Bollywood

પ્રેગ્નેન્સીમાં પણ કામ કરતા નથી હિચકિચાતી કરીના કપૂર, ફૂલેલા ગાલ અને વગર મેકઅપે આમની સાથે જોવા મળી

પ્રેગ્નેન્સીમાં પણ થાકતી નથી સેફની બેગમ, જુઓ તસ્વીરોમાં ગાલ કેવા ફુલાઈ ગયા અને પગમાં તો…

બોલિવૂડમાં બેબોના નામે ઓળખાતી કરીના કપૂર હાલમાં પ્રેગ્નેન્સી પિરિયડ એન્જોય કરી રહી છે. કરીના અને સૈફ બીજી વાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે અને આ ખુશી બંનેના ચહેરા ઉપરથી જ દેખાઈ આવે છે. કરીના પોતાની પ્રેગ્નેન્સીના કારણે ખુબ જ ચર્ચામાં છવાયેલી રહે છે.

જણાવી દઈએ કે હાલમાં જ કરીનાએ એક પોસ્ટ ઇન્સ્ટાગ્રામમાં શેર કરી હતી. જેમાં તે પોતાની ગર્લ ગેંગ સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. આ પાર્ટીમાં તેની ખાસ મિત્ર મલાઈકા અરોડા, અમૃતા અરોડા અને નતાશા પુનાવાળા સાથે જોવા મળી હતી. આ બધા એ મળીને એક રેસ્ટોરન્ટમાં ડિનર કર્યું હતું.  જણાવી દઈએ કે કરીનાને પ્રેગ્નેન્સીના આઠમોં મહિનો ચાલી રહ્યો છે. તેમ છતાં તે ઘર આરામ કરવાની જગ્યાએ બહાર નીકળી રહી છે.

આ પાર્ટીમાં કરીનાએ વાદળી રંગનો ડ્રેસ પહેર્યો છે. આ તસવીરમાં તમે તેના ફૂલેલા ગાલ અને વગર મેકઅપમાં જોઈ શકો છે. પ્રેગ્નેન્સીના કારણે કરીનાના પગ પણ સુજી ગયા છે.

જણાવી દઈએ કે કરીના હાલમાં પોતાના નવા ઘરનું ઇન્ટિરિયર કરાવી રહી છે. તે રોજ પોતાના નવા ઘરે એકવાર ચેક કરવા જરૂર જાય છે. મળેલી માહિતી પ્રમાણે કરીના પોતાના બીજા બાળકના જન્મ પહેલા નવા ઘરે શિફ્ટ થવાના છે. તેનું આ નવું ઘર જુના ઘરની એકદમ સામે જ છે.

જણાવી દઈએ કે હાલમાં કરીના મીડિયાના ફોટોગ્રાફર સામે પોસ્ટ આપવાથી પણ હિચકિચાય છે. તે કાયમ સાંજના ચાલવા નીકળે છે ત્યારે તે કેમેરામેનથી દૂર જ રહે છે.

કરીનાના હવે ચાલવામાં પણ તકલીફ થયા છે પરંતુ તે પોતાની અને બાળકની તંદુરસ્તી માટે ચાલવા જરૂર જાય છે.

તે ટૂંક જ સમયમાં બીજા બાળકને જન્મ આપવાની છે અને આ કારણે તેનું વજન પણ ખાસું વધી ગયું છે પણ કરીનાના આ વાતનું કોઈ ટેંશન નથી કેમ કે તેને આ વાતનો અનુભવ તૈમુર વખતે થઇ ગયો છે.

આ સમયે તેને ફેશન અને સ્ટાઇલ કરવાનું છોડી દીધું છે. હાલમાં તે એવા કપડાં સિલેક્ટ કરે છે જે પહેરવામાં કમ્ફર્ટેબલ હોય. પ્રેગ્નેન્સીમાં કામની બાબતમાં કરીનાએ કહ્યું હતું કે પ્રેગ્નેન્સી કોઈ બીમારી નથી કે હું ઘરે બેસી જવું. એક વાત સાચી છે કે તેમે થોડી તકલીફ થયા છે પરંતુ તમારે પોતાને બચાવી રાખવા જોઈએ. માત્ર પ્રેગ્નેન્સીના કારણે કામ છોડી દેવું ખરું ડિસિઝન નથી.

જણાવી દઈએ કે હાલમાં કરીના તૈમુર સાથે એકલી છે. સૈફ પોતાની એક ફિલ્મની શૂટિંગના કારણે શહેરથી બહાર ગયો છે. તેથી માતા બબીતા, પપ્પા રણધીર કપૂર અને બહેન કરિશ્મા તેને મળવા આવતા રહે છે.