Gujarat

રાજકોટમાં યુવક પરણીને ઘરે જ આવ્યો, પત્નીએ કહ્યું મારે કપડા બદલવા છે બહાર જાઓ પછી જે થયું બાપ રે

હજુ તો લગ્નની સુહાગરાત પણ નહોતી વિતીને અને વહુબેટાએ કર્યું એવું કે પરિવાર હચમચી ગયો

લગ્નના નામે છેતરાવવાના ઘણા કિસ્સાઓ સામે આવે છે, ઘણા લોકો લગ્ન માટે ઉતાવળા થતા હોય છે જેના કારણે આવી છેતરામણીનો ભોગ પણ બને છે. ઘણા લોકોની ઉંમર વીતી ગઈ હોવાના કારણે તે લગ્ન કરાવતા લોકોને પૈસા આપીને પણ લગ્ન કરવા માંગતા હોય છે અને જેના કારણે તેમને છેતરામણીનો શિકાર પણ બનવું પડે છે.

આવો જ એક કિસ્સો હાલ રાજકોટમાંથી સામે આવ્યો છે, જ્યાં સવારે તો લગ્ન થયા હતા અને સાંજે પત્ની ફરાર થઇ ગઈ. આ ઘટના વાયુવેગે વાયરલ થઇ રહી છે. રાજકોટમાં રહેતા ધનજીભાઈ મકવાણાને લગ્નની ઉંમર થઇ ગઈ હોવા છતાં પણ કન્યા મળતી નહોતી, તેઓ બીજા રાજ્યમાંથી પણ કન્યા શોધવા લાગ્યા હતા. આ દરમિયાન જ તેમને એક એવા વ્યક્તિની જાણ થઇ જે પૈસા આપીને કન્યા શોધી આપે છે.

તે વ્યક્તિએ ધનજીભાઈને 80 હજાર રૂપિયામાં કન્યા લાવી આપવાનું જણાવ્યું, અને પોતાને ખર્ચ પેટે વધુ 5 હજાર રૂપિયા આપવાનું પણ જણાવ્યું હતું. જેના માટે ધનજીભાઈ તૈયાર થઇ ગયા. લગ્ન કરાવનાર વ્યક્તિએ તેમને નાસિકથી કન્યા લાવી આપવાનું જણાવ્યું હતું.

લગ્ન કરાવી આપનાર વ્યક્તિએ ધનજીભાઈને કન્યા બતાવી. અને પરિવાર સાથે મળી અને બધું જ નક્કી કરી લીધું. ત્યારબાદ તેઓ પોતાના સાગા સંબધીઓ સાથે નાસિક ગયા અને ત્યાં ગૌશાળામાં લગ્ન પણ કરી લીધા. લગ્ન બાદ નક્કી થયા પ્રમાણે તેમને કન્યાની મોટી બહેન તરીકે ઓળખાવતી એક યુવતીને 80 હજાર રૂપિયા પણ આપ્યા. લગ્ન કરીને તેઓ પરત ફર્યા ત્યારબાદ કન્યાએ થાકી ગઈ હોવાનું જણાવ્યું અને આરામ કરવાનું કહ્યું, સાંજે ઉઠી અને તેને કપડાં ખરીદવા છે તેમ જણાવ્યું ત્યારબાદ ધનજીભાઈ તેને કપડાં ખરીદવા માટે પણ લઇ ગયા, સાંજે તેને ઘૂઘરા ખાવાનું કહેતા તે ઘૂઘરા પણ લઇ આવ્યા.

ત્યારબાદ રાત્રે કપડાં બદલવા છે તેમ કહી અને ધનજીભાઈ અને તેમના ભાઈને બીજા રૂમમાં મોકલી 10 હજારના ઘરેણાં અને નવા કપડાં લઈને ઘરમાંથી ફરાર થઇ ગઈ. ઘણીવાર સુધી દરવાજો ના ખુલતા ધનજીભાઈએ દરવાજો ખોલીને જોયું તો તેમની પત્ની ફરાર હતી, ઘણું જ શોધખોળ કર્યા બાદ તેનો પત્તો ના મળતા તેમને પોલીસ ફરિયાદ કરી હતી.