Bollywood

સુશાંત સિંહ રાજપૂતની ક્યારેય ના જોયેલી તસવીરો સાથે જુઓ બિહારથી બૉલીવુડ સુધીનો સફર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હાલ આપણી વચ્ચે નથી રહ્યો, તેના અવસાનને દોઢ મહિના કરતા પણ વધુ સમય વીતી ગયો છે. આજે તેની છેલ્લી ફિલ્મ “દિલ બેચારા” પણ ઓનલાઇન રિલીઝ થવાની છે જેની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સુશાંતની ઘણી યાદો ચાહકોના દિલમાં આજે પણ કેદ છે. આજે અમે તમને સુશાંતની કેટલીક એવી તસવીરો બતાવીશું જે તમે ક્યારેય નહીં જોઈ હોય સાથે જ તેના બિહારથી બોલીવુડના સફર વિષે પણ જણાવીશું.

સુશાંતનો જન્મ 21 જાન્યુઆરી, 1986ના રોજ બિહારના પૂર્ણિયા જેલલાના મલધીયા ગામમાં થયો હતો. તેના પિતાનું નામ કૃષ્ણ કુમાર અને માતાનું નામ ઉષા સિંહ છે. તેની બહેન નીતુ રાજ્ય લેવલની ક્રિકેટર છે. સુશાંતે પોતાના સ્કૂલનો અભ્યાસ પત્નમાંથી કર્યો હતો, તે દરમિયાન તેનો પરિવાર પણ પટનામાં આવીને વસ્યો હતો. એ દરમિયાન તેની માતાના અવસાનથી સુશાંત તૂટી ગયો હતો અને ત્યારે તેનો પરિવાર દિલ્હીમાં આવીને વાસી ગયો હતો.

સુશાંતને તેના પિતાએ હંમેશા આગળ વધવા માટે પ્રેરણા આપી, ત્યારબાદ સુશાંતે દિલ્હીમાં અભ્યાસ કર્યો અને તેનું મન પણ ભણવામાં લાગવા લાગ્યું હતું, તેની ઘણી પરીક્ષાઓમાં ટોપ કર્યું હતું અને ડીસીઈ એન્ટ્રન્સ પરીક્ષામાં તેને 7મી રેન્ક મળી હતી. આ દરમિયાન તેને થિયેટર અને ડાન્સમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું હતું. સુશાંત જયારે 4 વર્ષના એન્જીન્યરીંગ  વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેને અભ્યાસ છોડીને પોતાનું બધું જ ધ્યાન ભણવામાં લગાવી લેવાનો નિર્ણય કર્યો.

બાળપણમાં ના ચિંતવગરના અને નટખટ જીવનને છોડીને તે આગળ નીકળવા લાગ્યો હતો, પોતાની આવડતના દમ ઉપર તે ઝડપથી આગળ વધી રહ્યો હતો.તેને શામક ડાવર ડાન્સ ક્લાસમાં સિલેક્ટ કરવામાં આવ્યો અને તેને ફિલ્મ ફેયર એવોર્ડ દરમિયાન એક બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પર્ફોમ્સન પણ આપ્યું, હવે તેની ભૂખ વધી રહી હતી અને તે ફૂલ ટાઈમ એકત્ર બનવા માંગતો હતો.

અઢી વર્ષ સુધી નાદીરા બબ્બર થિયેટર ગ્રુપનો એક ભાગ રહેવા બદલ તેને ઘી જ જાહેરાતોમાં પણ કામ કર્યું અને પછી એ સમય આવ્યો જયારે બાલાજી ટેલી ફિલ્મે તેની આવડતને ઓળખી અને તેને મળ્યો તેનો પહેલો ટીવી શો “કિસ દેશ મેં હે મેરા દિલ”. આ ધારાવાહિકમાં તેને એવો જાદુ ચલાવ્યો કે એકતા કપૂરની આખી ટીમે પસંદગીની વિરુદ્ધ જઈને સુશાંત સાથે હાથ મળવાયો અને તેને ટીવી શો “પવિત્ર રિશ્તા”માં મુખ્ય ભૂમિકા તરીકે પસંદ કર્યો.

“પવિત્ર રિશ્તા” ધારાવાહિકની અંદર સુશાંત અને અંકિતા લોખંડેની જોડી ખુબ જ પ્રખ્યાત બની અને રીલ લાઈફ પાર્ટનર રિયલ લાઈફમાં પણ એકબીજાને પસંદ કરવા લાગી ગયા. એક તરફ જ્યાં સુશાંત અને અંકિતાની લવ લાઈફની ચર્ચાઓ ચાલી રહી અને બીજી તરફ સુશાંત તેના કેરિયરમાં બે ધડક આગળ વળી રહ્યો હતો. “પવિત્ર રિશ્તા” બાદ આ બંનેએ “જરા નચ કે દિખા” “ઝલક દિખલા જા-4” માં પણ કામ કર્યું, સુશાંત અને અંકિતાની કેમેસ્ટ્રી ધમાલ મચાવી રહી હતી. આ દરમિયાન સુશાંતને એક એવો મોકો મળ્યો જેની સુશાંત ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો. વર્ષ 2013માં સુશાંતને ફિલ્મ “કાઈ પો છે” માં કામ કરવા માટેની ઓફર મળી, સુશાંતે આ ફિલ્મમાં પોતાનું બધું જ જોર લગાવી દીધું,  તેના કામને પણ ખુબ જ પસંદ કરવામાં આવ્યું.

શી રોમાન્સ” પછી “પીકે” અને પછી :ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી: જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જાદુ બદટાવતો જોવા મળ્યો, સુશાંત તેના કેરિયરમાં સતત આગળ વધી રહ્યો હતો. પરંતુ હજુ સુધી સુશાંતને એવી કોઈ ફિલ્મ નહોતી મળી જેના કારણે તે હમેશા માટે યાદગાર બની જાય. તેને આ ચાન્સ વર્ષ 2016માં મળ્યો જયારે  તેને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક ફિલ્મ “એમ એસ ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી”માટે સાઈન કરવામાં આવ્યો.

સુશાંતે આ ફિલ્મ માટે પોતાની બધી જ મહેનત લગાવી દીધી, અને માહીના ઇમ્પ્રેશનથી એને તેની સ્ટાઇલ સુધી બધું જ કોપી કરી લીધું, આ ફિલ્મ પણ બોલકબસ્ટર હિટ રહી. એક તરફ જ્યાં સુશાંત પોતાના કેરિયરની અંદર બુલેટની ઝડપથી આગળ વધી રહ્યો હતો તો બીજી તરફ તેના જીવનમાંથી કંઈક એવું દૂર થઇ રહ્યું હતું જે તેના માટે હંમેશા સપોર્ટ બન્યું હતું.

એ દરિયાન સુશાંતને તેનો પ્રેમ ખોવો પડ્યો, વર્ષ 2016માં સુશાંત અને અંકિતાનું બ્રેકઅપ થઇ ગયું, જેનું કારણ મીડિયા રિપોર્ટ્સમાંઇનસિક્યોરિટી ફાઈલિંગ જણાવવામાં આવી હર્યું હતું, ત્યારબાદ સુશાંતે “રાબતા” અને “વેલકમ ટુ ન્યુ યોર્ક” ફિલ્મો કરી જે ખાસ ના ચાલી , 2018માં “કેદારનાથ” આવી જેમાં સારા અલી ખાને ડેબ્યુ કર્યું, આ ફિલ્મ સારી ચાલી પરંતુ ફિલ્મમાં સ્ટાર કિડ્સને જ વધારે મહત્વ આપવામાં આવ્યું.

ત્યારબાદ સુશાંતે “સોનચીરૈયા” અને “છિછોરે” કરી, જે સારી ચાલી, વચ્ચે ડ્રાઈવમાં કામ કર્યા બાદ સુશાંતે ફિલ્મ “દિલ બેચારા” કરી હતી, જેના રિલીઝ થયા પહેલા જ ખબર આવી ગઈ જેને આખા દેશને હલાવીને રાખી દીધો. 14 જૂનના રોજ સુશાંતે પોતાના ઘરમાં જ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું.