ડીપ નેક ટોપમાં રશ્મિ દેખાડ્યું ”આ’, ટીવીની ‘સંસ્કારી’ વહુનુ આ રૂપ જોઇ ચાહકો થયા હેરાન
અભિનેત્રી રશ્મિ દેસાઇ તેના બોલ્ડ ફોટોશૂટને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તે ઘણીવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની સ્ટાઇલિશ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. રશ્મિ દેસાઇ આમ તો શરૂઆતથી સ્ટાઇલિશ છે પરંતુ “બિગ બોસ”થી નીકળ્યા બાદ તેનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો છે.
“નાગિન” અભિનેત્રી રશ્મિ દેસાઇ આ દિવસોમાં ખૂબસુરત અને ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં રહેલી છે. રશ્મિએ હાલમાં જ રફલ શર્ટમાં તેની તસવીરો શેર કરી હતી અને ચાહકોને પાગલ કરી દીધા હતા. હવે તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
નાના પડદાની મશહૂર અભિનેત્રી રશ્મિ દેસાઇ ઇન્ટરનેટ પર તેની ખૂબસુરતીના જલવા વિખેરીને દર્શકોનું ઘણુ ધ્યાન આકર્ષિત કરતી જોવા મળે છે. હાલમાં જ રશ્મિએ સોશિયલ મીડિયા પર હોટ કપડામાં તેની નવી તસવીરો પોસ્ટ કરી છે જેને ઘણ લોકો જોઇ ચૂક્યા છે અને તે ખૂબ જ વાયરલ પણ થઇ રહી છે.
રશ્મિ દેસાઇએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે ડાર્ક મરૂન ડ્રેસમાં જોવા મળી રહી છે. નેક ટોપ અને લોન્ગ સ્કર્ટમાં રશ્મિ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
રશ્મિએ આ આઉટફિટ સાથે સિલ્વર નેકલેસ પહેર્યુ છે. તેણે વાળને ખુલ્લા રાખ્યા છે અને પરફેકટ મેકઅપ સાથે આ લુકને કમ્પલિટ કર્યો છે. રશ્મિ ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
View this post on Instagram
થોડા જ કલાકોમાં આ શેર કરવામાં આવેલી તસવીરને 28 હજારથી પણ વધુ વ્યુઝ મળ્યા હતા. ચાહકો પણ રશ્મિની તસવીરોને પસંદ કરી રહ્યા છે. ચાહકો રશ્મિના આ લુક પર કમેન્ટ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
રશ્મિએ આ ઉપરાંત વ્હાઇટ આઉટફિટમાં તેની તસવીર પોસ્ટ કરી છે. શોર્ટ ડ્રેસમાં રશ્મિનો લુક જબરદસ્ત લાગી રહ્યો છે. આ તસવીર પર થોડી જ વારમાં 20 હજારથી પણ વધુ લાઇક્સ આવી ગઇ હતી. આ તસવીર પણ ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.
રશ્મિના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે “બિગ બોસ”માંથી બહાર આવ્યા બાદ એકતા કપૂરના શો “નાગિન 4″માં જોવા મળી હતી. રશ્મિ જલ્દી જ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવા જઇ રહી છે. રશ્મિ દેસાઇ ફિલ્મ “તંદૂર”માં જોવા મળશે. હાલમાં જ તે એક ગીત”અબ કયા જાન લેગી”માં પણ જોવા મળી હતી.
View this post on Instagram
રશ્મિએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2004માં ફિલ્મ “યે લમ્હેં જુદાઇ”થી કરી હતી. તેણે ટીવીની દુનિયામાં ધારાવાહિક “ઉતરન”થી એન્ટ્રી કરી હતી. તે બાદ તે “દિલ સે દિલ તક”માં જોવા મળી હતી.
રશ્મિ રિયાલીટી શો “બિગ બોસ”માં પણ જોવા મળી હતી. તે બાદ તે એકતા કપૂરના શો “નાગિન 4″માં જોવા મળી, જેમાં પણ તેણે લોકોનું દિલ જીતવામાં કોઇ કસર છોડી નહિ.
View this post on Instagram
રશ્મિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. રશ્મિની ફેન ફોલોઇંગ ઘણી સારી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 4 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે.
View this post on Instagram