Gajab

18 વર્ષની ઉંમરમાં છૂટાછેડા, છતાં પણ જિંદગી સામેનો જંગ લડતી રહી આ યુવતી, આજે બનાવી પોતાની ઓળખ

આપણા દેશની અંદર ભલે સ્ત્રીની સ્વતંત્રતાની વાતો કરવામાં આવે પરંતુ જો હકીકત જોવા જઈએ તો આજે પણ ઘણી સ્ત્રીઓ સમાજની અંદર દબાઈ રહી છે. જો સ્ત્રી પોતાની જાતે સ્વતંત્ર થવાની ઈચ્છા રાખે તો લોકો તેના કેરેક્ટર ઉપર પણ સવાલ ઉઠાવે છે. જેના કારણે ઘણી સ્ત્રીઓ સામાજિક અને માનસિક અત્યાચારોનો ભોગ પણ બને છે. અને ક્યારેક સમય કરતા વહેલા મૃત્યુને વહાલું કરી દેતી હોય છે.

પરંતુ આજે અમે તમને એક એવી સ્ત્રી વિશે જણાવવાના છીએ જેને પોતાના જીવનમાં ઘણા દુઃખો જોયા છતાં પણ હાર ના માની, કેટલીય એવી પરિસ્થતિઓમાંથી પસાર થઇ જેના વિશે આપણે પણ કલ્પના ના કરી શકીએ. પરંતુ આજે તેનું એક આગવું નામ છે. આગવી ઓળખ છે.જો સ્ત્રી પોતાની જાતે સ્વતંત્ર થવાની ઈચ્છા તો પણ ઘણા લોકો ને ખુબ તકલીફ પડે છે.

આ યુવતીનું નામ છે જાસ્મીન. જે કેરળના કાલીકટની રહેવાસી છે. જાસ્મીમ ઉપર માત્ર 18 વર્ષની ઉમંરમાં બડ ળાત  ત્કા ર ગુજરાવામાં આવ્યો હતો, ત્યારબાદ 18 વર્ષની ઉંમરમાં જ તેને છૂટાછેડા લઇ લીધા હતા.અને  જાસ્મીન એ સમયે ખુબ ઉદાસ થઇ હતી

17 વર્ષની ઉંમરમાં જાસ્મીનના લગ્ન એવા છોકરા સાથે કરી દેવામાં આવ્યા જેની સાથે તે પહેલીવાર જ મળી હતી. જાસ્મીન જયારે તેના પતિને મળી ત્યારે તેને એમ લાગ્યું કે તે વ્યક્તિ તેને દરેક રીતે હેરાન કરવા માંગે છે. તેનો પતિ તેના ઉપર સતત અત્યાચાર કરતો રહ્યો. ત એને ઘણીવાર ઘરેલુ હિંસાનો પણ સામનો કર્યો અને આખરે તેને છૂટાછેડા લઇ લીધા.

પરંતુ મુશ્કેલીઓની શરૂઆત છૂટાછેડા બાદ થઇ. જયારે તે પોતાના પિયરમાં આવી ગઈ ત્યારે તેને ખબર પડી કે તે આ પરિવાર માટે ભાર રૂપ છે. તરત જ પરિવારજનો તેના બીજા લગ્ન વિશે વાત કરવા લાગ્યા. તેના બીજા લગ્ન પણ થઇ ગયા અને અહીંયા પણ પહેલા જેવી જ પરિસ્થિતિ રહી. તેને બીજા લગ્નમાં પણ શારીરિક અને માનસિક યાતનાઓનો સામનો કરવો પડ્યો.

થોડા મહિનામાં જ તેને ખબર પડી કે તે ગર્ભવતી છે. આ સાંભળીને તે ખુબ જ ખુશ હતી, તેને એમ લાગ્યું કે હવે જીવવાનું બીજું કારણ મળી ગયું. પરંતુ જ્યારે તેને પોતાના પતિને પોતે ગર્ભવતી હોવાની વાત જણાવી ત્યારે તેના પતિએ તેને પેટ ઉપર માર માર્યો. જેના થોડા જ સમય બાદ જાસ્મીનનું એબોર્શન થઇ ગયું.

ત્યારબાદ જાસ્મીનને અનુભવ થયો કે હવે તેને પોતાના માટે જ જીવવું પડશે. તેને તરત જ પોતાના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરાવ્યો અને તેની ધરપકડ કરાવી દીધી.પોતાના જીવનની નવી શરૂઆત કરવા માટે તેને એક ફિટનેસ સેન્ટર જોઈન કર્યું. જ્યાં તેને એક નવો ઉદ્દેશ્ય પ્રાપ્ત થયો.

તેને જલ્દી જ તેનો ટ્રાન્સ્ફોર્મેનશન વીડિયો બનાવ્યો અને તે ખુબ જ વાયરલ થઇ ગયો.જાસ્મીન કહે છે. “હવે મારી પાસે એક સારી નોકરી છે અને લોકો મને મારા કામથી ઓળખે છે. એક સાચા નિર્ણયે મારુ જીવન સંપૂર્ણ રીતે બદલી નાખ્યું છે.” આજે જાસ્મીન લેવલ થ્રી ફિટનેસ ટ્રેનર છે.