Bollywood Life style

ટીવીના સંસ્કારી બાબુની બહેન છે આ અભિનેત્રી, રીયલ લાઈફમાં 8 સેલેબ્સ પણ છે ભાઈ-બહેન

આવનારી 3 ઓગસ્ટના રોજ રક્ષાબંનધનો તહેવાર દેશભરમાં ઉજવાશે.જો કે કોરોના મહામારીને લીધે ઘણી બહેનો પોતાના ભાઈને રાખડી નહિ બાંધી શકે. કેમ કે કોરોનાને લીધે ઘણા લોકો પોતાના ઘરથી દુર અન્ય સ્થળો પર ફસાયેલા છે. રક્ષાબંધનના આ ખાસ અવસર પર આજે અમે તમને એવા કલાકારો વિશે જણાવીશું જેમણે સિરિયલોમાં સાથે કામ કરીને ખુબ નામના મેળવી, અને તેઓ અસલ જીવનમાં પણ ભાઈ-બહેન જ છે.

1. આલોક નાથ-વિનિતા મલિક:
આલોક નાથે ટીવી સિરિયલોની સાથે સાથે ફિલ્મોમાં પણ કામ કરીને ખુબ નામના મેળવી છે. આલોક નાથ બે બુનિયાદ, તારા, ઘર એક સપના, બીદાઈ, કુછ તો લોગ કહેંગે વેગેરે જેવા ટીવી શો માં કામ કર્યું છે જ્યારે તેની બહેન વિનિતા મલિકે યે રિશતા ક્યાં કહેલાતા હૈ, કસૌટી ઝીંદગી કી, કાવ્યાંજલિ, દિલ મિલ ગયે વેગેરે શો માં કરીને ખુબ નામ મેળવ્યું હતું.

2. અક્ષય ડોગરા-રિદ્ધિ ડોગરા:
રિદ્ધિ ડોગરાએ મર્યાદા…લેકિન કબ તક, સાવિત્રી જેવા શો માં પોતાનો અભિનય દેખાડીને ખુબ નામના મેળવી હતી. જ્યારે અક્ષય ડોગરાએ ઇસ પ્યાર કો  ક્યાં દુ માં દમદાર રોલ નિભાવ્યો હતો.

3. અયાન ઝુબૈર-જંન્નત ઝુબૈર રહમાની:
ફૂલવા શો ની બાળ કલાકાર જન્નત અને જોધા અકબરમાં છોટે સલીમનો કિરદાર નિભાવી ચૂકેલા અયાન અસલ જીવનમાં એબીજાના ભાઈ-બહેન છે.

4. ડેલનાઝ-બખ્તિયાર:
ડેલનાઝે એક મહેલ હો સપનો કા, યસ બૉસ, શરારત, કરમ અપના અપના, બા બહુ ઔર બૅબી, મેરે અપને, ક્યાં મસ્ત લાઈફ હૈ સહીત અન્ય પણ ટીવી શો માં કામ કર્યું છે, જ્યારે બખ્તિયારએ બડે દૂર સે આયે હૈ, માં એક્સચેન્જ, લવ કા તડકા, મિલે જબ હમ તુમ જેવા શો માં કામ કરીને નામના મેળવી હતી.

5. આરતી સિંહ-કૃષ્ણા અભિષેક:
ટીવી શો ધ કપિલ શર્મા માં પોતાની દમદાર કોમેડી દેખાડરાના ગોવિંદાના ભાણિયા કૃષ્ણા અભિષેકે બોલ બચ્ચન, એન્ટરટેનમેન્ટ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે કૃષ્ણાની બહેન આરતી સિંહ ગૃહસ્થી, માયકા, પરિચય જેવા શો માં જોવા મળી ચુકી છે, તેના સિવાય તે બિગ બૉસ-13 નો પણ હિસ્સો રહી ચુકી છે.

6. મિશ્કતા વર્મા- મિહિકા વર્મા:
યે હૈ મોહબ્બતેં માં મિહિકાએ દમદાર અભિનય કર્યો હતો. જયારે તેના ભાઈ મિશ્ક્તે ઔર પ્યાર હો ગયા, લુક્સ કી તો લડકિયાં દીવાની હૈ જેવા શો માં કામ કરીને ખુબ નામના મેળવી હતી.

7. પિયુષ સહદેવ-મેહર વીજ:
મેહરે બજરંગી ભાઈજાન, દિલ વીલ પ્યાર વ્યાર, લકી…નો ટાઈમ ફોર લવ જેવી ફિલ્મો અને કિસ દેશ મૈં હૈ મેરા દિલ, રામ મિલાઈ જોડી જેવા શો માં કામ કર્યું હતું જયારે તેના ભાઈ પીયૂષે બેહદ, સપને સુહાને લડક પન કે મા કામ કરી ચુક્યા છે.

8. વરુણ બડોલા-અલકા કૌશલ:
વરુણ અને અલકા રિયલ લાઈફમાં સગા ભાઈ બહેનો છે .વરુને બનેગી અપની બાત, યે હૈ મુંબઈ મેરી જાન, કુટુંબ, રાબ્બા ઇશ્ક ન હોવે, ઘર એક સપના, ભાભી, ફિર સુબહ હોગી જેવા ટીવી શો માં કામ કર્યું હતું, જયારે તેની બહેન અલ્કાએ સરોજની, હમારી સિસ્ટર દાદી, જ્યોતિ, નયા દૌર, તુમ પુકાર લો વગેરે જેવા શો માં કામ કરીને નામના મેળવી હતી.