Bollywood

આ મોટા હીરો જોડે બીગબી ની લાડ્લીનું ચાલતું હતું અફેર, ખુબ ઓછા લોકો જાણતા હશે

શ્વેતા બચ્ચન અને આ દિગ્ગજ વચ્ચે ચાલતું હતું ઇલુ ઇલુ અને પછી થયું બ્રેકઅપ…

સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચન જો કે વાદ-વિવાદથી દૂર જ રહેવાનું પસંદ કરે છે, જયા બચ્ચન પણ સ્વભાવની થોડી સખ્ત છે. વાત કરીએ અભિષેકની તો તે બોલીવુડના જાણીતા અભિનેતા છે જ્યારે તેની દીકરી શ્વેતા બચ્ચને બિઝબનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા છે અને બે બાળકો નવ્યા નવેલી નંદા અને અગસ્ત્ય નંદા છે.

શ્વેતા બચ્ચન જો કે બોલીવુડથી દૂર છે અને એક પણ ફિલ્મ નથી કરી છતાં પણ લાઇમલાઈટમાં રહે છે. જો કે શ્વેતા અમુક ફેશન શો માં રેમ્પ વોક કરતી જોવા મળે છે.એક સમય એવો પણ હતો કે શ્વેતા અને હૃતિક રોશનના રિલેશનની ખબરો સામે આવી હતી.

ખુબ ઓછા લોકો જાણતા હશે કે વસૂલના પાક્કા એવા બચ્ચન પરિવારની દિકરી શ્વેતા અને હૃતિકનું અફેર રહ્યું હતું. વાત તે સમયની છે જ્યારે હૃતિક અને કંગના રનૌત અલગ થઇ ગયા હતા. પત્ની સુજૈન ખાન સાથેના છૂટાછેડા પછી હૃતિક રોશન અને કંગના રનૌતના અફેરે જોર પકડ્યું હતું, બન્ને ઘણીવાર સાથે સ્પોટ પણ થતા હતા. જો કે અમુક સમય પછી આ રિલેશન ખતમ થઇ ગયું અને હૃતિક અને શ્વેતા બચ્ચનની નજીકતા વધી ગઈ.

જો કે શ્વેતા અને હૃતિક બાળપણના મિત્રો છે અને બંન્ને સાથે જ મોટા થયા છે, બંનેનો પરિવાર પણ તે સમયે ખુબ નજીક હતો. કંગનાથી અલગ થયા પછી હૃતિક કોઈ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા અને અભિષેક અને શ્વેતા તેને મળવા માટે તેના ઘરે જતા રહેતા હતા, જો કે અમુક સમય પછી અભિષેક પોતાના ફિલ્મોના કામમાં વ્યસ્ત થઇ ગયા અને શ્વેતા એકલી જ તેને મળવા માટે જતી હતી. આ દરમિયાન શ્વેતા અને હૃતિકે ખુબ સમય વિતાવ્યો હતો.

આ જ દરમિયાન શ્વેતા પણ દિલ્લી પોતાના પતિના ઘરેથી પોતાના બાળકો સાથે મુંબઈ આવી ગઈ હતી, અને તે ભાગ્યે જ પતિ નિખિલ સાથે જોવા મળતી હતી. એવામાં દરેકને લાગવા લાગ્યું કે શ્વેતા પતિથી અલગ થઇ ગઈ છે અને શ્વેતા-હૃતિક એકબીજાના રિલેશનમાં છે.

તે સમયે એવું પણ માનવામાં આવ્યું હતું કે છૂટાછેડા થઇ ગયા હોવા છતાં સુજૈન ખાનને શ્વેતા અને હૃતિકની નજીકતા બિલકુલ પણ પસંદ ન હતી. તેના પહેલા સુજૈન અને શ્વેતા પણ એકબીજાની મિત્રો હતો અને સાથે પાર્ટીઓ પણ કરતી હતી,જો કે આ વાતની જાણ થતા જ સુજૈને શ્વેતા સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધુ હતું.

અમુક સમય પછી જ્યારે કંગના અને હૃતિકની ફિલ્મ આવી ત્યારે બંનેના રિલેશનની ચર્ચાઓ ફરીથી ઉડવા લાગી. બચ્ચન પરિવાર પહેલાથી વિવાદોથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે એવામાં શ્વેતાએ હૃતિક સાથેનો સંબંદ તોડવાનું વધારે ઉચિત સમજ્યું.

હાલ શ્વેતા પોતાના ઘરે પરત ચાલી ગઈ છે અને પરિવાર સાથે સમય વિતાવે છે જ્યારે સુજૈન ખાન પણ લોકડાઉનમાં ફરીથી હૃતિક રોશનના ક્લોઝ આવી ગઈ હતી.