Sports

અભિનેત્રીઓને ખૂબસુરતી બાબતે ટક્કર આપે છે ક્રિકેટર મનોજ તિવારીની પત્ની, સ્વર્ગની પરી જેવી દેખાય છે જુઓ તસવીરો

ભલભલી બોલીવુડની અભિનેત્રીઓને મનોજની પત્ની સામે બેકાર લાગે છે, જુઓ ગ્લેમરસ તસવીરો…

ટીમ ઇંડિયાથી લાંબા સમયથી બહાર રહેલા ક્રિકેટર મનોજ તિવારીએ વર્ષ 2013માં જુલાઇ મહિનામાં હાવડા રહેવાસી સુષ્મિતા રોય સાથે લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2006માં થઇ હતી. તેમની મિત્રતા જલ્દી જ પ્રેમમાં પરિવર્તિત થઇ ગઇ હતી.

તમને જણાવી દઇએ કે, મનોજ તિવારી અને સુષ્મિતા બંને 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ તેઓએ 2013માં લગ્ન કર્યા હતા. મનોજ તિવાની પત્ની સુષ્મિતા દેખાવમાં ખૂબ જ સુંદર છે.

તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે અને તેની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે અને ઘણીવાર તે તેની સુંદર તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે.અને તેમની તસવીરો પણ ખૂબ વાયરલ થાય છે.

મનોજ તિવારી અને સુષ્મિતાનો એક દીકરો યુવાન છે. ઘરેલુ મેચોમાં મનોજ તિવારીએ શાનદાર પ્રદર્શન કર્યુ છે, પરંતુ તિવારીને ટીમ ઇંડિયામાં ઘણા ઓછા અવસર મળ્યા છે.

વર્ષ 2012માં આઇપીએલની એક મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના બોલર લસિથ મલિંગાની બોલ પર સિક્સ માર્યા બાદ સુષ્મિતા મનોજ સાથે લગ્ન માટે તૈયાર થઇ હતી.

મનોજ તિવારી પશ્ચિમ બંગાળના છે અને સુષ્મિતા ઉત્તરપ્રદેશના એક બ્રાહ્મણ પરિવારમાંથી છે. બંનેએ પહેલા બંગાળી રીવાજોથી લગ્ન કર્યા હતા અને તે બાદ તેમણે ફરી સુષ્મિતાના ઘરના રિવાજો સાથે લગ્ન કર્યા હતા.

લગ્નના 5 વર્ષ બાદ વર્ષ 2018માં તેઓ એક દીકરાના પેરેન્ટ્સ બન્યા હતા. આ કપલ ઘણીવાર વિદેશમાં ફરવા જાય છે અને તેઓ તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા હોય છે.

મનોજ તિવારીની પત્ની સુષ્મિતા ખૂબ જ હસીન અને ગ્લેમરસ છે. તે કોઇ બોલિવુડ અભિનેત્રીથી કમ નથી.