National

શું ક્યારેય તમે વિચાર્યું છે એક વેશ્યા જ્યારે રીટાયર થાય છે ત્યારે શું કરે છે, સચ્ચાઈ જાણી ધ્રુજી જશો

દેહવિક્માં આપને ઘણી મહિલાઓને જોઈએ છીએ, જે પૈસા લઇ અને પોતાનું શરીર કોઈ એવા વ્યક્તિને સોંપતી હોય છે જેને તે ઓળખતી પણ નથી હોતી, તેના માટે તો માત્ર તે એક ગ્રાહક સમાન હોય છે, આપણા દેશમાં દેહક્રયનો વ્યવસાય ખુબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ બેંકોંગ અને થાઈલેન્ડ જેવા દેશો તો આ વ્યવસાય ઉપર જ નિર્ભર રહેલા જોવા મળે છે. ત્યાં ખુલ્લેઆમ દેહવિક્ થતો હોય છે.

જેમ કોઈપણ વસ્તુ ખરીદનાર ગ્રાહક હંમેશા સારી વસ્તુ જ ખરીદવાનો આગ્રહ રાખે છે તેમ જ દેહક્રય કરનારી મહિલા પાસે આવનાર ગ્રાહક પણ તેની સુંદરતા અને સારી હોય તો જ તેની પાસે જાય છે, યુવાનીમાં આ મહિલાઓ કોઈપણ ગ્રાહકને આકર્ષી શકે છે પરંતુ સમય જતા તેમની પણ ઉંમર વધતી જાય છે અને ગ્રાહકો ઘટ્ટ જાય છે અને એક દિવસ એવો આવે છે જયારે એ મહિલા પાસે એક પણ ગ્રાહક હોતો નથી અને ત્યારબાદ તેને એ ધંધામાંથી રિટાયર્ડ થયેલી સમજવામાં આવે છે. પરંતુ કોઈએ વિચાર્યું છે કે દેહક્રયના ધંધામાંથી નિવૃત્ત થયા બાદ એ મહિલાની હાલત કેવી થતી હશે?

હાલમાં જ નવી દિલ્હીના રેલવે સ્ટેશન જીબી રોડ પાસે એક વૃદ્ધ મહિલા ખુબ જ ગંદા કપડામાં જોવા મળી હતી, જીબી રોડ દેહક્રયના વ્યવસાય માટે જાણીતો છે આવી જગ્યા ઉપર આ મહિલાને જોતા એક યુવકે તેને ત્યાં બેસવાનું કારણ પૂછ્યું ત્યારે મહિલાએ જણાવ્યું કે તે પણ એક સમયે આ વ્યવસાયમાં હતી, એક કોઠા ઉપર રહીને તે પણ પોતાનું શરીરવેચતી હતી, પરંતુ જેમ જેમ તેની ઉંમર વધતી ગઈ તેમ તેમ ગ્રાહકો પણ ઓછા થતા ગયા અને એક દિવસે તેને કોઠાની બહાર જ મોકલી દેવામાં આવી અને આજે તે આ હાલતમાં આ રોડ ઉપર આવીને બેસી રહે છે.

એ મહિલાનું કહેવું હતું કે તેની જેમ જ બીજી મહિલાઓને પણ એક દિવસ કોઠાની બહાર જ રઝળતી કરી દેવામાં આવશે. આ ધંધામાંથી નિવૃત્ત થયા બાદ તે મહિલાઓને ભીખ માંગી અને જીવન વિતાવવા ઉપર મજબુર થવું પડે છે, આ તેમની કરુણ હકીકત છે. માત્ર ભારતમાં જ નહિ વિદેશોમાં પણ ધંધામાં રહેલી મહિલાઓની આજ હાલત થતી જોવા મળે છે, ના સરકાર કે ના બીજું કોઈ આ મહિલાઓની મદદમાં ક્યારેય આવે છે. જે એક કડવી હકીકત છે.