Gajab

ઇન્ટરવ્યૂમાં છોકરીને પૂછવામાં આવ્યો આવો સવાલ-10 રૂપિયામાં એવી કઈ ચીજ ખરીદશો જેનાથી આખો રૂમ ભરાઈ જાય? જાણો તમે પણ

ઘણીવાર અમુક લોકો ની સાથે એવું થાતું હોય છે કે તેઓ ઇન્ટરવ્યૂ ના નામથી જ ગભરાઈ જાતા હોય છે કેમ કે ઇન્ટરવ્યૂ એક એવી પ્રક્રિયા હોય છે જેના દ્વારા વ્યક્તિ ની માનસિક સ્થિતિ કે પછી આઈક્યૂ લેવલ વિશે જાણ લગાવી શકાય છે પણ આ પ્રક્રિયા ખુબ જ કઠિન હોય છે જેને લીધે લોકો ગભરાઈ જાત હોય છે. તમે ક્યારેય પરીક્ષા આપવા માટે જાવ છો તો તમને પરીક્ષા પાસ કરવામાં સમસ્યા નહિ આવે પણ ઇન્ટરવ્યૂ માં તમારે ઘણી બધી ચુનૌતીઓ નો સામનો કરવો પડતો હોય છે.

આ સવાલો તેવા લોકો માટે એક ચલેન્જ હોય છે જેઓ ને લાગે છે કે તેઓનું મગજ અન્ય કરતા વધારે બેસ્ટ છે. એવામાં આ છોકરી ને પૂછવામાં આવેલા સવાલો ના જવાબ આપીને જોઈ લો, તમને સમજમાં આવી જશે કે શું વાસ્તવ માં તમારું મગજ અન્ય કરતા બેસ્ટ છે?

જણાવી દઈએ કે અમુક સવાલો તમારા મગજ નું દહીં પણ કરી શકે છે અને તેના જવાબ પણ. આજે અમે તમને અમુક એવા સવાલો વિશે જણાવા જઈ રહ્યા છીએ જે એક છોકરીને ઇન્ટરવ્યૂ ના દરમિયાન પૂછવામાં આવ્યા હતા.

સવાલ: એક પક્ષી ની સામે એક મીઠાઈ રાખી છે, એક લીંબુ અને એક મરચું. તો તમારે કહેવાનું રહેશે કે પક્ષી ને આ બધામાં સૌથી વધુ ટેસ્ટી શું લાગશે?

જવાબ: એક પક્ષી ને સ્વાદ લેવા માટે ન તો જવાબ હોય છે અને ન તો તેની પાસે કોઈ સ્વાદગ્રંથિઓ, એવામાં તેના માટે તો બધી સ્વાદગ્રંથિઓ તો એક સમાન જ હોય છે.

સવાલઃ શું તમે બુધવાર, શુક્રવાર અને રવિવારનું નામ લિધા વગર 3 સળંગ આવતા દિવસોનું નામ લઇ શકો છો?
જવાબઃ કાલ, આજ અને કાલ

સવાલ: તમે એક EGG ને કોન્ક્રીટ ફ્લોર પર કેવી રીતે મુકશો કે તે તૂટે નહીં?
જવાબ- કોન્ક્રીટ ફ્લોર એક ઈંડાથી નહીં તૂટે, તેને ગમે તે રીતે મુકો.

સવાલ: એક બિલાડીના 3 બચ્ચાં છે. એકનું નામ જાન્યુઆરી, બીજાનું નામ ફેબ્રુઆરી અને ત્રીજાનું નામ માર્ચ છે તો બિલાડીનું નામ શું છે?
જવાબ- આ સવાલનો જવાબ પ્રશ્નમાં જ છુપાયેલો છે.’બિલાડી’ નામ છે.

સવાલ: ઉત્તર દિશા માંથી દક્ષિણ દિશા માં પવન વાઈ રહ્યો છે તો એ જણાવો કે વૃક્ષ ઉપર થી પડેલી મગફળી કઈ દિશા માં જશે?આ સવાલ ને સાંભળી ને ઘણા લોકો ઝડપ માં ખોટો જવાબ આપી દે છે.
જવાબ: મગફળી કોઈપણ દિશા માં નહિ જાય કારણ કે મગફળી વૃક્ષ પર નથી ઉગતી.

સવાલ: ક્યાં વ્યક્તિનું હૃદય એક મિનિટમાં 156 વાર ધડકી ચૂક્યું છે?
જવાબ: ‘નીલ આર્મસ્ટ્રેન્ગ’ એ જયારે ચંદ્રમા પર પોતાનો પહેલો પગ મુક્યો ત્યારે તેનું હૃદય 1 મિનિટમાં 156 વાર ધડકી રહ્યું હતું.

સવાલ: જો તમારી પાસે માત્ર 10 જ રૂપીયા છે તો તમે શું ખરીદશો જેનાથી પૂરો રૂમ ભરાઈ જાય?

જવાબ: માચીસ અને મીણબત્તી કેમ કે તેનાથી થનારા પ્રકાશ ના અંજવાળા થી પૂરો રૂમ ભરાઈ જાશે.

સવાલ: 3 એક કાચબો સરેરાશ કેટલી ઉંમર સુધી જીવી શકે છે?

જવાબ: 200 થી 300 વર્ષ, કદાચ તેના ચાલવાની ઝડપ જેટલી ધીમી છે તેટલી જ તેને જીવનનાની ઉંમર લાંબી છે, જેને તે ધીમે-ધીમે જીવે છે.

સવાલ: એવી કઈ ચીજ છે જેને પાછળથી લોકોએ બનાવેલી છે જયારે આગળથી ભગવાને?
જવાબ: બળદગાડી ને પાછળથી લોકોએ બનાવેલી છે જયારે આગળથી ભગવાને.

સવાલ: જો કોઈ રૂમ માં ફ્રિજ ના દરવાજા ને ખુલ્લું રાખવામાં આવે તો રૂમ ઠંડો રહેશે કે ગરમ?

જવાબ: ફ્રિજ ના દરવાજા ને ખોલી દઈએ તો રૂમ ગરમ થાવા લાગશે.