Bollywood

સુષ્મિતા સેનની દીકરી રેનીએ મમ્મીના બોયફ્રેન્ડને લઈને ટ્રોલર્સને આપ્યો કરારો જવાબ

મમ્મીને ૧૬ વર્ષ નાની ઉંમરના છોકરા જોડે ચાલી રહ્યું છે લફરું તો દીકરીએ કહી મોટી વાત

મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કરી ચુકેલી બોલીવુડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેન એક સિંગલ મધર છે. તેણે આજ સુધી કોઈની પણ સાથે લગ્ન નથી કર્યા. સુષ્મિતાએ બે દીકરીઓને દત્તક લીધેલી છે અને તેને રેની અને અલીશા સેન નામ આપ્યા હતા. સુષ્મિતા દીકરીઓને સગી દીકરીઓને જેમ જ રાખે છે અને ખુબ પ્રેમ કરે છે.

45 વર્ષની ઉંમરે પણ સુષ્મિતાની સુંદરતા લાજવાબ છે અને તે સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની દીકરીઓ સાથેની તસવીરો શેર કરતી રહે છે. અમુક સમય પહેલા જ સુષ્મિતાની દીકરી રેની સેન ચર્ચાનો વિષય બની ગઈ હતી અને તેણે સોશિયલ મીડિયા પર પોતાના ટ્રોલર્સને કરારો જવાબ આપ્યો હતો.

રેનીએ લાંબી પોસ્ટ શેર કરી હતી અને લખ્યું કે,”તેને તમને જજ કરવા દો, તેને તમને ખોટા સમજવા દો, તેને તમારા વિશે ગોશીપ પણ કરવા દો, તેના વિચારો તમારી સમસ્યા નથી. તમે આરામથી રહો અને પ્રેમ કરતા રહો. તમને ફર્ક ન પડવો જોઈએ કે, તેઓ શું કરે છે અને શું વિચારે છે, બસ પોતાના પર વિશ્વાસ કરવાનું ન ભૂલો. તમારી હકીકત જ તમારી સુંદરતા છે. માટે આવી જ રીતે ચમકતા રહો, જેવી રીતે તમે અત્યાર સુધી ચમકતા આવ્યા છો”.

પહેલા પણ રેની પોતાના ચાહકો સાથે પોતાનું રિલેશનશિપ સ્ટેસ્ટ શેર કરીને પણ ચર્ચામાં આવી ગઈ હતી. રેનીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચાહકો માટે ‘આસ્ક મી એનીથિંગ’ સેશન કર્યું હતું, જ્યાં તેને ચાહકે પૂછ્યું કે,”શું તું સિંગલ છો”? જેના જવાબમાં રેનીએ કહ્યું કે,”હાલ હું મારી કારકિર્દી અને કોલેજ પર ફોકસ કરી રહી છું.હાલ તો મારું રિલેશનશિપ સ્ટેટસ આ જ છે”. આ પોસ્ટની સાથે રેનીએ એક સ્માઈલી પણ પોસ્ટ કરી હતી.

અન્ય એક યુઝરે પૂછ્યું કે,” શું તું જાણે છે કે તારી અસલી માં કોણ છે” તેના જવાબમાં રેનીએ કહ્યું કે,”હું મારી માં ના દિલમાં જન્મી છું અને તે જ હકીકત છે, જેટલી તમે આ હકીકતને લઇ શકો. મારી માં એ મને બધું જ શીખડાવ્યુ છે. તેમણે મને એ વિશ્વાસ અપાવ્યો છે કે હું કોઈ થી કમ નથી. પોતાની આવડતને બેસ્ટ બનાવવી તેમણે જ મને શીખવ્યું છે”. રેનીને પણ બાળપણથી જ અભિનયનો ખુબ શોખ છે અને જલ્દી જ બૉલીવુડ ફિલ્મોમાં પણ જોવા મળી શકે તેમ છે.

હાલ સુષ્મિતા સેન ફિલ્મોથી દૂર છે અને પોતાનાથી 15 વર્ષ નાના બોયફ્રેન્ડ રોહમન શૉલને ડેટ કરી રહી છે. સુષ્મિતા જ્યા 45 ની તો રોહમન 29 વર્ષનો છે. રોહમનની પણ સુષ્મિતાની બંન્ને દીકરીઓ સાથે સારી એવી બોન્ડીગ છે અને વેકેશન પર પણ બધા સાથે જ જાય છે. રોહમન સુષ્મિતા અને તેની દીકરીઓ સાથેની તસવીરો પણ પોસ્ટ કરે છે.