Jyotish

દૈનિક રાશિફળ 19 એપ્રિલ : સોમવારના દિવસે ભોળા શંકરની કૃપા આ રાશિના જાતકો ઉપર વરસસે, જાણી લો તમારો આજનો દિવસ કેવો રહેશે

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો આજે કોઈ નવા કામની શુભ શરૂઆત કરી શકે છે, આજે તમારા ગ્રહો તમારા પક્ષમાં હશે. જેના કારણે આજે તમારું કામ સફળ થશે. નોકરી કરતા લોકોને પણ આજે કોઈ લાભ થવાની સંભાવના છે. પરણિત લોકોના જીવનમાં આજે ખુશી આવશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.
2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ મધ્યમ રહેશે. સવારથી જ તમને કોઈ સમસ્યા સતાવી શકે છે, પરંતુ બપોર બાદ તમને એ સમસ્યાનું સમાધાન મળી જશે. આર્થિક રીતે આજનો દિવસ એટલો સારો નહીં રહે. પરણિત લોકોને આજે પોતાના પાર્ટનરનો સાથ મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે મુલાકાત કરી શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોને આજે પરિવારમાં કોઈ ઘરડા વ્યક્તિની તબિયતને લઈને સાચવવાની જરૂર છે. આજે તમારે દવાખાનામાં જવું પડી શકે છે, નોકરી ધંધા માટે આજનો દિવસ સારો રહેશે. પરણિત લોકો આજે સાંજે પોતાના પાર્ટનર સાથે સમય પસાર કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાની સંભાવના છે. ધંધામાં પણ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થશે, નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાના યોગ છે. પરણિત લોકો આજે જીવનના કોઈ મહત્વના નિર્ણય વિશે પોતાના પાર્ટનર સાથે ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને નિરાશ જોવા મળશે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ કામમાં થોડી શાંતિનો અનુભવ થશે. છેલ્લા ઘણા દિવસથી સતત કામની પાછળ ભગવાન કારણે લાગેલો થાક આજે ઉતરશે. નોકરી કરતા લોકોને પણ આજે કામનું ઓછું ભારણ હશે. પરણિત લોકોના જીવનમાં આજે ખુશ ખબરી આવી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના સંબંધને એક કદમ આગળ લઇ જઈ શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકોએ આજના દિવસે પોતાના વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. આજે તમને તે કોઈ વાતે નુકશાન પહોંચવી શકે છે. આજે તમારા કાર્યક્ષેત્રમાં પણ તમને તમારી નજીક કોણ છે તે સમજાઈ જશે. પરણિત લોકો આજે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકોને આજે ઘરની અંદર કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકે છે. જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વ્યાપ થશે. નોકરી ધંધામાં પણ આજે તમને કોઈ સારો લાભ મળી શકે છે. આજે તમે તમારા પાર્ટનર સાથે તમારી મૂંઝવણ તમે શેર કરી શકો છો. પ્રેમી પંખીડાઓએ આજે દરેક વાતમાં ધીરજ રાખવાની જરૂર છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકોએ આજે વાહન ચલાવતી વખતે સાવધાન રહેવાની જરૂર છે. આજે અકસ્માતનો યોગ બની રહ્યો છે. આજે તમારી મહેનતની પણ પરીક્ષા થતી જોવ મળશે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે સારો સમય પસાર કરશે. પ્રેમી પંખીડાઓ આજે મળવા માટે ઉત્સુક નજર આવશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોએ આજે પોતાના સ્વાસ્થ્યને લઈને કાળજી રાખવાની જરૂર છે. બાહની ખાણીપીણીથી આજે જેમ બને તેમ દૂર રહેવું. આજે તમે બીમાર પણ પડી શકો છો. નોકરી ધંધામાં આજનો દિવસ મધ્યમ રહેશે. પરણિત લોકો આજે કોઈ વાતે મતભેદ કરી શકે છે, પ્રેમી પંખીડાઓ માટે દિવસ સામાન્ય રહેશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકોને જીવનમાં આવેલી મુશ્કેલીઓનો આજે ઉકેલ મળતો જોવા મળશે. આજે તમારા ઘરના વડીલો તમને કોઈ સારી સલાહ આપી શકે છે, જે જીવનમાં ઘણી જ ઉપયોગી નિવળશે. આજે તમારા બોસ તમારી ઉપર ગુસ્સો કરી શકે છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર માટે કંઈક ખાસ કરતા જોવા મળશે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના સંબંધ વિશે ઘરમાં ચર્ચા કરી શકે છે.
11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોએ આજે પોતાના ગુસ્સા ઉપર સંયમ રાખવાની જરૂર છે. આજે તમારા ગુસ્સા દ્વારા તમે કેટલાક સંબંધો બગાડી શકો છો. જેનો પછતાવો પણ તમને સમય જતા થઇ શકે છે. નોકરી ધંધામાં પણ તમારા વર્તનમાં આજે બદલાવ લાવવાની જરૂર છે. પરણિત લોકો આજે સાથે સારો સમય પસાર કરશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકોએને આજે સાસરી તરફથી કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે. જેના કારણે તમારું મન આજે કામની અંદર નહીં લાગે. આજે તમે પરિવારથી થોડા દૂર થશો. આજે દરેક કામ દિલથી કરવાના બદલે દિમાગથી કરવા જેથી ફાયદો મળશે. પરણિત લોકો આજે મૂંઝવણમાં નજર આવશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.