News

અમદાવાદની ઘટના: વંશ વધારવા સસરો પુત્રવધુ ઉપર દોઢ વર્ષ સુધી ચડ્યો અને કેવી રીતે ફૂટ્યો ભાંડો?

આજના આધુનિક સમયમાં સંબંધોમાં વિશ્વાસ તૂટતો જઈ રહ્યો છે. અવાર નવાર સોશિયલ મીડિયા અને સમાચારના માધ્યમથી ચોંકાવનારી ખબરો સામે આવતી હોય છે ત્યારે અમદાવાદમાંથી પણ એક એવી જ સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.

અમદવાદમાં એક 22 વર્ષની માનસિક રીતે અસ્થિર યુવતીના લગ્ન એક વિકલાંગ યુવક સાથે કરવામાં આવ્યા હતા. યુવતીનો પતિ શારીરિક રીતે યુવતી સાથે સંબંધ બાંધી શકે તેમ નહોતો જેના કારણે લગ્નના પાંચમા દિવસથી જ યુવતીના સસરાએ પોતાની પુત્રવધૂને દબાણમાં રાખીને બાંધવાની શરૂઆત કરી હતી. સાથે આ વાત કોઈને ના કહેવાની ધમકી પણ આપી હતી.

યુવતીએ પોતાના પતિને પણ આ અંગે જણાવ્યું હતું, પરંતુ તેની વાતનો કોઈએ વિશ્વાસ ના કર્યો, પોતાના પિયરમાં પણ આ આ ઘટના અંગે જણાવતા યુવતીના માતા પિતા પણ આ વાતને સ્વીકારવા માટે તૈયાર થયા નહોતા.

છેલ્લા દોઢ વર્ષથી 61 વર્ષીય સસરા પોતાની પુત્રવધુ સાથે બાંધતા હતા. એક દિવસ જયારે યુવતી પોતાના પિયરમાં ગઈ ત્યારે તેને પોતાના ફોનની અંદર પોતાની અને સાસરાની પ્રેમલીલા અંગેની વાતોનું રેકોર્ડિંગ કર્યું હતું તે પોતાના માતા-પિતાને સંભળાવતા યુવતી ઉપર વિશ્વાસ આવ્યો હતો.

ત્યારબાદ યુવતીએ અને તેના પરિવારજનોએ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે પણ આ ઘટનાની ગંભીરતા સમજતા યુવતીની ઓડિયો કલીપ લીધી અને તેના સસરા, સાસુ અને પતિની ધરપકડ કરી હતી. યુવતીની અને તેના સસરાની મેડિકલ તપાસ પણ કરાવવામાં આવી છે. ઓડિયો ક્લિપને એફએસએલમાં મોકલી દેવામાં આવી છે.