Bollywood

અભિનેત્રીઓ પ્રત્યેના રવૈયાને લઈને જ્હાન્વી કપૂરનો સવાલ “કપડાં જોઈને ચારિત્ર્ય ઉપર સવાલ કેવી રીતે ઉઠાવી શકો છો?”

અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જ્હાની કપૂર બોલીવુડમાં એંટ્રી કરવાની સાથે જ ઘણી પ્રખ્યાત થઇ ગઈ છે. હજુ તેની એટલી ફિલ્મો નથી કરી છતાં પણ ચર્ચિત અભિનેત્રીઓના લિસ્ટમાં તેનું પણ નામ જોડાયેલું છે. એક ન્યુઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂની અંદર જ્હાનવીએ પોતાના સેક્સિઝમ વિશે ખુલીને વાત કરી હતી.

જ્હાનવીએ આ વાતચીતમાં જણાવ્યું કે “મિટિંગ કે વાર્તા સાંભળતા ઘણીવાર જયારે તેમની પાસે કોઈ પુરુષ સહ અભિનેતા હાજર હોય છે તો લેખક અથવા નિર્દેશક સીન સમજાવતી વખતે અભિનેતા કરતા અભિનેત્રી તરફ વધારે જુએ છે.”

જ્હાનવીએ આગળ જણાવતા કે: “ઘણીવાર મને એમ લાગ્યું કે કદાચ મારો રોલ વધારે લાંબો છે, કે પછી સીન એવો હશે, પરંતુ પછી મને ખબર પડી કે આ તો લોકોની એક મનોદશા છે, જે ઘણા લોકોના મનમાં ઘર કરી ગઈ છે.

આ વિશે વિસ્તારથી વાત કરતા જ્હાનવીએ જણાવ્યું કે: “એના ઉપર ખુબ જ ધ્યાન આપવામાં આવે છે કે તે કેવા દેખાય છે, કેવી રીતે વર્તન કરે છે. તેમને બહુ જ જલ્દી પોતાની ઉપસ્થિતિ અને અભિનેત્રી શું પહેરી રહી છે, તે વાતોને આંકવામાં આવે છે. એટલું જ નહિ, ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયામાં પણ કોમેન્ટનો સામનો કરવો પડી શકે છે.”

જ્હાનવીએ કપડાં વિષે પણ જણાવતા કહ્યું કે: “એક છોકરીએ કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ તેને લઈને પણ કોમેન્ટો મળે છે. કોઈ શું પહેરે છે તેના આધાર ઉપર તમે કોઈના ચારિત્ર્ય ઉપર પ્રશ્નો ના ઉભા કરી શકો.”

જ્હાન્વી આગળ જણાવે છે: “લોકોને લાગે છે કે કોઈને નીચું બતાડવા માટે કેટલીક વાતો કહેવી યોગ્ય છે. એક મહિલાના રૂપમાં કોઈ નિશ્ચિત માનક પુરી નથી કરતા તો દરેક કોઈને કંઈપણ કહેવાનો અધિકાર મળી જાય છે.”

જ્હાન્વી જલ્દી જ “ગુંજન સક્સેના કારગિલ ગર્લ” અને “દોસ્તના-2” જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે.