News

તમારી સેલેરી કરતા પણ વધુ કમાણી કરે છે આ ભિખારી, એક નહીં પરંતુ ત્રણ પત્નીઓનો ઉઠાવે છે ખર્ચ

ત્રણ – ત્રણ સુંદર પત્નીઓની સાથે મજા કરે છે ભિખારી, કમાણી જોઇને આંખે અંધારા આવી જશે

આપણા બધાના મગજમાં ભિખારીની છાપ કંઈક આવી હોય છે. એક ગરીબ અને લાચાર વ્યક્તિ જેની પાસે ખાવા માટે પૂરતા પ્રમાણમાં ખોરાક નથી, પહેરવા માટે સારા કપડાં નથી અને જીવવા માટે કોઈ આશ્રય નથી. આ વ્યક્તિ આખો દિવસ લોકો સામે હાથ લાંબો કરીને ભીખ માંગે છે અને ભીખના પૈસાથી જ તેનું જીવન ચાલે છે. પરંતુ આજે અમે તમને એવા ભિખારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વિષે જાણીને તમારા મગજમાંથી ભિખારીની છાપ બિલકુલ ગાયબ થઇ જશે.

જણાવી દઈએ કે, આજે જે ભિખારી વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે ખૂબ જ આલીશાન જીવન જીવે છે અને આ જીવનશૈલી જોઈને દરેક જણ આશ્ચર્યચકિત થાય છે, તમને જણાવી દઈએ કે, જે ભિખારીની વાત કરી રહ્યા છીએ તે ઝારખંડનો એક ભિખારી છે. ભિખારીની રહેણી કરણી જોઈને લોકો તેને ગરીબ સમજે છે જયારે તેની અસલિયત સામે આવે છે ત્યારે બધા લોકો હેરાન થઇ જાય  છે. આ ભિખારી નથી પરંતુ લાખોપતિ છે. આ પહેલી વાર નથી પરંતુ આ પહેલા ઘણી વાર સામે આવ્યું છે કે ભિખારી લાખોપતિ અને કરોડપતિ છે.

ઝારખંડનો 40 વર્ષીય છોટુ બરાઇક એક ગરીબ અને લાચાર ભિખારી જેવો દેખાય છે, હકીકતમાં તે બિલકુલ એવો નથી, પરંતુ તેની સત્યતા એ છે કે તે આખો દિવસ શેરીઓમાં ભીખ માંગતો હોય છે પણ રાત્રે તેની પાસે એક નહીં પણ ત્રણ પત્ની સાથે રાજાની જેમ આલીશાન જિંદગી જીવે છે.

ચક્રધારપુર રેલ્વે સ્ટેશન પર બેસીને આખો દિવસ ભીખ માંગે છે. આ ભિખારીની સૌથી રસપ્રદ વાત એ છે કે અહીં લોકોનાં લગ્ન નથી થતા અને આ ભિખારીએ ત્રણ લગ્ન કર્યા છે અને પોતાની ત્રણ પત્નીઓને એક-એક દુકાન ખોલી છે. ત્રણે પત્નીઓ દુકાનમાં સારો ધંધો કરે છે. તેની પત્નીઓ પણ દુકાનમાંથી મહિને 40 થી 50 હજાર રૂપિયા લે છે. પત્નીઓ પણ  તેના પતિથી ખૂબ જ ખુશ છે કારણ કે તેને ક્યારેય કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી કારણ કે આ ભિખારી પોતે ભીખ માંગીને એટલા પૈસા કમાય છે જેટલું લોકો કમાવા માટે રાત-દિવસ એક કરે છે.

જો સૂત્રોની વાત માનીએ તો, આ ભિખારી દિવસમાં આશરે એક હજારથી બારસો રૂપિયાની કમાણી કરે છે, એટલે કે જો તે તેના મહિનાની કમાણી જુએ છે, તો તે માત્ર ભીખ માંગીને જ 30 થી 40 હજાર હજાર રૂપિયા કમાય છે, જે એક મોટી રકમ છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ ભિખારીએ 20 ભિખારીઓને રાખ્યા છે જેની પાસે તે ભીખ માંગવાનું કામ કરાવે છે અને તેમની પાસેથી કમિશન લે છે. જેમાં આ 10 હજારનો ફાયદો કરે છે. મહિનામાં આશરે 30 થી 40 હજાર રૂપિયા કમાતા આ ભિખારી ખરેખર મોટી આશ્ચર્યજનક છે.