Bollywood

વરુણ-નતાશા પછી આ 8 બૉલીવુડ સ્ટાર્સના લગ્નની ચાહકોને છે રાહ

ખુશખબરી: બોલીવુડના આ 7 કપલ 2021માં કરી શકે છે લગ્ન, 3 નંબર વાળી તો 47 વર્ષની ઉંમરે…બાપ રે બાપ

અભિનેતા વરુણ ધવને આગળના દિવસોમાં પોતાની લાંબા સમયની પ્રેમિકા નતાશા દલાલ સાથે લગ્ન કરી લીધા છે.લગ્નની અમુક તસ્વીરો પણ સામે આવી છે. ચાહકોને ઘણા સમયથી બંનેના લગ્નની ઉત્સુક્તા હતી, એવામાં ચાહકોનું માનવું છે આ વર્ષમાં બોલીવુડની આ જોડીઓ પણ લગ્ન કરી લેશે. આવો તો જણાવીએ આ જોડીઓ વિશે જેમના લગ્નની રાહ ચાહકો ખુબ આતુરતાથી જોઈ રહ્યા છે.

1.રણબીર કપૂર-આલિયા ભટ્ટ:
રણબીર-આલિયા આગળના ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને પાર્ટી કે ઇવેન્ટમાં પણ એકસાથે સ્પોટ થાય છે. ચાહકોનું માનવું છે કે બંને આ વર્ષે લગ્ન કરી લેશે. ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં આ ક્યૂટ જોડી સાથે જોવા મળશે.

2. શ્રદ્ધા કપૂર-રોહન શ્રેષ્ઠા:
અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાના જીવનને એકદમ પર્સનલ રાખે છે પણ રોહન શ્રેષ્ઠા સાથેનું રિલેશન કોઈથી છુપાયેલું નથી.બંનેને ઘણીવાર સાથે જોવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે બંને જલ્દી જ લગ્ન કરી લેશે.

3. મલાઈકા અરોરા-અર્જુન કપૂર:
મલાઈકા-અર્જુન આગળના ઘણા સમયથી એકબીજાના રિલેશનમાં છે, બંને વેકેશન પર પણ સાથે જાય છે. ચાહકોને તેના લગ્નની ખુબ આતુરતાથી રાહ છે, જો કે બંને માંથી કોઈએ પણ લગ્ન વિશે વાત કરી નથી.

4. તારા સુતારીયા-આદર જૈન:
તારા અને આદર જૈને અમુક જ સમય પહેલા જ પોતાના રિલેશનને જાહેર કર્યું હતું. બંને ઘણા સમયથી એકબીજાના રિલેશનમાં છે.

5. ટાઇગર શ્રોફ-દિશા પટની:
ટાઇગર અને દિશા પણ ઘણા સમયથી એકેબીજાને ડેટ કરી રહ્યા છે, જો કે બંને માંથી કોઈએ પણ આ વાત કબુલી નથી. બંને સાથે વર્કઆઉટ કરે છે અને વેકેશન પર પણ જાય છે. બંનેને ઇવેન્ટમાં પણ સાથે જોવામાં આવે છે. દિશા ટાઇગરના પરિવારની પણ ખુબ નજીક છે અને  ટાઇગરની બહેનની પણ ખાસ મિત્ર છે.

6. અર્જુન રામપાલ-ગેબ્રિએલા:
અર્જુન રામપાલ અને આફ્રિકી મોડલ ગેબ્રિએલા એકબીજા સાથે ઘણા સમયથી લિવ ઇનમાં રહી રહ્યા છે. ગેબ્રિએલાએ દીકરાને જન્મ પણ આપ્યો છે જો કે બંનેએ હજી સુધી લગ્ન નથી કર્યા. ચાહકોનું માનવું છે કે બંને આ વર્ષે લગ્ન કરી લેશે.

7. સુષ્મિતા સેન-રોહમન શૉલ:
વિશ્વ સુંદરી સુષ્મિતા સેન પોતાનાથી ઉંમરમાં નાના મૉડલ રોહમન શૉલને ડેટ કરી રહી છે, બંનેએ પોતાના રિલેશનને જગજાહેર પણ કરી દીધું છે. ચાહકોને રાહ છે કે બંને ક્યારે લગ્ન કરશે.

8. અથિયા શેટ્ટી-કે એલ રાહુલ:
સુનિલ શેટ્ટીની દીકરી અથીયા શેટ્ટી અને કે એલ રાહુલના રીલિશન વિશે પણ ખુબ ચર્ચાઓ થાય છે. બંને એકબીજા સાથે સિરિયસ રિલેશનમાં છે. જો કે બંનેમાંથી કોઈએ પણ પોતાના રિલેશનને જાહેર નથી કર્યું, જો કે બંને અવાર-નવાર એકબીજા સાથે સ્પોટ કરવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે બંને આ વર્ષે લગ્ન કરી લેશે.