Bollywood

શું અમિતાભ બચ્ચનની પૌત્રી જોડે આ છોકરાનું લફરું ચાલી રહ્યું છે ? કંઈક આ રીતે થયો ખુલાસો

બચ્ચન પરિવાર હંમેશા ચર્ચામાં છવાયેલો રહેતો હોય છે. બચ્ચન પરિવારના જીવન વિશેની પણ ઘણી બાબતો ચાહકો જાણવા માંગે છે ત્યારે આજે અમે તમને અમિતાભની પૌત્રી નવ્યા નવેલીના જીવન વિશે એક મહત્વની બાબત જણાવીશું.

છેલ્લા થોડા દિવસથી નવ્ય નવેલી નંદા અને જાવેદ જાફરીના દીકરા મિજાન જાફરીના  રિલેશનશીપની ખબરો સામે આવી રહી છે. બંને સ્ટારકિડ્સ એકબીજાને સ્કૂલના દિવસોથી ઓળખે છે અને એક સાથે જ મોટા થયા છે. આ બંને 2017થી જોડાયેલા હોવાની ખબરો આવી રહી છે. જયારે તેમને મુંબઈના એક મુવી થિયેટરની બહાર સાથે નીકળતા જોવામાં આવ્યા હતા. ત્યારે બંનેએ છુપાવવાનો પણ પ્રયત્ન કર્યો  હતો. તે છતાં પણ બંનેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા ઉપર છવાયેલી રહેતી હોય છે.

તો આ તરફ જાવેદ જાફરીએ બંનેના સંબંધોમાં હોવાની વાતને નકારી કાઢી હતી. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂની અંદર તેમને કહ્યું હતું કે લોકો મિત્રતાના સંબંધને એક બીજાના મતલબ સાથે જોડી દે છે.

તેમને જણાવ્યું હતું કે લોકો કન્ટેન્ટ શોધે છે. સારા મિત્રો હોવાનો મતલબ હંમેશાથી કંઈક બીજો જ કાઢવામાં આવે છે. આ બાળકો એક સાથે મોટા થયા છે. મારી દીકરી અલાવિયા અને નવ્યા સુકલમાંથી જ સારા મિત્રો છે. તેમના એકબીજા સાથે ઘણા મિત્રો છે.

આગળ તેમને જણાવ્યું કે સારા અલી ખાન અને મિજાન એક જ સ્કૂલમાં ભણતા હતા. તે ઘરે પણ આવતા હતા. કારણ કે તે હંમેશા એક સાથે હોતા હતા. તો તેમને એકબીજા સાથે જોડી લેવા ખુબ જ સરળ છે.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો મીંજને પોતાના કેરિયરની શરૂઆત સંજય લીલા ભણસાલીની ફિલ્મ મલાલ દ્વારા કરી હતી. હવે મિજાન ફિલ્મ હંગામા 2માં નજર આવશે. આ ફિલ્મમાં મિજાન ઉપરાંત પરેશ રાવલ, શિલ્પા શેટ્ટી અને પ્રનીતા સુભાષ પણ છે.