Bollywood

લિવ ઇનમાં સાથે રહ્યા પછી અલગ થયા હતા આ 7 બૉલીવુડ કપલ્સ

આ સેલિબ્રિટીઓએ એકબીજા જોડે દિવસ અને રાત ગુજારી પણ છેલ્લે તો મેળ ન જ પડ્યો…

બોલીવુડમાં દરેક રોજ નવા નવા સંબંધો બનતા કે તૂટતા જોવામાં આવે છે. બોલીવુડમાં એવી ઘણી જોડીઓ રહી છે જેમનો સંબંધ લોકો માટે પ્રેરક હતો અને આ જોડીઓ પ્રેમની અનોખી મિસાલ કાયમ કરતા હતા, જેમાના અમુક કપલ્સ તો લાંબા સમય સુધી લિવ ઈન રિલેશનમાં પણ રહ્યા હતા છતાં પણ એકબીજાથી અલગ થઈને હંમેશાને માટે સંબંધ તોડી નાખ્યો.

1. જોન અબ્રાહમ-બિપાશા બાસુ:
જોન અને બિપાશા તે કપલમાના એક હતા કે જેમણે પોતાના સંબંધનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો હતો. બંન્ને ખુલ્લેઆમ રોમાન્સ કરતા પણ જોવા મળતા હતા. 9  વર્ષ સુધી રિલેશનમાં રહ્યા પછી બંને અચાનક જ અલગ થઇ ગયા. આજે બંને પોત પોતાના પાર્ટનર સાથે ખુશ છે.

2. અભય દેઓલ-પ્રીતિ દેસાઈ:
અભય દેઓલ ઇન્ડસ્ટ્રીના ફેમસ દેઓલ પરિવારમાંથી આવે છે. તેના પરિવારમાં માત્ર અભય જ એક એવા વ્યક્તિ હતા કે જેણે લિવ ઇનમાં રહેવા જેવું જોખમ ઉઠાવ્યું હતું. જો કે ચાર વર્ષ પછી બંને અલગ થઇ ગયા.

3. વિક્રમ ભટ્ટ-અમિષા પટેલ:
વિક્રમ અને અમિષાનું રિલેશન વધારે લાબું ચાલ્યું ન હતું. બંનેએ સાથે રહેવાનો નિર્ણય લીધો હતો, જો કે અમુક સમય પછી બંને અલગ થઇ ગયા.

4. અધ્યયન સુમન-માયરા મિશ્રા:
અધ્યન અને માયરાએ જ એકે સમયે એ વાતનો ખુલાસો કર્યો હતો કે બંને એકસાથે રિલેશનમાં છે, જો કે લોકડાઉનના સમયમાં બંને વચ્ચે અમુક તકરાર આવી ગઈ અને બે વર્ષના રિલેશન પછી બંને અલગ થઇ ગયા.

5. રણબીર કપૂર-કૈટરીના કૈફ:
રણબીર કપૂર અને કૈટરીના કૈફની જોડી દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી. બંને એકસાથે સમય વિતાવતા હતા, વેકેશન પર જતાં હતા.બંને ઘણા સમય સુધી લિવ ઇનમાં રહ્યા હતા અને પછી અલગ થઇ ગયા. દીપિકા પાદુકોણ અને રણબીરનું અલગ થવાનું કારણ પણ કૈટરીના કૈફ જ માનવામાં આવ્યું હતું. હાલ રણબીર આલિયા ભટ્ટને તો કૈટરીના કૈફ વિક્કી કૌશલને ડેટ કરી રહી છે.

6. અંકિતા લોખંડે-સુશાંત સિંહ રાજપૂત:
ટીવી શો પવિત્ર રિશ્તાના સેટ પર બંનેને પ્રેમ થઇ ગયો હતો. બંને 6 વર્ષ સુધી એકબીજા સાથે રિલેશનમાં રહ્યા હતા. જો કે બંને વચ્ચે અમુક કારણને લીધે ખટાશ આવી ગઈ અને બંને અલગ થઇ ગયા.

7.  લારા દત્તા-કેલી દોરજી:
બંને મોડેલિંગના સમયથી જ એબીજા સાથે રહેવા લાગ્યા હતા, 8 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા પછી બંને અલગ થઇ ગયા, જેના પછી લારાના જીવનમાં મહેશ ભૂપતિ આવ્યા અને તેની સાથે લગ્ન કર્યા.