Bollywood

સંજય દત્તથી 19 વર્ષ નાની છે તેની ત્રીજી પત્ની માન્યતા દત્ત, જાણી કેવી છે બંનેની લવ સ્ટોરી

બોલિવૂડ અભિનેતા સંજય દત્તના જીવનમાં ઘણા ઉતારા ચડાવ આવ્યા છે. તેનું નામ તો ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયેલું છે, આ ઉપરાંત તેમને ત્રણવાર લગ્ન પણ કર્યા છે. સંજય દત્ત અને માન્યતા દત્તે 7 ફેબ્રુઆરી 2008ના લગ્ન કર્યા હતા અને આજે તેમને લગ્નના 13 વર્ષ પુરા થયા છે. તો આ ખાસ અવસર પર સંજય દત્ત અને માન્યતા દત્તની લવ સ્ટોરી વિષે જાણીએ.

માન્યતા સફળ અભિનેત્રી બનવા માંગતી હતી. બોલિવૂડમાં ઘણા પ્રયત્નો પછી પણ તક ન મળતાં તેને બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરવનું શરુ કરી દીધું હતું. માન્યતાને એક ફિલ્મ ‘લવર્સ લાઈક અસ’માં કામ કરવાની તક મળી હતી. આ ફિલ્મના રાઇટ્સ સંજય દત્તએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા. આ ફિલ્મ પછી સંજય દત્ત અને માન્યતા એકબીજાને મળવા મળવા લાગ્યા હતા.

માન્યતા અને સંજયની ઉમર વચ્ચે ઘણો મોટો તફાવત છે. માન્યતા અને સંજય વચ્ચે 21 વર્ષનું અંતર છે. માન્યતા સંજયની દીકરી ત્રિશાલાથી માત્ર 10 વર્ષ મોટી છે. માન્યતાએ પહેલી જ મુલાકાતમાં સંજયને પોતાનું દિલ આપી દીધું હતું.

માન્યતા કાયમ સંજય માટે તેનું મનપસંદ ખાવાનું બનાવતી હતી અને આ જ વાત સંજયને ખુબ જ પસંદ આવી હતી. એટલું જ નહિ માન્યતા સંજયની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સંભળાવા લાગી હતી.

લગ્ન પહેલા બંને ઘણીવાર એકબીજાને મળતા હતા. બંનેનો સંબંધ વધારે મજબૂત થતો ગયો અને 7 ફેબ્રુઆરી એ તેમને મીડિયા અને ફેન્સથી દૂર એકબીજાસાથે લગ્ન કરી લીધા હતા.

લગ્ન સમયે માન્યતા 29 વર્ષની હતી જયારે સંજય 50 વર્ષના હતા. આ લગ્નમાં સંજયની બહેનો હાજર ન રહી હતી કેમ કે તેઓ આ સંબંધથી ખુશ ન હતા. બંનેની ઉંમરના તફાવતને કારણે સંજયનો પરિવાર આ લગ્ન વિરુદ્ધ હતા.

વર્ષ 2010માં માન્યતા દત્તે બે જુડવા બાળકને જન્મ આપ્યો હતો. સોશ્યિલ મીડિયા પર બંને પોતાન પરિવારની સુંદર તસવીરો પોસ્ટ કરતા રહે છે. સંજય અને માન્યતાની જોડી એક સાથે ખુબ જ સુંદર લાગે છે.