Bollywood

ઈશાન-તબ્બુની નજીકતા બની ચર્ચાનો વિષય, આ 6 સિતારાઓ પણ ઉંમરનું અંતર ભૂલીને કર્યો હતો ભરપૂર રોમાંસ

આ 6 સિતારાઓ આબરૂનો જરાય વિચાર કર્યા વગર ભરપૂર રોમાંસ કર્યો હતો, જુઓ

શાહિદ કપૂરના સાવકા ભાઈ અભિનેતા ઈશાન ખટ્ટર અને અભિનેત્રી તબ્બુની ટીવી સિરીઝ “અ સ્યુટેબલ બૉય” 26 જુલાઈ ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ચુકી છે. આ સિરીઝ વિક્રમ શેઠનું ફેમસ પુસ્તક અ સ્યુટેબલ બૉય પર આધારિત છે. ટ્રેલર સામે આવતા જ તે ખુબ વાયરલ થયું હતું.

સિરીઝમાં બે ગણીઉંમરનું અંતર વાળા તબ્બુ અને ઈશાનનો કિસિંગ સીન અને લવ મેકિંગ સીન ચર્ચામાં આવ્યો હતો. 24 વર્ષનો ઈશાન અને 48 વર્ષની તબ્બુ વચ્ચેની કેમેસ્ટ્રી દર્શકોને ખુબ પસંદ આવી હતી. જો કે આ પહેલી વાર નથી કે આટલી ઉંમરનું અંતર ધરાવનારા કલાકારોએ સ્ક્રીન પર રોમાન્સ કર્યું હોય, તેની પહેલા પણ ઘણા દિગ્ગજ કલાકાર પોતાનાથી નાના અભિનેતા કે અભિનેત્રીઓ સાથે રોમાંસ કરી ચુક્યા છે. આવો તો જણાવીએ આવી ફિલ્મો વિશે.


1. દે દે પ્યાર દે દે:
આગળના વર્ષે જ રિલીઝ થયેલી ફિલ્મ દે દે પ્યાર દે દે માં અજય દેવગન અભિનેત્રી રકૂલ પ્રીત સાથે રોમાંસ કરતા જોવા મળ્યા હતા. બંન્ને વચ્ચે 22 વર્ષનું અંતર છે. દર્શકો દ્વારા ફિલ્મને સારી પ્રતિક્રિયા મળી હતી અને એક મોર્ડર્ન મેસેજની સાથે ફિલ્મને એક્સેપ્ટ પણ કરવામાં આવી હતી.

2. સાત ખુન માફ:
વર્ષ 2000 માં આવેલી ફિલ્મ સાત ખુન માફમાં પ્રિયંકા ચોપરા અને ઇરફાન ખાનની વચ્ચે ઇન્ટીમેન્ટ સીન ફિલ્માવવામાં આવ્યા હતા. ઇરફાન અને પ્રિયંકા વચ્ચે 16 વર્ષનું અંતર છે.

3. ડર્ટી પોલિટિક્સ:
વર્ષ 2015 માં આવેલી ફિલ્મ ડર્ટી પોલિટિક્સ પણ ખુબ ચર્ચામાં રહી હતી. ફિલ્મમાં મલ્લિકા શેરાવત અને ઓમ પુરીનો રોમાન્સ ખુબ ચર્ચિત થયો હતો. બંન્ને વચ્ચે 23 વર્ષનું અંતર હતું પણ તે કહાની સાથે એદકમ બંધબેસી રહ્યું હતું.

4. ચીની કમ:
ચીની કમ ફિલ્મમાં અમિતાભજી અને તબ્બુની જોડીને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી. બંનેની કેમેસ્ટ્રી પણ ખુબ શાનદાર રહી હતી. વર્ષ 2007 માં આવેલી આ ફિલ્મમાં અમિતાભ અને તબ્બુને એક રોમેન્ટિક કપલના સ્વરૂપે દેખાડવામાં આવ્યા હતા, બંન્ને વચ્ચે 29 વર્ષનું અંતર છે.

5. મકબુલ:
વર્ષ 2003 માં આવેલી ક્રાઇમ થ્રિરલ ફિલ્મ મકબુલમાં તબ્બુ અને પંકજ કપૂર વચ્ચે દમદાર રોમાંસ જોવા મળ્યો હતો. બંન્ને વચ્ચે 18 વર્ષનું અંતર છે.

6. ખિલાડીઓ કા ખિલાડી:
વર્ષ 1996 માં રિલીઝ થયેલી ફિલ્મ ખિલાડીઓ કા ખિલાડી માં રેખા અને અક્ષય કુમારએ ઘણા રોમેન્ટિક સીન્સ આપ્યા હતા. રેખા અક્ષય કરતા 13 વર્ષ મોટી છે. આ ફિલ્મ પછી બંન્ને વચ્ચે અસલ જીવનમાં પણ અફેર હોવાની ચર્ચા થવા લાગી હતી. જો કે તે સમયે અક્ષય અભિનેત્રી રવીના ટંડનને ડેટ કરી રહ્યા હતા.