Bollywood

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ની સોનુ હવે લાગે છે ખૂબ જ ગ્લેમરસ અને હોટ, જુઓ તસવીરો

તારકની જૂની સોનુનું ફિગર અત્યારે કમાલ થઇ ગયું છે, જોતા જ આંખો પહોળી થઇ જશે..જુઓ તસવીરો

લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” 28 જુલાઈ 2008ના રોજ શરૂ થયો હતો. જે તમે બધા જાણો જ છો. સતત 12 વર્ષોથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”શોમાં સૌથી પહેલા ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ ટુકારામ ભિડેની દીકરી સોનૂ ભીડેનો રોલ ઝીલ મહેતાએ નિભાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_)

સોનૂ ટપુ સેનાની સભ્ય હતી, જો કે હાલમાં તો સોનૂનો રોલ ઝીલ મહેતા નિભાવી રહી નથી. તેણે છેલ્લા ઘણા સમયથી આ શો છોડી દીધો છે. પરંતુ આજે પણ ઝીલ મહેતા લોકોના દિલ પર રાજ કરે છે.

ઝીલ મહેતાએ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો શરૂ થતાની સાથે જ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. આ બાદ તે 4 વર્ષ સુધી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોનો ભાગ રહી હતી. મીડિયા રીપોર્ટની માનીએ તો, ઝીલને વધુ લાઇમલાઇટમાં રહેવું પસંદ નથી. તે જ માટે તે ઘણીવાર ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની પાર્ટીઓમાં જવાનુ પસંદ કરતી નથી.

ઝીલ મહેતા તેના ક્લોઝ મિત્રો અને પરિવાર સાથે ક્વોલિટી સમય વીતાવાનું પસંદ કરે છે. તેનું કહેવુ છે કે, પરિવારનુ મહત્વ સૌથી વધુ છે. તેમના ઘણા ચાહકો એ જાણવા ઇચ્છે છે કે, તેમણે આ શો કેમ છોડ્યો હતો ?

ઝીલ મહેતાને સોનૂના પાત્રમાં ઘણી લોકપ્રિયતા હાંસિલ થઇ છે. ખબરો અનુસાર, ઝીલની બોર્ડની પરીક્ષા હતીઅને તે તેનું બધુ જ ધ્યાન તેના અભ્યાસમાં લગાવવા ઇચ્છતી હતી. એ જ કારણે તેણે શો છોડી દીધો હતો.

સોનુ એટલે કે ઝીલ મહેતાનો જન્મ 28 જૂન 1995 ના રોજ મુંબઇમાં થયો હતો, જ્યારે તે શોમાં જોડાઇ હતી, તે સમયે તે માત્ર 12 વર્ષની હતી, પરંતુ તેણે થોડા સમય બાદ શો છોડી દીધો હતો. તમને એ પણ જણાવી દઈએ કે ભલે તેણે આ શો છોડી દીધો હોય પરંતુ આજે પણ તેની લોકપ્રિયતા ઓછી થઈ નથી.

આ દિવસોમાં સોનુની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રમાણમાં શેર કરવામાં આવી રહી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે..ઝીલ મહેતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહેતી હોય છે. ઝીલને ટ્રાવેલિંગ કરવુ ઘણુ પસંદ છે, ઘણીવાર તે આઉટિંગની તસવીરો શેર કરતી હોય છે.

તમને જણાવી દઇએ કે, ઝીલ એમબીએનો અભ્યાસ કરી રહી છે. તે એક ઇ-કોમર્સ કંપની સાથે કામ કરે છે અને હાલ તો તેનો ઇન્ડસ્ટ્રીમાં પાછા આવવાનો કોઇ પ્લાન નથી. ઝીલ સોશિયલ મીડિયા પણ તેની અનેક ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. ચાહકો પણ ઝીલની તસવીરોને ખૂબ જ પસંદ કરે છે.