Bollywood

મન્નત અને જલસા જેવા આલીશાન “જલ દર્શન” બંગ્લોમાં રહે છે ગોવિંદા, અંદરની તસવીરો જોઈને તમે પણ ખુશ થઇ જશો

બોલીવુડના દિગ્ગજ કલાકારોમાં એક નામ અભિનેતા ગોવિંદાનું પણ લેવામાં આવે છે. ગોવિંદાના અભિનયના દુનિયાભરના લાખો ચાહકો છે. તેના જીવન વિશે પણ ઘણા લોકો જાણતા હશે પરંતુ આજે અમે તમને ગોવિંદના શાહી ઘર “જલ દર્શન”ની અંદરની તસવીરો બતાવીશું જે ખુબ જ આલીશાન છે.

ગોવિંદાએ પોતાના જીવનની સફર એક સામાન્ય વ્યક્તિના રૂપમાં કરી હતી, પરંતુ 90ના દાયકામાં ગોવિદા એક મોટું નામ બનીને ઉભરી આવ્યા. તેનો ચાહક વર્ગ પણ વધતો ગયો અને તે સુપરસ્ટાર બની ગયા.

વિરારથી લઈને જુહુ કાર્ટર રોડ ઉપર વસવા સુધી ગોવિંદાએ ભરપૂર મહેનત કરી છે અને જેમાંથી જ તેને સફળતા મળી છે. આજે ગોવિંદા પોતાના પરિવાર સાથે મુંબઈના સૌથી પૉશ વિસ્તાર જુહુમાં પોતાના આલીશાન બંગલામાં રહે છે. તેના બંગલાનું નામ છે “જલ દર્શન”.

જો કે ગોવિંદનો આ બગલો શાહરુખ અને સલમાનના બાંગ્લા જેટલો પ્રખ્યાત તો નથી, પરંતુ બહુ જ શાનદાર છે. ગોવિંદા નર્મદા નદીનો ઉપાસક છે જેના કારણે તેને પોતાના બંગલાનું નામ “જલ દર્શન” રાખ્યું છે.

ગોવિંદાના ઘણા ચાહકોને જણાવાની ઈચ્છા હશે કે ગોવિંદાનું ઘર અંદરથી કેવું દેખાતું હશે તો આજે અમે તમને ગોવિંદાના આ શાનદાર ઘરની અંદરની તસવીરો બતાવીશું.

ગોવિંદા પોતાના આ બંગલાની અંદર પોતાની પત્ની સુનિતા અને બે બાળકો સાથે રહે છે. તેની એક દીકરી છે ટીના ભુજ અને દીકરો છે યશવર્ધન આહુજા.

સોશિયલ મીડિયા ઉપર ગોવિંદના આ ઘરની તસવીરો શેર થતી રહે છે. ઘરનો બેઠક રૂમ ખુબ જ શાનદાર છે. આ ઘરની અંદર ઓરડાઓનો રંગ સફેદ છે અને રૂમમાં કાળા અને ભૂરા રંગના આરામદાયક સોફા છે.

આ ઉપરાંત રૂમની અંદર કાળા રંગના પડદા છે. જેના ઉપર ફોલરલ મોટિવ્સ બનેલો છે. સફેદ દીવાલો ઉપર ખુબ જ સુંદર ટાઇલ્સ પણ લગાવવામાં આવી છે.

ગોવિદ અને સુનીતાએ પોતાના ઘરનું ઇન્ટિરિયર કંટેપરેરી થીમ અનુસાર કરાવ્યું છે. ડાઇનિંગ રૂમ અને હોલની દીવાલો ઉપર મળતી કલર પડદા લગાવવામાં આવ્યા છે. તો કાચનું એક ડિઝાઈનર ટેબલ પણ છે.

ગોવિંદના ઘરની અંદર શાનદાર પિયાનો પણ રાખવામાં આવ્યો છે. જે ઘરની શોભા વધારે છે. આ ઉપરાંત ઘરમાં પૂજા કરવા માટે એક અલગ મંદિર પણ બનાવવામાં આવ્યું છે.