.. આ તસવીરમાં તૈમુર જે નાની પરીને લઇને બેઠો છે તેનો લોકો અલગ જ મતલબ કાઢી રહ્યા છે. ઘણા લોકોને તો એવું લાગે છે કે, આ કરીનાનું બાળક છે.

આ તસવીરમાં જે નાની છોકરી જોવા મળી રહી છે તે નૈના સિંહની છે જે કરીના કપૂરની પર્સનલ અસિસટેંટ છે. આ તસવીરમાં નૈનાએ કેપ્શન આપ્યુ હતુ કે, બેબો અમને બોલાવા માટે આભાર, સિયાએ તેનો પહેલો મિત્ર બનાવ્યો. તમને બંનેને પ્રેમ..

 

View this post on Instagram

 

A post shared by Naina Sawhney (@nainas89)

તમને જણાવી દઇએ કે આ દિવસોમાં કરીના કપૂર તેના દીકરા તૈમુર સાથે એકલી હતી. તેના પતિ સૈફ અલી ખાન એ દિવસોમાં તેમની આગામી ફિલ્મ ભૂત પોલિસને લઇને હિમાચલ ગયા હતા.

તમને જણાવી દઇએ કે, કરીના વર્ષ 2016માં પ્રેગ્નેટ હતી અને ત્યારે તેને દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. ત્યારે હવે ફરી કરીના તેના બીજા બાળકને જન્મ આપવાની છે.