Bollywood

જાણો કરન જોહરની લવ લાઈફના ડાર્ક સિક્રેટ્સ: શાહરુખ સહીત આ 5 કલાકાર સાથે અફેરની થઈ હતી ચર્ચા

કરન જોહરને બોલીવુડના સૌથી પ્રખ્યતા ફિલ્મ મેકરમાના એક માનવામાં આવે છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી તે ઘણા વિવાદોમાં ઘેરાઈ ગયા છે, તેના પર નેપોટિઝમના લગાતાર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

તેની પહેલા પણ તેના પર આવા આરોપો લાગી ચુક્યા છે. કરન જોહર સાથે જોડાયેલો એક અન્ય મુદ્દો પણ છે, જે હંમેશા ચર્ચાનો વિષય બનેલો રહે છે, અને તે છે તેની જાતિ(sexuality), તેના રિલેશન અને લવ લાઈફ.  મોટાભાગે તેની જાતિ પર સવાલ ઉઠાવવામાં આવે છે અને સોશિયલ મીડિયા પર તેનો મજાક પણ બનાવવામાં આવે છે. એવામાં આજે અમે તમને એવા કલાકારો વિશે જણાવીશું જેની એક સમયે કરન જોહર સાથે રિલેશન હોવાની ચર્ચા થઇ હતી.

1. ટ્વીન્કલ ખન્ના:
તમને એ જાણીને નવાઈ લાગશે કે કરન જોહરનો પહેલો પ્રેમ અક્ષય કુમારની પત્ની ટ્વીન્કલ ખન્ના હતી. બંન્ને એક જ શાળામાં અભ્યાસ કરતા હતા, એવામાં કરન ટ્વીન્કલ પર ફિદા થઇ ગયા હતા, જો કે તે પોતાના દિલની વાત ટ્વીન્કલને જણાવે તેની પહેલા ટ્વીન્કલના જીવનમાં અક્ષય કુમારની એન્ટ્રી થઇ ચુકી હતી.આ વાતનો ઉલ્લેખ ટ્વિન્કલે પોતાની બુક ‘મિસેસ ફનીબોન’ માં કર્યો હતો. એવું પણ જાણવા મળ્યું હતું કે ફિલ્મ કુછ કુછ હોતા હૈ માં અંજલિનો કિરદાર કરને ટ્વીન્કલ માટે લખ્યો હતો પણ ટ્વિન્કલે આ ફિલ્મ માટે ના કહી દીધી અને આ રોલ પછી કાજોલને મળ્યો હતો, જો કે આજે ટ્વીનલ અને કરન સારા એવા મિત્રો છે.

2. શાહરુખ ખાન:
શાહરુખ ખાન અને કરન સારા એવા મિત્રો છે, બંન્નેએ મળીને ઘણી હિટ ફિલ્મો આપી છે. બંન્ને વચ્ચે આટલી નજિતના હોવાને લીધે તેઓના સંબંધ પર પણ એક સમયે સવાલ ઉઠાવવામાં આવી ચુક્યા હતા. બંન્નેના ઇન્ટરનેટ પર ઘણા જોક્સ અને મીમ્સ પણ સામે આવ્યા હતા અને મજાક બનાવવામાં આવ્યો હતો.જો કે કરને પોતાની બાયોગ્રાફી ‘એન અનસૂટેબલ બોય’ માં સ્પષ્ટ જણાવ્યું હતું કે તે અને શાહરૂખ માત્ર સારા એવા મિત્રો છે”.

3. સિદ્ધાર્થ મલ્હોત્રા:
સિદ્ધાર્થની સાથે કરનની ખાસ મિત્રતા પણ બોલીવુડમાં ખુબ ચર્ચામાં રહી હતી. બંને વચ્ચે એટલી ગાઢ મિત્રતા હતી કે બંન્ને પેરિસ પણ ફરવા માટે ગયા હતા. જેના પછી જ કરને સિદ્ધાર્થને સ્ટુડન્ટ ઓફ ધ ઈયર ફિલ્મ માટે લીડ રોલ આપ્યો હતો. એવું પણ ચર્ચામાં રહ્યું તું કે કરને જ આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થના રિલેશનની અફવા ફેલાવી હતી જેથી પોતાનું અને સિદ્ધાર્થ વચ્ચેનું રિલેશન છુપાવી શકાય.

4. મનીષ મલ્હોત્રા:
ફેશનની દુનિયાનું મોટું નામ, ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની સાથે કરનની ખાસ બોન્ડિંગ પણ ચર્ચાનો વિષય બની હતી. બંન્ને એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા જેને લીધે તેઓના અફેરની ચર્ચા પણ રહી હતી. બંન્ને અકેસાથે ખુબ પાર્ટીઓ કરતા હતા.

5. એકતા કપૂર:
ટીવી જગતની કવિન એકતા કપૂર અમે કરન જોહરના રિલેશનની ખબરો વર્ષ 2000 માં ખુબ સામે આવી હતી.એવું પણ કહેવામાં આવતું હતું કે બંન્ને જલ્દી જ લગ્ન કરાના છે, જો કે આમાનું કઈ જ થયું ન હતું.