National

બ્રેકીંગ ન્યુઝ: હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાનું વહેલી સવારે અચાનક નિધન- જાણો વિગત

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને વડોદરાના હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું અવસાન થયું છે.આ બંને ભાઈઓના પિતાને વહેલી સવારે હાર્ટ અટેક આવતાં નિધન થયું છે.હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં ફાઇનાન્સનો વેપાર કરતા હતા.

હાર્દિક અને કૃણાલના પિતાને વહેલી સવારે હ્યદય રોગનો હુમલો આવતા તેમનું નિધન થયું હોવાના અહેવાલ છે. સ્વભાવે ખૂબજ આનંદી પ્રકૃતિના હિમાંશુ ભાઈના આ દુઃખદ સમાચાર વાયુવેગે પ્રસરાઈ રહ્યા છે. અહેવાલો મુજબ કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હોય તે ઘરે જેવા માટે રવાના થયો છે. બંને ભાઈઓને ક્રિકેટર બનાવવા માટે પિતા હિંમાંશુ પંડ્યાએ લોહી-પાણી એક કર્યા હતા

.તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાના પિતાજીની આર્થિક સ્થિતિ એ સમયે ખાસ સારી નહતી, કેટલીક વખત હાર્દિક અનેકૃણાલને દિવસમાં એક વખત જ ભોજન મળી શકતુ હતું. જોકે થોડા સમય બાદ 1998માં તેમના પિતા વેપાર બંધ કરીને વડોદરા જવા મજબૂર થયા હતા. પિતા હિમાંશુ પંડ્યાને કેટલીક વખત હાર્ટ એટેક પણ આવી ચુક્યો છે અને એ સમયે હાર્દિક પંડ્યા માત્ર પાંચ જ વર્ષનો હતો. વડોદરામાં પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો.

હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી. તેઓ હંમેશાં પોતાના બંને દીકરાને પાસે બેસાડી મેચ દર્શાવતા હતા તો અનેકવાર મેચ જોવા માટે સ્ટેડિયમ પણ લઈ જતા હતા. તેમના પિતા હિમાંશુ પંડ્યાને કેટલીક વખત હાર્ટ એટેક પણ આવી ચુક્યો છે. ખરાબ સ્વાસ્થ્યને કારણે નોકરી પણ કરવી મુશ્કેલ હતી. હિમાંશુ પંડ્યા ક્રિકેટના મોટા પ્રશંસક હતા,

તે હાર્દિક અને કૃણાલને સાથે મેચ દેખાડતા હતા અને કેટલીક વખત મેચ માટે સ્ટેડિયમમાં પણ લઇ જતા હતા. અહીથી બન્ને ભાઇઓનો ક્રિકેટમાં રસ જાગ્યો અને 5 વર્ષના હાર્દિક અને 7 વર્ષના કૃણાલે ક્રિકેટ એકેડમી જોઇન કરી હતી, પોતાના દીકરાની રમત પ્રત્યેની લગન જોઇ તેના પિતા વડોદરાથી મુંબઇ શિફ્ટ થઇ ગયા હતા. આવા દિગ્ગજ ખેલાડીના પિતા હિમાંશુભાઈ પંડ્યાને ભાવભીની શ્રદ્ધાંજલિ !!!