Bollywood

પરિણિત પુરૂષોને દિલ આપી બેઠી આ 6 અભિનેત્રીઓ, એક પર લાગ્યો હતો ઘર તોડવાનો આરોપ

ધનવાન મર્દો સાથે લગ્ન કરીને ખુશખુશાલ જીવન જીવે છે આ 6 અભિનેત્રીઓ..જુઓ

ફિલ્મોના સેટ પર ઘણીવાર સ્ટાર્સની લવ લાઇફ પણ વળાંક લઇ લે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે પરિણિત સ્ટાર્સ અને બિઝનેસ મેનને દિલ આપી બેઠી. આ લિસ્ટમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો, કરીના કપૂરની

1. કરીના કપૂર ખાન
કરીના કપૂર હાલ તેના બીજા બાળકને લઇને ખૂબ જ ચર્ચામાં છે. તમે જાણતા જ હશો કે કરીના અને સૈફના લગ્ન પહેલા સૈફના લગ્ન બોલિવુડ અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતા. તેઓના બે બાળકો પણ છે સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન..સૈફએ અમૃતા સિંહ સાથે છૂટાછેડા લઇ કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેમને પણ એક દીકરો તૈમુર છે અને કરીના જલ્દી જ તેમના બીજા બાળકને પણ જન્મ આપવાની છે.

2. શિલ્પા શેટ્ટી કુંદ્રા
બોલિવુડની ફિટ અભિનેત્રીઓમાંની એક શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે. તમને જણાવી દઇએ કે, રાજ પહેલાથી જ પરિણિત હતા. રાજની પહેલી પત્નિએ તેમને તલાક આપવાની ના પાડી દીધી હતી. અને શિલ્પા પર આરોપ પણ લગાવ્યા હતા. પરંતુ શિલ્પાએ એ વાત જણાવી હતી કે તે રાજને મળી ત્યારે તેમના તલાક પહેલાથી જ થયેલા હતા.

3. હેમા માલિની
હેમા માલિની અને ધર્મેંદ્રની જોડીને તો પૂરી દુનિયા જાણે છે. પરંતુ હેમા માલિની ધર્મેંદ્રની બીજી પત્નિ છે. તેમની પહેલી પત્નિ પ્રકાશ કૌર હતી તેમણે તેમની પહેલી પત્નિ સાથે તલાક લીધા વગર જ હેમા સાથે લગ્ન કર્યા હતા. પેહલી પત્નિ હોવા છતાં તેમણે લગ્ન કર્યા હતા અને તે માટે જ તેઓએ ઇસ્લામ ધર્મ કબૂલ્યો હતો.

4. રાની મુખર્જી
બોલિવુડ અભિનેત્રી રાની મુખર્જીએ આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા હતા. તેમની એક દીકરી પણ છે. તમને જણાવી દઇએ કે, આદિત્ય પહેલાથી જ પરિણિત હતા. તેમના લગ્ન તેમની બાળપણની મિત્ર પાયલ ખન્ના સાથે થયા હતા.

5. શ્રીદેવી
બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવી પણ આ લિસ્ટમાં સામેલ છે. બોની કપૂર શ્રીદેવીના પ્રેમમાં એટલા દીવાના થઇ ગયા હતા કે તેઓ તેમની પહેલી પત્નિ મોના કપૂરને પણ ભૂલી ગયા હતા. બોની અને મોના કપૂરના બે બાળકો અર્જુન કપૂર અને અંશુલા હતા. બોની કપૂરે શ્રીદેવી સાથે લગ્ન કર્યા અને તેમને પણ બે દીકરીઓ જાહ્નવી અને ખુશી છે.

6. વિદ્યા બાલન
બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલને નિર્માતા સિદ્રાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા હતા. સિદ્રાર્થના આ ત્રીજા લગ્ન હતા. તેમણે છૂટાછેડા લીધા બાદ વિદ્યા બાલન સાથે કર્યા હતા.

તેમણે પહેલા લગ્ન તેમની મિત્ર સાથે કર્યા હતા અને બીજા લગ્ન ટીવી પ્રોડયુસર સાથે કર્યા હતા.