Bollywood

શૂટિંગમાં ગયા વગર પણ ઘરે બેઠા પ્રેગ્નેન્સીમાં કરોડો કમાણી કરી લે છે આ સેલેબ્રિટીઓ, જાણો કેવી રીતે ?

એક સમય એવો હતો જયારે બોલીવુડના સેલેબ્રિટીઓના પ્રેગ્નેન્સીની ખબરો પણ ગુપ્ત રાખવા આવતી હતી, પરંતુ આજે તમે જોઈ શકો છો કે સેલેબ્રિટીઓ પોતાના બેબી બમ્પ સાથેની ઘણી તસવીરો શેર કરતા રહે છે. હાલમાં જ વિરાટ અને અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ થયો અને દીકરી જન્મના આટલા દિવસો બાદ પણ હજુ સુધી તેનો ચેહેરો દુનિયા સામે નથી આવ્યો. ત્યારે લોકોના મનમાં પણ પ્રશ્ન થાય કે આવું શા કારણે ?

ઘણા લોકો એમ પણ વિચારે છે કે આ તેમનો અંગત નિર્ણય હશે, પરંતુ તમને જણાવી દઈએ કે સેલેબ્રિટીઓને પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન પણ કરોડો રૂપિયાની કમાણી થતી હોય છે, તે ભલે શુટીંગ સેટ ઉપર નથી જઈ શકતા તે છતાં પણ તે ઘરે બેઠા કરોડોની કમાણી જરૂર કરી લેતા હોય છે.

આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઘણી કંપનીઓ એવી છે જે સેલેબ્રિટીઓને તેમની પ્રેગ્નેન્સી દરમિયાન તેમની પ્રોડક્ટ્સના બ્રાન્ડિંગ અને પ્રમોશન માટે સંપર્ક કરે છે. તેમના સોશિયલ મીડિયા હેન્ડલ કરવા માટે અલગથી કંપની જોડાય છે.

સેલેબ્રિટીઓને પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરવા માટે સ્પોન્સરશિપ મળે છે. મેડિકલ પ્રોડક્ટ્સ બનવવા વાળી કંપની વર્ષ 2013થી અત્યાર સુધી 70થી પણ વધારે સેલેબ્રિટીઓ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુન્સર્સ સાથે એન્ડોર્સમેન્ટ કરી ચુકી છે.

થોડા વર્ષો પહેલા જયારે સિંગર કેલીસ રોજર્સ અને બોલરૂમ ડાન્સર કરીના સ્મરનઑફે પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત બ્રાન્ડ પ્રમોશન અને એન્ડોર્સમેન્ટ સાથે કરી. ત્યારથી સેલેબ્રિટીઓને બ્રાન્ડ પ્રમોશન દ્વારા કમાણી મવાની શરૂ થઇ ગઈ.

ન્યુયોર્ક ટાઈમ્સની ખબર પ્રમાણે વા સ્ટાર્સ પ્રેગ્નેન્સી માટે ગર્ભધારણથી લઈને ડિલિવરી સુધીના બધા જ પ્રોડ્કટની બ્રાન્ડિગ કરે છે. જેના માટે સેલેબ્રિટીઓને ખુબ જ સારું પેમેન્ટ પણમળે છે . કેટલાક સેલેબ્રિટીઓ તો 7 કરોડ રૂપિયા સુધીની પણ ફીસ લે છે.

ભારતમાં પણ આ બજાર છેલ્લા ઘણા સમયથી ગરમ થયેલું જેવા મળે છે. જેના માટે સેલેબ્રિટીઓ એક પીઆર ટિમ રાખે છે અને તે સેલેબ્રિટીઓની આકર્ષક તસવીરો ક્લિક કરી અને પોસ્ટ કરતા હોય છે. આ સાથે કેટલીક બ્રાન્ડ પણ તેમને સ્પોનરશીપ આપે છે.

સેલેબ્રિટીઓ ના ફક્ત બેબી બ્રાન્ડ કે પ્રેગ્નેન્સી દરમિયાન વાપરવાની વસ્તુઓનું જ પ્રમોશન કરે છે, પરંતુ તેમને પોતે પહેરેલા કપડાંનું પણ બ્રાન્ડિંગ કરતા તે જોવા મળે છે. બોલીવુડની ઘણી અભિનેત્રીઓ આ રીતે પ્રેગ્નેન્સીમાં પ્રમોશન કરે છે.

સેલેબ્રિટીઓ બ્રાન્ડના નામ સાથે આ તસ્વીરોને પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે, જેના દ્વારા તેમને કરોડોની કમાણીઓ થતી હોય છે. બેબી પ્રોડક્ટ્સ અને કપડાં ઉપરાંત તે દવાઓનું પણ પ્રમોશન કરતા હોય છે.

થોડા દિવસ પહેલા જ અભિનેત્રી કરીના કપૂરે પણ પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન યોગા કરતી કેટલીક તસવીરો શેર કરી હતી. જેની અંદર તે યોગાના અલગ અલગ પોઝ આપવાની સાથે પુમા બ્રાન્ડનું પણ પ્રમોશન કરી રહી હતી. આ યોગા દરમિયાન તેને પુમા કંપનીના સ્પોર્ટ્સ વેર પહેર્યા હતા.

તો અનુષ્કા શર્માએ પણ પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન કેટલાક ફોટોશૂટ કરાવ્યા હતા, અને ટીવી એડ પણ કરી હતી જેમાં તે પ્રેગાન્યુઝ પ્રેગ્નેન્સી કીટનું પ્રમોશન કરી રહી હતી. આ ઉરપટ પણ ઘણા એવા સેલેબ્સ હોય છે જે આ પ્રકારે ઘણી બ્રાન્ડનું પ્રમોશન કરતા જોવા મળે છે.

 

પ્રેગ્નેન્સી દરમિયાન શૂટિંગ સેટ ઉપર ના જઈ શકવા છતાં પણ ઘરે બેઠા જ આ રીતે સેલેબ્રિટીઓની કરોડોમાં કમાણી થતી હોય છે. ચાહકો પણ સેલેબ્રિટીઓને ફોલો કરે છે અને તેમની સ્ટાઇલ અને રહેણી કરણીને અનુસરે છે જેના કારણે બ્રાન્ડને પણ સારું પ્રમોશન મળી રહે છે.