Bollywood

સલમાન ખાને કઈ રીતે વિદેશી યુલિયા વંતુરને પટાવી? કેવી રીતે મળ્યા? ભારત આવવાની પુરી સ્ટોરી આ છે

રોમાનિયાનાની ટીવી એક્ટ્રેસ અને મોડેલ યુલિયા વંતુર હવે ભારતના રંગમાં રંગાઈ ચુકી છે. તે હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળી છે અને હિન્દી ગીતો પણ ગાઈ રહી છે. યુલિયા આવતાની સાથે સાથે જ સલમાન ખાનનું નામ તેમની સાથે આપમેળે તેની સાથ જોડાઈ ગયું હતું. યુલિયાનો જન્મ 24 એપ્રિલના થયો હતો, તો ચાલો આજે જાણીએ યુલિયા વિશે કેટલીક વિશેષ બાબતો.

અહેવાલો અનુસાર, સલમાન ખાન અને યુલિયાની પહેલી મુલાકાત 2010 માં ડબલિનમાં થઈ હતી. સલમાન ત્યાં ‘બોડીગાર્ડ’નું શૂટિંગ કરી રહ્યો હતો. યુલિયા તેને સેટ પર મળવા આવી હતી. અહેવાલો અનુસાર, યુલિયા તે સમયે મરિયસ મોગાને ડેટ કરી રહી હતી. મરિયસ એક સંગીતકાર છે અને માહિતી અનુસાર, તેને જ સલમાનને ‘તેરી મેરી મેરી તેરી’ ગીત રોમાનિયન અધિકાર મેળવવામાં મદદ કરી હતી. તે રોમાનિયન ગીત હતું જે હિમેશ રેશમિયાએ ‘તેરી મેરી મેરી તેરી’ ગીત બનાવ્યું હતું. કેટલાક અહેવાલો પણ એ જણાવે છે કે યુલિયા તેની સાથે રોમાનિયામાં પહેલીવાર મળી હતી. સલમાન ત્યાં સોહેલની ફિલ્મ સિલસિલેના સંબંધમાં ગયો હતો.

એવું કહેવામાં આવે છે કે પહેલી મીટિંગમાં સલમાન અને યુલિયા વચ્ચે સારી મિત્રતા થઇ ગઈ હતી. જ્યારે યુલિયા એક મોડેલ હતી, ત્યારે સલમાને તેને બોલિવૂડમાં તેનો પરિચય આપવા જણાવ્યું હતું. યુલિયા તેના બોયફ્રેન્ડ સાથે મુંબઇ આવી હતી. થોડા દિવસો પછી, યુલિયાએ મરિયસ સાથે સંબંધ તોડી નાખ્યો.

એવા અહેવાલો પણ મળ્યા હતા કે યુલિયા અને મરિયસ પરિણીત છે પણ યુલિયાએ આ વાતને અફવા ગણાવી હતી. એક અહેવાલમાં જણાવાયું છે કે, તે 2012 માં ફરીથી ભારત પરત ફરી હતી. તેને અહીં ઘણી ફિલ્મો માટે ઓડિશન આપ્યું. આ દરમિયાન સલમાન ખાને તેના રહેવાની વ્યવસ્થા કરી હતી. તે તેમના પનવેલ ફાર્મહાઉસમાં રોકાઈ હતી.

રોમાનિયાના એક ટેબ્લોઇડમાં પણ યુલિયાને ‘રોયલ શ્રીમતી ખાન’ કહેવામાં આવે છે. એવી ચર્ચા હતી કે યુલિયાએ સલમાન સાથે લગ્ન કર્યા અને તેની સાથે ભારતમાં સ્થાયી થઇ ગઈ છે.

અહેવાલો અનુસાર યુલિયાને બોલિવૂડમાં સારો એવો બ્રેક મળ્યો નથી પરંતુ તે સલમાનની બહેન અલવીરા અને તેના પતિની ફિલ્મ ‘ઓ તેરી’માં સલમાન સાથે એક આઈટમ સોંગમાં જોવા મળી હતી. આ માટે તેને નોંધપાત્ર ફી પણ મળી હતી એવું માનવામાં આવે છે કે સાથે કામ કર્યા પછી બંને એકબીજાના નજીક આવ્યા હતા.

યુલિયા અને સલમાન જાહેરમાં એક સાથે દેખાવા લાગ્યા, જેના કારણે બંનેની ચર્ચા પણ તીવ્ર બની. એક સમય એવો હતો જ્યારે તેમના લગ્નના સમાચાર છવાઈ ગયા  હતા. જોકે, પછી સલમાન ખાને કહ્યું હતું કે તે શાંતિથી લગ્ન નહીં કરે. જો આવું થશે તો તે બધાને જાણ કરશે.

તાજેતરમાં યુલિયાએ એમ પણ કહ્યું છે કે કાગળ લગ્ન કરતાં કોઈની સાથે જીવન વિતાવવું વધારે મહત્ત્વનું છે. તેને કહ્યું હતું કે ફક્ત લગ્ન કરીને કંઇ થતું નથી, કોઈની સાથે ખુશખુશાલ રહેવું પણ જરૂરી છે.