Bollywood

મહેલથી ઓછું નથી સંજય દત્તનું ઘર, અંદરથી દેખાય છે એકદમ શાનદાર અને લગ્ઝરીયસ, જુઓ તસ્વીરો

લોકડાઉનના દરમિયાન સામાન્ય જનતાની સાથે સાથે બોલિવુડ કલાકારો પણ પોતાના ઘરમાં જ રહીને સમય વિતાવતા જોવા મળ્યા હતા. એવામાં અમુક કલાકારોના આલીશાન ઘરની તસ્વીરો પણ પહેલી વાર સામે આવી હતી. એવું જ આલીશાન ઘર સંજય દત્તનું પણ છે. એવામાં આજે અમે તમને સંજય દત્તના આલીશાન આશિયાના સાથે રૂબરૂ કરાવશું, જે અંદરથી કોઈ મહેલથી ઓછું નથી.

સંજય દત્તએ પોતાના ઘરની એક એક દીવાલ પર પોતાના માતા-પિતા નરગીસ અને સુનિલ દત્તની પેન્ટિંગ લગાવી રાખી છે.તેના ઘરમાં એક એક વસ્તુ આર્ટ કલા સાથે જોડાયેલી છે, તેનું ઘર મહેલથી ઓછું ન આંકી શકાય.

ઘરના ડ્રોઈંગ રૂમમાં મોટા મોટા સોફા અને અઢળક શો પીસ રાખેલા છે.દત્ત હાઉસના ઘરની દરેક દીવાલો પર ખુબ જ કિંમતી પેન્ટીંગ્સ રાખવામાં આવેલી છે.

સીટિંગ એરિયાની એક એક દીવાલ પર કાચની મોટી બારી છે, જેનાથી બહારનો નજારો સહેલાઈથી જોઈ શકાય છે.સીટિંગ એરિયામાં કંઈક આવી રીતે સમય વિતાવે છે સંજય દત્તની પત્ની માન્યતા દત્ત.

માન્યતા અને સંજયના લિવિંગ રૂમમાં તેના માતા પિતા નરગીસ અને સુનિલ દત્તની ખુબ જ સુંદર પેન્ટિંગ લાગેલી છે.ડ્રોઈંગ રૂમની દીવાલ પર લાલ રંગનું મોટું ઝુમ્મર અને દીવાલ પર અનેક શો પીસ લાગેલા જોઈ શકાય છે.

ડાઇનિંગ એરિયાને પણ માન્યતા દત્તએ ખુબ જ સુંદરતાથી સજાવેલું છે.ઘરની એક દીવાલ પર સંજય દત્તની પેન્ટિંગ પણ જોઈ શકાય છે. બાળકોની સાથે નવરાશની પળો આવી રીતે વિતાવે છે સંજય દત્ત.