ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ ગઈ કાલે માતા પિતા બની ગયા. અનુષ્કાએ એક દીકરીને જન્મ આપ્યો, જની ખબર વિરાટે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ દ્વારા આપી હતી. હવે વિરાટ અનુષ્કાના બાળકીના નામને લઈને ઘણી જ ચર્ચાઓ ચાલી રહી છે.
આ બધા વચ્ચે જે એક એવી પણ ખબર આવી રહી છે કે વિરાટ અને અનુષ્કાની દીકરીનું નામ ફોઈ નહીં પરંતુ અનુષ્કાના આધ્યાત્મિક ગુરુ મહારાજ અનંત ગુરુ રાખી શકે છે. કારણ કે વિરાટ અને અનુષ્કા બંને અનંત બાબાને ખુબ જ માને પણ છે.
વિરાટ કોહલી અને અનુષ્કા બંને દરેક કામની અંદર અનંત બાબાની સલાહ પહેલા લે છે, એ પછી તેમના લગ્ન માટેની હોય કે પછી ઘર ખરીદવા માટેની. જેના કારણે એવી ધારણાઓ બાંધવામાં આવી રહી છે કે વિરાટ-અનુષ્કાની બાળકીનું નામ અનંત બાબા જ પડી શકે છે.
વિરાટે કાલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી, જેમાં તેને જણાવ્યું હતું કે “અમને બંનેને એ જણાવતા ખુશી થઇ રહી છે કે આજે બપોરે અમારે ત્યાં દીકરી જન્મી છે. અમે તમારા પ્રેમ અને મંગલકામનાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને અમારી દીકરી બંને એકદમ સુરક્ષિત છે અને આ અમારું સૌભાગ્ય છે કે અમને આ જીવનનું આ પ્રકરણ અનુભવ કરવાનું મળ્યું. અમે જાણીએ છીએ કે તમે એ જરૂર સમજશો કે આ સમય અમને થોડી પ્રાઇવસી હોવી જોઈએ.”
દીકરીના જન્મ બાદ વિરાટ અને અનુષ્કાના ચાહકો ખુબ જ ખુશ છે, હવે તેના નામ અને તેના ફર્સ્ટ લુકને લઈને ચાહકોમાં ભારે ઉતાવળ જોવા મળી રહી છે. પરંતુ ચાહકોને હાલ પૂરતી વિરાટની દીકરીનો ચેહરો જોવામાં નિરાશા મળી શકે છે, કારણ કે વિરાટે જ પોસ્ટની અંદર પોતાને પ્રાઇવસી આપવાની વાત જણાવી છે.
ગુગલ ઉપર પણ વિરાટ અને અનુષ્કાની લાડલીની તસ્વીર અને નામ ખુબ જ સર્ચ કરવામાં આવી રહ્યું છે, હોસ્પિટલના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે બંને પોતાની દીકરીનું નામ “અન્વી” રાખી શકે છે. તો ચાહકો દ્વારા એવી પણ ધારણા રાખવામાં આવી રહી છે કે તે બંને પોતાની દીકરીનું નામ “અન્વી” રાખી શકે છે. અનુષ્કા (Anushka) તથા વિરાટ (Virat)ના નામના પહેલાં બે અક્ષરો AnVi (અન્વી).