Jyotish

રાશિફળ 28 માર્ચ : આજે હોળીના પવિત્ર તહેવારના દિવસે આ 5 રાશિઓના જીવનમાં આવશે અણધાર્યા લાભ, જાણો તમારી રાશિ

આજે હોળીનો પવિત્ર તહેવાર છે, આજના દિવસે નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે એવું પણ માનવામાં આવે છે. તો હોળીના દિવસે તમારું રાશિફળ કેવું રહેશે. ચાલો જોઈએ.

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને આજે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ બીમારીનો ઉકેલ મળી જશે. કાર્યસ્થળ ઉપર આજે તમે વ્યસ્તતામાં દિવસ પસાર કરશો, જેના કારણે આજે થાક પણ લાગી શકે છે. નોકરી કરતા લોકોને આજે કામનું ભારણ રહેશે. પરણિત લોકો આજે સમયના મળવાને લઈને પાર્ટનરની ફરિયાદનો સામનો કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સારો રહેશે. હોળીનો તહેવાર તમારા માટે ખાસ બની રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકો આજે હોળીના દિવસે કોઈ ધાર્મિક યાત્રા ઉપર જવાનો મોકો મળી શકે છે. વિદેશ જવા ઇચ્છતા લોકોને આજે સારા સમાચાર મળી શકે છે. નોકરી ધંધામાં આજે પ્રગતિ થતી જોવા મળશે. આજે તમે તમારા પાર્ટનરને બહાર જમવા માટે લઇ જઈ શકો છો. પ્રેમી પંખીડાઓ માટે પોતાના દિલની વાત કરવા માટે આજનો દિવસ સારો છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોએ આજે ખાવા પીવામાં ખુબ જ કાળજી રાખવાની જરૂર છે. નહીં તો તમારી તબિયત પણ બગડી શકે છે. આજે હોળીના તહેવારમાં રોજ નવી નોકરી શોધતા લોકોને આજે કોઈ સારા સમાચાર મળશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આજે લાભ મળશે. પરણિત લોકોના જીવનમાં આવેલી સમસ્યાનો આજે ઉકેલ મળશે. પ્રેમી પંખીડાઓ આજે ઘરમાં પોતાના સંબંધને આગળ વધારવા માટે વાત કરી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકોએ આજના દિવસે પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખવાની જરૂર છે, આજે તમારા ગુસ્સાના કારણે તમારા સંબંધો ખરાબ થઇ શકે છે. કાર્યસ્થળ ઉપર આજે થોડી સાવધાની રાખવી. પરણિત લોકોએ આજે પોતાના પાર્ટનરની સલાહ માનવી, જે જીવનમાં ઉપયોગી થશે. પ્રેમી પંખીડાઓ આજે રોમાન્ટિક નજર આવશે. હોળીનો તહેવાર તમારા જીવનમાં નવી ખુશીઓનો સંચાર કરેશે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો આજે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે હોળીના તહેવારને લઈને  તમારા કામને લઈ તમારે સજાગ બનવાની જરૂર છે. કોઈના પ્રલોભનમાં આજે ના ફસાવવું. નહીં તો નુકશાન કરી બેસો છો. પરણિત લોકોએ આજે પોતાના પાર્ટનરને એવી કોઈ વાત ના કરવી જેનાથી મુશ્કેલી સર્જાઈ શકે. પ્રેમી પંખીડા માટે દિવસ સામાન્ય રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકોએ આજે હોળીના દિવસે પોતાના ખર્ચ ઉપર કાપ મુકવાની જરૂર છે. આજે તમને કોઈ પ્રશ્ન મૂંઝવી શકે છે, પરંતુ સાંજ સુધી તમને એ પ્રશ્નનું સમાધાન મળી જશે. કાર્યસ્થળ ઉપર આજનો દિવસ વ્યસ્ત રહેશે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈ નવી ખુશી પાર્ટનર દ્વારા મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે મળીને કોઈ વાતે ચર્ચા કરશે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકોએ આજના દિવસે પોતાના ગમતા વ્યક્તિને ખુશ કરવા માટે કંઈક ખાસ કરી શકે છે. આજે તમને જીવનસાથી તરફથી ભેટ પણ મળી શકે છે. આજના દિવસે તમે રોમાન્ટિક મૂડમાં નજર આવશો જેના કારણે આખો દિવસ ખુશીમાં પસાર થશે. નોકરી ધંધામાં પણ આજે પ્રગતિ જોવા મળશે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને એકબીજા ઉપર શંકા કરી શકે છે. આજે હોલિકા દહનના દર્શન કરીને પરિક્રમા કરવાથી લાભ મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકોને આજે કોર્ટ કચેરી સાથે જોડાયેલા મામલાઓમાં રાહતના સમાચાર મળશે. આજે તમારા વિરોધીઓ તમારાથી દૂર તથા નજર આવશે, જેના કારણે તમે જીવનમાં આગળ વધવાના તમારા આયોજનો ઉપર મક્કમ બનતા નજર આવશો. હોળીનો તહેવાર તમારા જીવનમાં નવી ખુશિઓ લઈને આવશે. પરણિત લોકો આજે ઘરમાં કોઈ નવો સમાન લાવવાને લઈને ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે એકબીજાને ભેટ આપી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોએ આજે હોળીના દિવસની શરૂઆત ભગવાનના મંદિરે હાથ જોડીને કરવી જોઈએ, જેના કારણે આજે તમારા દરેક કામ સફળ થશે. જો તમે આજે કોઈ દેવસ્થાનની મુલાકાત લેશો તો ખુબ જ ફાયદાકારક રહેશે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈનવી ખુશીના સમાચાર મળશે. પ્રેમી પંખીડાઓને તેમના સંબંધને આગળ વધારવા માટે આજે પરિવારની મંજૂરી મળી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકોએ આજના દિવસે પરિવાર સાથે કોઈ નાની પિકનિકનું આયોજન કરી શકે છે. આજે તમારો પરિવાર તમારી નજીક રહેશે. જેના કારણે મનમાં પણ ખુશી થશે. આજે હોળીનો તહેવાર પરિવાર સાથે આનંદમાં વીતશે. આજે ઘરે કોઈ દૂરના સંબંધી પણ આવી શકે છે. પરણિત લોકો આજે એકબીજા સાથે સારો સમય પસાર કરી શકશે. પ્રેમી પંખીડાઓ આજે મળવા માટે ઉત્સુક જોવા મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોએ આજે ભાગ્યના સહારે બેસી રહેવાના બદલે પોતાના કામ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. આજે તમારું કામ તમને પ્રસિદ્ધિ અપાવશે. નોકરી કરતા લોકોને આજે પગારમાં વધારો થઇ શકે છે. પરણિત લોકો આજે રોમાન્ટિક મૂડમાં નજર આવશે. પ્રેમી પંખીડાઓ આજે એકસાથે સારો સમય પસાર કરશે. આજે હોલિકા દહનના દર્શન કરવા તમારા માટે ફાયદાકારક રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકોએ આજના દિવસે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. આજે અકસ્માતનો યોગ બની રહ્યો છે. આજે કોઈ કામમાં મુશ્કેલી અનુભવતા હોય તો કોઈ જાણકારની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. પરણિત લોકો આજે જીવનના કોઈ આગોતરા આયોજન વિશેની ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સારો રહેશે. હોળીનો તહેવાર તમારા માટે ચિંતાકારક બની રહેશે. છતાં પરિસ્થિતિનો સામનો કરવો તમારા માટે સારો રહેશે.