દિવંગત અભિનેત્રી શ્રીદેવીની લાડલી દીકરી જાહ્નવી કપૂરે ફિલ્મ ‘ધડક’ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂરનો સાવકો ભાઈ ઈશાન ખટ્ટર પણ મુખ્ય કિરદારમાં જોવા મળ્યો હતો. ફિલ્મ કઈ ખાસ હિટ રહી ન હતી પણ ફિલ્મમાં જાહ્નવી કપૂરના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.
View this post on Instagram
જાહ્નવી કપૂરની ફિલ્મ રુહી અમુક દિવસો પહેલા જ રિલીઝ થઇ છે, ફિલ્મમાં તે ભુતનીના કિરદારમાં જોવા મળી રહી છે. ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુન શર્મા પણ મુખ્ય કિરદારમાં જોવા મળી રહ્યા છે. આ હોરર કોમેડી ફિલ્મ દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.
View this post on Instagram
ફિલ્મની સફળતા પછી જાહ્નવીએ ઇન્સ્ટાગ્રામ પર ‘આસ્ક મી ઍનીથિન્ગ’ સેશન રાખ્યું હતું, આ દરમિયાન ચાહકોએ તેને ઘણા દિલચસ્પ સવાલો પૂછ્યા હતા, અને જાહ્નવીએ પોતાના અંદાજમાં જવાબો પણ આપ્યા હતા.
એવામાં એક યુઝરે જાહ્નવીને પૂછી લીધું કે,”શું અમે કિસ કર શકીએ?” જાહ્નવીએ આ વાતનો જવાબ પોતાની સેલ્ફી પોસ્ટ કરીને આપ્યો હતો. આ સેલ્ફીમાં તેણે પોતાના ચેહરા પર માસ્ક પહેરી રાખ્યું છે. એવામાં જાહ્નવીએ આડકતરી રીતે ચાહકની આ ઈચ્છાને ‘ના’ કહી હતી.