Life style

બાળકોને સ્કૂલના દિવસોમાં આપતી હતી આટલી જ પોકેટ મની એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની

દેશના  સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના વૈભવ વિશે જાણીએ છીએ, તેમના જીવન સાથે જોડાયેલી ઘણી એવી અવનવી બાબતો સામે આવે છે ત્યારે આપણને પણ સાંભળીને એમ  થાય કે શું ખરેખર મુકેશ અંબાણી આવું જીવન જીવતા હશે ?

પરંતુ આ હકીકત છે. મુકેશ અંબાણીનો પરિવાર જેટલું વૈભવી જીવન છે તેટલા જ પોતાના આદર્શોના પાક્કા છે. એટલે જ  ઘણી બાબતોમાં તેમના ઉદાહરણ પણ આપવામાં આવે છે, એવી જ એક બાબત છે જયારે તેમના બાળકો સ્કૂલમાં ભણતા હતા તે સમયે તેમને પોકેટમની આપવાની.

આપણે બધા એવું વિચારતા હોઈશું કે મુકેશ અંબાણીના બાળકોને ક્યાં પૈસાની ખોટ છે માટે તેમને તો ગમે તેટલી પોકેટ મની મળતી હશે, પરંતુ આ બાબતે નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જે વાત જણાવી હતી જે જાણીને તમને પણ ખરેખર નવાઈ લાગશે.

ઇન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે “જયારે મારા બાળકો નાના હતા ત્યારે દર શુક્રવારે 5 રૂપિયા હું તેમને આપતી હતી જેના કારણે તે સ્કૂલની કેન્ટીનમાં તે પૈસા વાપરી શકે. મારો નાનો દીકરો અનંત મારા બેડરૂમમાં દોડીને આવ્યો અને મારી પાસે 10 રૂપિયા માંગવા લાગ્યો.”

નીતા અંબાણીએ આગળ જણાવ્યું કે, “જયારે  મેં તેને પૂછ્યું કે શા કારણે તારે 10 રૂપિયા જોઈએ છે ? ત્યારે તેને કહ્યું કે જયારે તે સ્કૂલમાં 5 રૂપિયાનો સિક્કો પોતાના મિત્રોને બતાવે છે ત્યારે તે તેના ઉપર હસે છે અને કહે છે કે, ‘તું અંબાણી છે કે ભિખારી ?’ આ વાત સાંભળીને નીતા અંબાણી અને મુકેશ અંબાણી બંને હસવા લાગે છે.

નીતા અંબાણી પોતાના પરિવારને ખુબ જ સારી રીતે સાચવે છે. તેમને પોતાના બાળકોને પણ કયારેય પૈસાનું અભિમાન આવવા નથી દીધું. મુકેશ અંબાણી દુનિયાના પ્રમુખ ધનવાન લોકોની યાદીમાં નામ ધરાવે છે તેની પાછળનું કારણ તેમના આદર્શો પણ છે.