Bollywood National

સ્ટાર કિડની જૂની તસવીરોનો વિશ્વાસ નહીં આવે, ફિલ્મોમાં આવ્યા બાદ બદલી ગયો લુક

સુશાંતસિંહ રાજપૂતનાં નિધન પછી નેપોટિઝ્મનો મુદ્દો ચર્ચામાં રહે છે. લોકો સોશિયલ મીડિયા પર નેપો કિડ્સને ટ્રોલ કરી રહ્યાં છે. લોકોનો આરોપ છે કે સુશાંતે બોલીવુડમાં નેપોટિઝ્મન કારણે આત્મહત્યા કરી છે. ફેન્સ સોશિયલ મીડિયા દ્વારા નેપોટિઝ્મને લઈને કમેન્ટ કરી રહ્યા છે. આ દરમિયાન આલિયા ભટ્ટ, સોનમ કપૂર, સોનાક્ષી સિંહા અને સારા અલી ખાન સહિત અનેક નેપો કિડ્સની જૂની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સોનાક્ષી સિંહા પણ પહેલાથી જ ઘણી બદલાઈ ગઈ છે. સોનાક્ષીનું વજન પહેલા તો ખૂબ જ વધારે હતું પરંતુ દબંગ બાદ તેણે તેના લુકમાં ઘણા બધા ફેરફાર આવ્યા છે.આલિયા ભટ્ટનું વજન બહુ જ વધારે હતું.. ફિલ્મોમાં આવતા પહેલા આલિયાનો લુક કંઈક આવો દેખાતો હતો.

સોનમ કપૂર સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રોલ છે. ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સોનમ પર યુઝર્સ આરોપ લગાવે છે કે, પિતાના નામનો ઉપયોગ કરે છે.

સુહાના ખાન શાહરૂખ ખાનની પુત્રી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ટૂંક સમયમાં જ ફિલ્મોમાં એન્ટ્રી મારવા જઈ રહી છે. સુહાનાની તસવીર જુઓ કેટલાક વર્ષો પહેલા …સુહાના ખાનનો જન્મ વર્ષ 2000માં મુંબઇમાં થયો છે. સુહાના ખાને બોલીવુડમાં હાલ ડેબ્યૂ કર્યું નથી, પરંતુ તેમના ચાહનારાઓની યાદી લાંબી છે. સુહાના ખાનના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. શાહરૂખ ખાનની પુત્રી હોવા છતાં સુહાના ખાન પોતાની સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સને લઇને ખૂબ ચર્ચામાં રહે છે.

તસવીરમાં જાન્હવી કપૂરનો લૂક પહેલા કરતા હવે ખૂબ બદલાઈ ગયો છે. જાન્હવી શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી છે. સોશિયલ મીડિયા પર પણ તે ઘણી એક્ટિવ રહે છે. તેની તસવીરો અને વીડિયો અવાર નવાર તે શેર કરતી રહે છે. હાલમાં જ જાહ્નવીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે દુલ્હન બનેલી નજર આવે છે.

સારા અલી ખાન પણ ફિલ્મોમાં દેખાતા પહેલા ખૂબ જ અલગ દેખાતી હતી. સારાએ તેનું વજન કર્યા બાદ ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. સારા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી છે. સારાની છેલ્લે  રજૂ  થયેલી ‘લવ આજ કલ’ માં  કાર્તિક  આર્યન  સાથે તની કેમેસ્ટ્રી   સરસ  મળતીહતી. અને વાસ્તવિક  જીવનમાં  પણ બેઉ એકમેક  પ્રત્યે  ખેંચાયા  છે  એ સ્પષ્ટ  દેખાય  છે. જો કે સારા આ વાત કબૂલતી નથી. તે કહે છે કે આ ફિલ્મમાં  મેં  અને  કાર્તિકે  ‘ઝો’  અને  ‘વીર’ ના રોલ કર્યાં  છે.

કરણ જોહર પર સ્ટાર્સના બાળકોને ટેકો આપવાનો આરોપ છે. કરણની 90 ના દાયકાની તસવીર જુઓ … કરણ જોહર યશ જોહરનો પુત્ર છે.ચંકી પાંડેની પુત્રી અનન્યાએ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અનન્યા સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થતી રહે છે.