Life style

આ 6 ભારતીય મહાન ક્રિકેટરની પત્નીઓ છે બેહદ પૈસાવાળી, સાથે જ ગજબની ખુબસુરતી

આપણા દેશમાં લોકોને જેટલો ક્રેઝ બૉલીવુડ પ્રત્યે જ છે તેટલો જ ક્રિકેટર પ્રત્યે પણ છે. બોલીવુડના કલાકારોની જેમ ક્રિકેટરોની કમાણી પણ કોઈનાથી કમ નથી. જો કે લોકો પોતાના ફેવરિટ ક્રિકેટરો વિશે તો જાણતા જ હોય છે પણ આજે અમે તમને આ ક્રિકેટરોની સુંદર પત્નીઓ વિશે જણાવીશું જેઓ ખુબ કામિયાબ છે.

1. વિરાટ કોહલી-અનુષ્કા શર્મા:
વિરાટ સાથે લગ્ન કરતા પહેલા જ અનુષ્કા એક સફળ અભિનેત્રી બની ચુકી હતી. અનુષ્કાએ પહેલી ફિલ્મ શાહરુખ ખાન સાથે રબ ને બનાદી જોડી કરી હતી, જેના પછી તેણે ઘણી હિટ ફિલ્મો આપી હતી. અનુષ્કાએ પોતાનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું હતું. આજે અનુષ્કા અને વિરાટ એક દીકરીના માતા-પિતા પણ બની ચુક્યા છે.

2. રવિન્દ્ર જાડેજા-રિવા સોલંકી:
રિવા અને રવીન્દ્રની મુલાકાત એક પાર્ટીમાં થઇ હતી અને અમુક જ સમય પછી બંનેએ લગ્ન કરી લીધા. રવિન્દ્ર જાડેજા શાનદાર ઓલરાઉન્ડરના સ્વરૂપે જાણવામાં આવે છે જ્યારે રિવા એક મેકેનિકલ એન્જીનીયર છે અને તેનો પરિવાર ગુજરાતના સૌથી ધનવાન પરિવારમાં શામિલ છે અને રાજનીતિ ક્ષેત્ર સાથે જોડાયેલો છે.

3. રોહિત શર્મા-રિતિકા સજદેહ:
હિટમેનના નામથી જાણવા આવતા ક્રિકેટર રોહિત શર્મા પોતાના ચોગ્ગા અને છગ્ગા માટે જાણવામાં આવે છે.તે એક બેસ્ટ કપ્તાન પણ છે. તેની પત્ની રિતિકા એક સ્પોર્ટ્સ મેનેજર છે.

3. હરભજન સિંહ-ગીતા બસરા:
પંજાબના શેર એવા હરભજન સિંહ ક્રિકેટ જગતમાં પોતાની અલગ જ ઓળખ બનાવી ચુક્યા છે તેના લગ્ન બૉલીવુડ અભિનેત્રી ગીતા બસરા સાથે થયા હતા જો કે લગ્ન પછી ગીતાએ અભિનય કરવાનું છોડી દીધું હતું, તેના પિતા રાકેશ ઈંગ્લેન્ડમાં જાણીતા બિઝનેસ મેન છે.

4. વીરેન્દ્ર સહેવાગ- આરતી હલાવત:
વીરેન્દ્ર ક્રિકેટ જગતથી સન્યાસ લઇ ચુક્યા છે પણ તેણે પોતાની બલ્લેબાજીથી લોકોમાં સારી એવી છાપ છોડી છે.વીરેન્દ્ર અને આરતીએ લવ મેરેજ કર્યા હતા અને તે એક જાણીતા વકીલની દિકરી છે.

5. અંજિક્ય રહાણે-રાધિકા ધોપાવકર:
રાધિકા અને અંજિક્યએ વર્ષ 2014 માં લગ્ન કર્યા હતા. લગ્નના અમુક જ વર્ષ પછી રહાણે ક્રિકેટ જગતમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની ઓળખ બનાવવામાં કામિયાબ રહ્યા, જ્યારે રાધિકા ઇન્ટિરિયર ડિઝાઇનર છે.

6. કેદાર જાધવ- સ્નેહલ જાધવ:
કેદાર અને સ્નેહલની જોડી ખુબ જ સુંદર છે.  કેદાર એક બેસ્ટ ક્રિકેટર છે જ્યારે સ્નેહલે પણ મહારાષ્ટ્ર અને પિશ્ચમી ક્ષેત્ર માટે સ્ટેટ લેવલ પર ક્રિકેટ રમ્યું છે પણ તે પોતાના ખેલને આંતરાષ્ટ્રીય લેવલ પર ન લઇ જઈ શકી.