Bollywood

કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ હાર્દિક પંડયા અને નતાશા સાથે આ રીતે કરી નવા વર્ષની ઉજવણી, જુઓ તસ્વીરો

વર્ષ 2021ની શરૂઆત થઇ ચુકી છે. વર્ષ 2021ને આવકારવા માટે 2020ના રાતથી જ પાર્ટીની શરૂઆત થઇ ગઈ હતી. બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કાએ પતિ વિરાટ કોહલી, ક્રિકેટર હાર્દિક પંડયા અને એક્ટ્રેસ નતાશા સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. જેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

વિરાટ કોહલીએ તસ્વીર શેર કરી હતી.આ તસ્વીરમાં અનુષ્કા અને વિરાટ બેહદ સુંદર દેખાઈ રહ્યા છે. આ તસ્વીર શેર કરતા વિરાટે લખ્યું હતું કે, મિત્રો જેનો રિપોર્ટ નેગેટીવ છે તે જ પોઝીટીવીટી ફેલાવી શકે છે. સારા વાતાવરણમાં મિત્રો સિવાય કંઈ નથી. આ વર્ષ ઘણી આશા, આનંદ, ખુશહાલી અને સારું સ્વાસ્થ્ય લાવશે. સુરક્ષિત રહો.  આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, અનુષ્કાએ પ્રિન્ટેડ બ્લેક ડ્રેસ પહેર્યો છે જયારે વિરાટ બ્લેક આઉટફિટમાં નજરે આવ્યો હતો.
જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા જલ્દી જ તેના પહેલા બાળકને જન્મ આપશે.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

આ પાર્ટીમાં હાલમાં જ માતા-પિતા બનેલા હાર્દિક પંડયા-નતાશા સટેન્કોવિક પણ હાજર રહ્યા હતા. નતાશા બ્લેક વનપીસમાં નજરે આવી હતી જયારે હાર્દિક પંડ્યા પણ બ્લેક આઉટફિટમાં નજરે આવ્યો હતો.

જણાવી દઈએ, અનુષ્કાએ ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં પણ એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)