Recipe Religion

ન્યાયના દેવતાને પ્રસન્ન કરવા માટે કરો આ પૂજા-વિધિ, આ વસ્તુઓનું કરો દાન અને કરો આ મંત્ર

સનાતન ધર્મ અનુસાર, પ્રાણીના મૃત્યુ પછી ચિત્રગુપ્ત જીના પાપ-પુણ્યના હિસાબના આધારે યમરાજ પોતાના કર્મો અનુસાર આત્માઓને નરક અને સ્વર્ગ, પિતૃલોક વગેરેમાં મોકલે છે. બીજી તરફ મૃત્યુ પહેલાં જીવંત સ્થિતિમાં વ્યક્તિના કર્મ ફળની સજા શનિદેવ ન્યાયના ભગવાન તરીકે આપે છે.

શનિદેવની આ ક્રૂર સજાઓને લીધે લોકો હાલમાં શનિથી ખૂબ જ ડરે છે. કહેવામાં એવું પણ આવે છે કે, જો મનુષ્ય તેના જીવનમાં કોઈ ખોટું ન કરે, તો શનિદેવ તેને સજાને બદલે એવું ફળ આપે છે, કે તે ફર્શથી અર્શ સુધી પહોંચે છે.

પરંતુ આજના યુગમાં આવા લોકોના હોવાને કારણે મોટાભાગના લોકો શનિદેવની સજાનો ભોગ બની જાય છે. જેના કારણે શનિદેવના આશીર્વાદ મળવાની સંભાવના ઓછી છે. લોકોએ શનિદેવને ફક્ત એક ક્રૂર ગ્રહ માનવાનું શરૂ કર્યું છે.

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે શનિ જ્યારે રાશિ બદલે છે, ત્યારે રાશિચક્ર, મહાદશા, સાડા સાતી અને ઢૈયાની સ્થિતિ શરૂ થાય છે. જેની અસરથી લોકોના જીવનમાં પરિવર્તન શરૂ થાય છેઅને મુશ્કેલીઓ આવે છે. નોકરી-ધંધામાં મુશ્કેલીઓ ઉભી થાય છે. ખર્ચ પણ વધે છે.

શનિ દ્વારાતેના કર્મઅનુસાર આપવામાં આવતી કઠોર શિક્ષાઓને લીધે લોકો તેને ક્રૂર ગ્રહ માને છે. શનિનો પ્રભાવ ની અસર ઘટાડવા માટે, પૂજાપાઠ,દાનપુણ્ય, જાપ અને મંત્ર સંબંધિત કેટલાક ઉપાય કરવાથી થોડી રાહત મળી શકે છે. આ કરો ઉપાય.

શનિવારે કાળી ગાય, કાળા કૂતરા અથવા કાળા પક્ષીઓમાં કંઈક ખવડાવવું જોઈએ. માનવામાં આવે છે કે આ કરવાથી તમારા ઉપર શનિનો પ્રભાવ ઓછો થાય છે અને તમારા કામમાં આવતી અડચણો પણ દૂર થાય છે. બગડેલા કામ જલદી પુરા થઇ જાય છે.