Gajab

આ તસવીરમાં છુપાયેલો છે સાપ, જેને શોધવો કોઈ અગ્નિ પરીક્ષાથી કમ નથી, તમે પણ પ્રયત્ન કરી જુઓ

આજકાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા ચેલેન્જ આવે છે, જેને લોકો પુરા કરવા માટે કોઈપણ હદ સુધી જતા હોય છે. હાલ એવા જ એક ચેલેન્જની તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે જેમાં એક તસ્વીરની અંદર સાપ શોધવાની ચેલેંજન આપવામાં આવી છે. એવું કહેવાય છે કે શોધવાથી ભગવાન પણ મળી જાય છે, પરંતુ વાયરલ થઇ રહેલી તસ્વીરની અંદર સાપ શોધવો એ તમારી આંખોમાં પણ પાણી લાવી દે તેવી અગ્નિ પરીક્ષા છે.

આ તસવીર ઓસ્ટ્રેલિયાની એક “સ્નેક કેચિંગ સર્વિસ” દ્વારા 24 જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી અને લોકોને કહેવામાં આવ્યું હતું કે તેમાંથી સાપ શોધીને બતાવે. ત્યારબાદ લોકોએ પણ પોતાના પ્રયત્નો શરૂ કરી દીધા. ઘણા લોકોએ તો મહેનત કર્યા બાદ હાર પણ માની લીધી પરંતુ ઘણા એવા પણ હતા જેમે કચરાના ઢગલામાંથી સોય શોધી જ લીધી.

વાયરલ થઇ રહેલી તસ્વીરની અંદર ઝાડ-ઝાંખરા વચ્ચે ઘાસ અને સૂકા પાન દેખાઈ રહ્યા છે. આજુબાજુ લાકડા પણ પડેલા દેખાય છે. પરંતુ કોઈને સાપ જેવું નજર નથી આવતું. આજ કારણે ઘણા લોકોએ હાર પણ માની લીધી હતી.

ઘણા લોકોનું તો એવું પણ માનવું છે કે આ તસ્વીરની અંદર સાપ ક્યાંય છે જ નહીં, પરંતુ તમને જણાવી દઈએ કે આ તસ્વીરની અંદર એક સાપ પણ છુપાયેલો છે, જેને કેટલાક લોકોએ શોધી પણ કાઢ્યો છે. જો તમને પણ ના મળ્યો હોય તો નીચેની તસ્વીરમાં જોઈ શકો છો.

જોયુંને મળી ગયો સાપ ? હવે તમને એમ લાગશે કે આ જગ્યા ઉપર પણ તમે કેટલીય વાર નજર કરી હશે. છતાં પણ સાપને શોધવા માટે બાઝ નજરની જરૂર પડે.કોમેન્ટમાં જરૂર જણાવજો તમે તસવીરમાંથી સાપ જાતે શોધી શક્યા હતા કે નહિ.