Life style

રાહુ કેતુ અને શનિની મહાદશાથી થઇ રહ્યા છો હેરાન તો અપનાવો આ ઉપાય, બધું જ ઠીક થઇ જશે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો વ્યક્તિની કુંડળીમાં રાહુ, કેતુ અને શનિની સ્થિતિ ખરાબ ચાલી રહી છે, તો તેના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ઘણીવાર લોકો આ ગ્રહોની સ્થિતિ સુધારવા માટે જાત જાતના ઉપાયો કરતા હોય છે. પરંતુ તેમને કોઈ ફાયદો થતો નથી. સૌથી પહેલા આપણે જાણવું પડશે કે શનિ, રાહુ અને કેતુ દોષોના કારણે શું અસર છે. તમને જણાવી દઈએ કે રાહુ માથું છે અને કેતુ ધડ છે. એટલે કેકોઇપણ વ્યક્તિની ઉપર કોઈપણ પ્રકારની ગંદકી કે ખાર જમા છે તો એવા લોકો ઉપર રાહુના પ્રકોપના કારણે પીડિત રહે છે. જો કોઈ વ્યક્તિના ફેફસા, પેટ અમે પગની અંદર કોઈપણ પ્રકારનો વિકાર ઉત્ત્પન થાય છે તો એવા લોકો કેતુના પ્રકોપનો શિકાર થઇ શકે છે. કો કોઈ વ્યક્તિને હાડકા, વાળ, દાંત કે આંતરડા સંબંધી કોઈ સમસ્યા છે તો એવા લોકો ઉપર શનિનો પ્રકોપ રહે છે.

રાહુની મારના લક્ષણો:

 • જો કોઈ વ્યક્તિના શરીરમાં ગંદકી છે તો તેના કારણે રાહુનો પ્રકોપ મંડરાવા લાગે છે.
 • વ્યક્તિના જીવનમાં અચાનક જ ઘટનાઓ થવા લાગે છે.
 • વ્યક્તિ દગાબાજ અને બેઈમાન થવા લાગે છે.
 • રાહુની મારના કારણે વ્યક્તિની સફળતા પણ અટકી જાય છે.
 • રાહુના કારણે નાકમાં દુશ્મનો પણ વધી જાય છે.
 • જો રાહુ ખરાબ હોય તો વ્યક્તિના દિમાગની અંદર બહુ જ ખરાબીઓ જન્મવા લાગે છે. ત્યાં સુધી કે ગુરુ પણ સાથ છોડી દે છે.


કેતુની મારના લક્ષણો:

 • જો કોઈ વ્યક્તિ જીભમાંથી કડવા શબ્દો બોલવા લાગે છે કે પછી હૃદયથી ગંદો થઇ જાય છે ત્યારે તેના ઉપર કેતુની અશુભ દશા ચાલી રહી હોય છે.
 • જો વ્યક્તિ વાત વાત ઉપર રંગ બદલી લે છે તો તે કેતુનો શિકાર બની શકે છે
 • વ્યક્તિ દગો, ફરેબ, અત્યાચાર કરવા લાગી છે તો આ કેતુની ખરાબ દશાના લક્ષણો છે.
 • જો કોઈ વ્યક્તિની બધી જ ગતિવિધિઓ રોકાઈ જાય છે, નોકરી, ધંધો, ખાવા-પીવાનું પણ બંધ થઇ જાય છે તો આ કેતુના ખરાબ પ્રભાવના લક્ષણો છે.
 • ગૃહ કલેશ, પેશાબની બીમારી, સાંધાનું દર્દ જેવા કેતુના ખરાબ હોવાના લક્ષણો છે.


શનિના મારના લક્ષણો:

 • માંસ-મદિરાનું સેવન કરવું, જૂઠું બોલવું, પારકી સ્ત્રી સાથે રહેવું, અધર્મના માર્ગ ઉપર ચાલવું, હંમેશા ધર્મનું ખોટું બોલવું, કોઈ વ્યક્તિનો મઝાક ઉડાવવો, પિતા અને પૂર્વજોનું અપમાન કરવું, આ બધા જ શનિના મારના લક્ષણો છે.
 • જીવનની સુખ શાંતિ, સુખ અને સમૃદ્ધિ છીનવાઈ જવી, શનિના પ્રકોપના કારણે થાય છે.
 • શનિના મારના કારણે વ્યક્તિ ખોટા રસ્તે ચાલવા લાગે છે. વ્યક્તિ પોતાની જાતને બરબાદ કરી નાખે છે.
 • દેવું, લડાઈ-ઝઘડા કે મકાન વેચાઈ જવું શનિના અશુભ પ્રભાવના કારણે થાય છે.
 • વાળ ઝડપથી ઉતરવા લાગવા, શનિના અશુભ પ્રભાવના કારણે થાય છે.
 • ધન સંપત્તિનો નાશ થવો શનિના શુભ પ્રભવનાં લક્ષણો છે.


શનિ, રાહુ કેતુ ના ખોટા પ્રભાવથી બચવાના ઉપાયો:

1. શનિના ખોટા પ્રભાવથી બચાવનો ઉપાય:
જો કોઈ વ્યક્તિની ઉપર શનિનો ખોટો પ્રભાવ હોય તો એવી સ્થિતિમાં વ્યક્તિએ ભૈરવ મંદિરમાં જઈને પોતાના દ્વારા થેયલા પાપની માફી મંગાવી જોઈએ. માંસ-મદિરા, જુગાર, સટ્ટો, ધર્મની બુરાઈ, પિતા-પૂર્વજોના અપમાન જેવા કામોથી દૂર રહેવું જોઈએ. તમે રોજ પોતાના શરીરને સાફ રાખો. કાગડાને રોજ રોટલી ખવડાવો. છાયા દાન કરવું, શનિદેવના મંદિરમાં જઈને શનિની પૂજા કરવી.

2. રાહુના ખોટા પ્રભાવથી બચાવનો ઉપાય:
જો કોઈ વ્યક્તિ ઉપર રાહુનો ખરાબ પ્રભાવ ચાલી રહ્યો હોય તો આવી સ્થિતિમાં માથા ઉપર ચોટલી રાખી શકો છો. હંમેશા જમવાનું ભોજનકક્ષમાં જ લેવાનું રાખવું. તમારા સાસરી પક્ષમાં સંબંધો સારા રાખવા પડશે. રાત્રે સુતા સમયે પથારીમાં મૂળો રાખીને સૂકી શકો છો અને સવારે એ મૂળાને મંદિરમાં દાન કરી દેવો.

4. કેતુના ખોટા પ્રભાવથી બચવાનો ઉપાય:
જો તમે કેતુના ખરાબ પ્રભાવથી બચવા માંગો છો તો તમારે તમારા સંતાનો સાથે સંબંધો સારા રાખવા પડશે. ભગવાન ગણેશજીની આરાધના કરવી, કેતુના ખરાબ પ્રભાવથી બચવા માટે તમે તમારા બંને કાન વીંધાવી શકો છો. તમે કોઈપણ મંદિરમાં નિર્ધન લોકોને સફેદ અને કાળા બેરંગી ધાબળાનું દાન કરો. બે રંગના કૂતરાને રોટલી ખવડાવો, કે પછી કૂતરું પાળવી શકો છો.