National

24 વર્ષના જુવાન છોકરાએ 81 વર્ષના વૃદ્ધ સાથે કર્યા હતા લગ્ન, સંપત્તિ સામે આવી ત્યારે ઉડી ગયા સંબંધીઓના હોશ

આપણા દેશમાં હજુ પણ સમલૈંક સંબંધોને ખોટી રીતે જોવામાં આવે છે, સરકાર દ્વારા મંજૂરી આપવા છતાં પણ સમાજ પણ તેને સ્વીકરવામાં પાછો પડે છે, પરંતુ વિદેશોમાં તો આ વર્ષોથી કાયદેસર માનવામાં આવે છે, ત્યારે હાલ જે કિસ્સો સામે આવ્યો છે તે ઘણો જ ચર્ચામાં છે. જ્યાં એક 24 વર્ષના જુવાન છોકરાએ 81 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કર્યા અને જયારે સંપત્તિ સામે આવી ત્યારે બધા જ સંબંધીઓના હોશ ઉડી ગયા હતા.

વર્ષ 2017માં કેન્ટના રામસગાતેમાં રહેવાવાળા 81 વર્ષના ફિલિપ ક્લેમેન્ટસને ત્યારે 22 વર્ષના ફ્લોરિન સાથે લગાવ થઇ ગયો અને તેને પોતાનો જીવનસાથી બનાવી લીધો હતો. ઉંમરનું આટલું મોટું અંતર હોવા છતાં પણ આ કપલે 2017માં લગ્ન કરી લીધા.

હવે થોડા સમય પહેલા જ ફીલીપનું 81 વર્ષની ઉમંરે નિધન થઇ ગયું, ફિલિપ પોતાના પતિને ખુબ જ પ્રેમ કરતો હતો જેના કારણે તેને પોતાની બધી જ સંપત્તિ ફ્લોરિનના નામે કરી દીધી હતી. હવે તેની સંપત્તિને લઈને મોટો વિવાદ ઉભો થયો છે.


ફિલિપના સંબંધીઓ હવે સંપત્તિ ઉપર પોતાનો હક જતાવી રહ્યા છે. જયારે ફિલિપે પહેલાથી જ પોતાની બધી જ સંપત્તિ ફ્લોરિનના નામે કરી દીધી છે. ફિલિપના સંબંધીઓ એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે ફ્લોરિને સંપત્તિ માટે જ ફિલિપ સાથે લગ્ન કર્યા છે.


ફ્લોરિન રોમાનિયામાં એક મોડેલ પણ છે.  પરંતુ હવે ફિલિપના મૃત્યુ બાદ સંપત્તિને લઈને એક નવો વિવાદ ઉભો થઇ ગયો છે. પોતાની ઉંમરમાં 54 વર્ષનું અંતર હોવા છતાં પણ ફિલિપ અને ફ્લોરિને લગ્ન કરી લીધા હતા, લગ્ન બાદ પણ બંને ખુબ જ ખુશ હતા.


જયારે ફિલિપના મૃત્યુ બાદ તેની વસિયત ખુલી ત્યારે સામે આવ્યું કે તેને 1 કરોડ 44 લાખની પ્રોપર્ટી અને એક ફેલ્ટ પોતાના વિધુર પતિ ફ્લોરિનના નામે કરી દીધો છે અને ભાઈઓ માટે તેને 2 ફેમેલી ફોટો છોડ્યા હતા.


આ ઉપરાંત પણ ફ્લોરિનને ફિલીપના લાઈફ ઇન્સ્યોરન્સના 96 લાખ, ઘર અને દર મહિને ફ્લોરિનનું પેંશન 1 લાખ 92 હજાર રૂપિયા પણ મળશે.