Bollywood

બીજી પ્રેગ્નેન્સી બાદ નથી હવે કરીનાને વજન ઉતારવાની જલ્દી, મોડી રાત્રે મિત્રો સાથે ઝેબ્રા પ્રિન્ટ આઉટફિટમાં કરતી જોવા મળી હેન્ગઆઉટ

બીજા બાળકના જન્મ પછી કેવું ફિગર થઇ ગયું કરીનાનું? જુઓ તસવીરો

બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રી અને સૈફ અલી ખાનની બીજી પત્ની કરીના કપૂર હવે બીજીવાર માતા બની ચુકી છે. તેને એક દીકરાને જન્મ આપ્યો છે. કરીના પોતાની પહેલી પ્રેગ્નેન્સીને લઈને ખુબ જ કાળજીપૂર્ણ જોવા મળી હતી, પરંતુ બીજી પ્રેગ્નેન્સી દરમિયાન તે જરૂરી વાતોનું જ ધ્યાન રાખતી જોવા મળી હતી.

હાલમાં જ કરીનાને ફિલ્મ મેકર કરણ જોહરના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન કરીના કપૂરની ઘણી જ તસવીરો કેમરામાં કેદ કરવામાં આવી હતી, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

આ દરમિયાન કરીનાએ ઝેબ્રા આઉટફિટ પહેર્યું હતું, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. પોતાની પ્રેગ્નેન્સી બાદ કરીના પહેલીવાર આવા સ્ટાઈલિશ લુકમાં જોવા મળી હતી.

કરીનાની સામે આવેલી તસ્વીરોમાં તેની સાથે કરીનાની ખાસ ફ્રેન્ડ અને અભિનેત્રી અમૃતા અરોરા પણ જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે મોડી રાત્રે કરીના પોતાના ખાસ મિત્ર કરણ જોહરના ઘરે હેન્ગઆઉટ માટે પહોંચી હતી.

કરીનાની સામે આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે બીજી પ્રેગ્નેન્સી બાદ કરીના કપૂરે ઘણું જ વજન ઉતારી લીધું છે અને બેબોને આ વખતે વજન ઓછું કરવાની જલ્દી પણ નથી દેખાઈ રહી.

જો કે પોતાની પહેલી પ્રેગ્નેન્સી બાદ કરીનાએ ખુબ જ ઓછા સમયમાં પોતાનું વજન ઓછું કરી અને પોતાની ફિગર મેઇન્ટેન કરી લીધી હતી.

સામે આવેલી તસ્વીરોમાં કરીના પોતાની સલામતીનું પણ ખાસ ધ્યાન રાખતી જોવા મળી હતી, તેને પોતાના ચહેરાને માસ્કથી કવર કર્યો હતો. કરીનાની આ તસ્વીરોને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે, સોશિયલ મીડિયામાં હાલ આ તસવીરો પૂર ઝડપે વાયરલ થઇ રહી છે.

કરીનાના બીજા દીકરાનું નામ અને તેનો પહેલો લુક જોવા માટે પણ ચાહકો ખુબ જ ઉત્સાહિત છે, પરંતુ હજુ સુધી તેનો પહેલો લુક સામે નથી આવ્યો.

જો કે કરીનાએ વુમન્સ ડેના અવસર ઉપર પોતાના દીકરા સાથેની તસ્વીર તો શેર કરી હતી, પરંતુ જેમાં કરીનાએ તેનો ચહેરો છુપાવીને રાખ્યો હતો.

કરીના અને સૈફે પોતાના દીકરાનું નામ પણ હજુ સુધી જાહેર નથી કર્યું, હજુ પણ તેમને દીકરાના નામને લઈને સસ્પેન્સ બનાવી રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે સૈફ અને કરીનાના પહેલા દીકરા તૈમુરને લઈને ખુબ જ મોટો વિવાદ થયો હતો જેના કારણે પણ તે પોતાના બીજા દીકરાનું નામ જાહેર નથી કરવા માંગતા.