Bollywood

5 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે “બજરંગી ભાઈજાન”ની મુન્ની, જુઓ તેની લેટેસ્ટ તસવીરો

5 વર્ષમાં આટલી બદલાઈ ગઈ આ ક્યૂટ અભિનેત્રી, જુઓ નવા ફોટોસ

બોલીવુડની ઘણી ફિલ્મોમાં બાળ કલાકારો સૌનું મન મોહી લે છે, ત્યારે 5 વર્ષ પહેલા આવેલી ફિલ્મ :બજરંગી ભાઈજાન” દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. આ ફિલ્મની અંદર સૌથી વધારે ધ્યાન બાળ કલાકાર મુન્નીએ ખેંચ્યું હતું. મુન્નીનું સાચું નામ હર્ષાલી મલ્હોત્રા છે. ફિલ્મમાં જોવા મળેલી મુન્ની આજે મોટી થઇ ચુકી છે.

હર્ષાલી સોશિયલ મીડિયામાં તેની તસવીરો પણ શેર કરતી રહે છે તેની તસવીરો પણ રાતોરાત ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. લોકો વિચારી રહ્યા છે કે, મુન્ની આટલી મોટી થઇ ગઈ છે.

હર્ષાલીએ દિવાળીના તહેવારને લઈને તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં હર્ષાલી ખુબ જ સુંદર નજરે આવી રહી હતી. આ તસ્વીરમાં બજરંગી ભાઈજાનની મુન્નીએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો.

બજરંગની ભાઈજાનમાં તેની ઉંમર ફક્ત 7 વર્ષની જ હતી. પહેલી જ ફિલ્મમાં હર્ષાલીનો રોલ ઘણો સ્ટ્રોંગ રહ્યો હતો. 2008માં જન્મેલી હર્ષાલી મલ્હોત્રા હવે 12 વર્ષની થઈ ગઈ છે. તેના લુકમાં પણ ઘણો બદલાવ આવ્યો છે.

ફિલ્મ પહેલા હર્ષાલી ઘણી ટીવી સીરિયલમાં નજરે આવી ચુકી છે. જેમાં “કુબુલ હૈ, લૌટ આઓ તુમ,અને સાવધાન ઇન્ડિયા” શામિલ છે. રિપોર્ટ અનુસાર હર્ષાલી જલ્દી જ “નાસ્તિક” ફિલ્મમમાં  નજરે આવી શકે છે.

“નાસ્તિક” હર્ષાલીની બીજી ફિલ્મ હશે. બજરંગી ભાઈજાન માટે હર્ષાલીને  સ્ક્રીન એવોર્ડ ફોર બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ એવોર્ડ પણ હાંસિલ કર્યો હતો.

બજરંગી ભાઈજાનમાં ક્યૂટ અને માસુમ દેખાનારી હર્ષાલી હવે સ્માર્ટ પણ બની ગઈ છે. હર્ષાલીને મગજથી ખુબ જ શાર્પ છે. અને હવે તે ખુબ જ સ્ટાઈલિશ પણ બની ગઈ છે. હર્ષાલીએ ઘણી ટીવી એડ માટે પણ કામ કર્યું છે. હર્ષાલીના ચાહકો ઈચ્છી રહ્યા છે કે તે ફરી એકવાર પડદા ઉપર જોવા મળે.

હર્ષાલી સોશિયલ મીડિયા ઉપર પણ પોતાના ફોટો શેર કરતી રહે છે. તે ટિક્ટોક ઉપર પણ એક્ટિવ હતી, તે તેની મમ્મી સાથેના મસ્તી ભર્યા વિડીયો અને પોતાના ટ્રાવેલિંગ વિડીયો પણ શેર કરે છે.