Life style

ખુબ જ લગ્ઝરી જીવન જીવે છે કિમ જોંગ, એશો,આરામ અને શોખ જાણીને હેરાન રહી જશો

આન,બાન,શાનથી ભરેલી છે કિમ જોંગનું જીવન, જોઈ લો આ 10 તસ્વીરોમાં શાહી અને રંગીન જીવન

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ જેના વિશે અન્ય દેશોને ખુબ જ ઓછી જાણકારી હશે, આ સિવાય તે સાઉથ કોરિયાની બાબતો પણ ગુપ્ત જ રાખે છે. જણાવી દઈએ કે અમુક મહિનાઓ પહેલા કિમ જોંગની તબિયત ખરાબ થઇ જવાની અફવાઓ સામે આવી હતી જેને લીધે તે ખુબ ચર્ચામાં આવી ગયા હતા. કિમ જોંગ મિલિયન્સ સંપત્તિના માલિક છે અને એશો-આરામનું જીવન જીવે છે. એવામાં આજે અમે તમને કિમ જોંગની આલીશાન અને લગ્ઝરીયસ લાઈફસ્ટાઇલ વિશે જણાવીશું જેને જાણીને તમે પણ હેરાન રહી જશો.

કિમ જોંગની પાસે દરેક સુખ-સુવિધાની વસ્તુઓ છે. તેની પાસે બોમ્બથી સુરક્ષિત બંગલા છે કોઇપણ પ્રકારના પરમાણુ હમલાને સહન કરી શકે છે, પ્રાઇવેટ જેટ, લાખો રૂપિયાની ઘડિયાળો, મોંઘી મોંઘી ગાડીઓ અને યૉટ, પોતાનું આઇલેન્ડ અને 2000 છોકરીઓ માટે પ્લેજર સ્કોડ પણ છે.

કીમની પાસે પુરા ઉત્તર કોરિયામાં ઓછામાં ઓછા 17 આલીશાન મહેલો છે, પણ મોટાભાગે કિમ પ્યોન્ગયાંગના રયોન્ગસૉન્ગ નિવાસમાં વિતાવે છે, જેને અમુક સમય પહેલા જ ફરીથી રિનોવેટ કરવામાં આવ્યો હતો. આ ઘરના મેદાનમાં એક રનિંગ ટ્રેક, એક વિશાળ સ્વિમિંગ પુલ, ઘોડાના તબેલાઓ, સવારી ક્ષેત્ર, એક શૂટિંગ રેન્જ અને ઘોડાદોડ માટેના ટ્રેક પણ શામિલ છે. આ સિવાય તેના વોનસૈન દ્વીપ પર 500 મીટરનું એરસ્ટ્રીપ પણ છે.

તેના આ નિવાસને સેન્ટ્રલ લગ્ઝરી મેંશન પણ કહેવામાં આવે છે. જેની ચારે બાજુએ લાગેલી ફેસિંગમાં કરંટ ઉત્પન્ન થાય છે, અને ઘરની સુરક્ષા માટે મિલિટ્રીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સિવાય ચારે બાજુએ બારુદી સુરંગ પણ લગાવવામાં આવેલી છે. કિમએ નાની ઉંમરથી જ લગ્ઝરી ગાડીઓનું સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું હતુ.

કિમ પાસે 100 કરતા પણ વધારે યુરોપિયન લગ્ઝરી ગાડીઓનો કાફલો છે. જેમાં મર્સીડીઝ બેન્ઝ તેની પ્રિય બ્રાન્ડ છે. તેની ગાડીઓની કુલ કિંમત 1.7 મિલિયન ડોલર છે.

વોનસૈન દ્વીપ માં કિમના નિવાસ સ્થાને ફૂટબોલ સ્ટેડિયમ પણ છે. રિક્રિએશન સેન્ટર, શૂટિંગ રેન્જ, યૉટ બર્થ, થિયેટર, બાસ્કેટ બોલ કોર્ટ વગેરે છે. અહીં તેના ઘરની સુરક્ષા માટે સમુદ્રમાં હાર્બર પ્રોટેક્શન બ્લોક્સ પણ લગાવવામાં આવ્યા છે.

સમુદ્રમાં યાત્રા કરવા માટે તેની પાસે એક આલીશાન જહાજ પણ છે. 8 મિલિયન ડોલરનું આ 200-ફૂટ જહાજકસ્ટમ બ્રિટિશ કંપની દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું છે, આ સિવાય અન્ય એક 90 ફૂટનું જહાજ પણ છે.

સ્થાનીય સ્તર પર ખુબ સસ્તી દારૂ ઉપલબ્ધ છે, પણ કિમ વિશેષ રૂપે મોંઘી દારૂ, વહીસ્કી, કોન્યેયનું આયાત કરવાનું પસંદ કરે છે. તેની પસંદગીમાંનું એક હેનેસી, તેને આયત કરવા માટે એક બોટલના 2,000 ડોલર ખર્ચ કરવા પડે છે. એટલે કે તે માત્ર એક વર્ષના 8 મિલિયન ડોલર દારૂ માં જ ખર્ચી નાખે છે.

કિમને ખાવા-પીવાનો પણ ખુબ જ શોખ છે. તેને ફોઈ ગ્રાસ, લોબ્સ્ટર અને કૈવિયર નામની ટોપ ક્વૉલિટીની માછલીની સાથે સાથે તેના ઈંડા ખાવાનું પણ પસંદ કરે છે. આંતરરાષ્ટ્રીય યાત્રાઓ પર તે પોતાના રસોઇયાઓને પણ સાથે જ લઈને જાય છે.

કીમની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ પણ છે જે રુસી આઇએલ-62 જેટલાઇનર છે જેની કિંમત કરોડોમાં છે. આ જેટનુ નામ ‘એરફોર્સ ઉન’ છે. કીમના ઉપર ઘણા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ છે જેથી તે લગ્ઝરી વસ્તુઓની આયાત ન કરી શકે છતાં પણ તેણે વર્ષ 2017 માં દારૂ, મ્યુઝીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, મોંઘી ગાડીઓ અને એક સમુદ્રી જહાજ માટે 4669 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

કિમ પાસે એકે આઇડબ્લ્યુસી પોર્ટોફિનો ઑટોમેટિક ઘડિયાળ છે જેની કિંમત 9.47 લાખ રૂપિયા છે. આગળના વર્ષે એક પરમાણુ મિસાઈલ ટેસ્ટ કરતી વખતે તેને આ ઘડિયાળ પહેરેલા જોવામાં આવ્યા હતા. આ સિવાય કિમ ફ્રાન્સની યીવ્સ સેન્ટ લૉરેંટ કંપનીની ડિઝાઈનર સિગરેટ પીવાનું પસંદ કરે છે જેનું એક પેકેટ 3000 રૂપિયાનું આવે છે.