International

બાળકને છાતી લગાવીને કૉલેજમાં ભણાવવા જાય છે આ પિતા? સત્ય જાણીને આંખમાંથી પણ છલકાઈ જશે આસું

સોશિયલ મીડિયાની અંદર ઘણી તસવીરો અને ઘણા વિડીયો વાયરલ થઇ જતા હોય છે. ઘણીવાર તો લોકો હકીકત જાણ્યા વગર જ વાતને ફોરવર્ડ કર્યા કરે છે. આવી જ એક ફેક ન્યુઝ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં એક બાપ પોતાના નવજાત શિશુને લઈને કોલેજમાં ભણાવી રહ્યો છે.

આ વાયરલ થઇ રહેલી તસ્વીર ઘણા લોકોએ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હશે.  જેમાં કહેવામાં આવ્યું હતું કે આ વ્યક્તિના બાળકની માતા બાળકને જન્મ આપવાની સાથે મોત પામી હતી અને તેના પિતા તેને સાથે કોલેજમાં રાખીને બાળકોને ભણાવી રહ્યા છે. આઈએએસ અધિકારી અશ્વિન શરણ દ્વારા આ તસ્વીર પોતાના ટ્વીટર ઉપર શેર કરવાં આવી હતી, જેની સાથે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ વ્યક્તિ એક પ્રોફેસર છે અને બાળકના જન્મ બાદ તેની બાયડી દુનિયામાં નથી રઈ

પરંતુ વાયરલ થઇ રહેલી આ તસવીર ખોટી છે. હા, એક પિતાના પોતાના બાળકને કોલેજમાં સાથે લઈને આવે છે અને એક  માતાની જેમ તેની કાળજી લઇ રહ્યા છે, પરંતુ તે પ્રોફેસરની પત્ની હાલ છે જ .બાળકને સાથે લઈને આવવાનું કારણ જુદું છે.

આ તસ્વીર પાછળની હકીકત સાવ જુદી છે. આ તસ્વીર વર્ષ 2016ની છે અને આ પ્રોફેસર ઇન્ડિયાનો નથી, પરંતુ મેક્સિકોની એક કોલેજનો છે અને આ બાળક પણ તે પ્રોફેસરનું નથી. આ બાળક તેની એક સ્ટુડન્ટનું છે. હકીકતમાં એ પણ સામે આવ્યું છે કે બાળકની માતાને બાળકના કારણે અભ્યાસમાં તકલીફ થઇ રહી હતી. જેના કારણે પોરફેસરે જ બાળકને સાચવી લીધું અને જેના કારણે તેની માતા સારી રીતે અભ્યાસમાં મન લગાવી શકે.