Bollywood

તારક મહેતાના જૂના ટપુડાને આજે આવી હાલતમાં જોઈને ચોંકી ઉઠી દિશા વાંકાણી, ભવ્ય ગાંધીએ કર્યો ખુલાસો

ટીવીના સૌથી ખ્યાતનામ ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેમ ઘર ઘરની પસંદ છે તેમ આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. આ શોની અંદરથી ઘણા પાત્રો આજે રિપ્લેસ થઇ ગયા છે, પરંતુ જે જે પાત્રો આ ધારાવાહિકમાં જોવા મળ્યા છે તેને દર્શકો આજે પણ પસંદ કરે છે. એવું જ એક પાત્ર છે જેઠાલાલ અને ડાયબેનના દીકરા ટપુડાનું. જેને એક સમયે અભિનેતા ભવ્ય ગાંધી ભજવી રહ્યો હતો.

ભવ્ય ગાંધીએ જણાવ્યું હતું કે તે આ શોના કેટલાક લોકો સાથે આજે પણ જોડાયેલો છે, સાથે જ તેને એમ પણ જણાવ્યું હતું કે આ શોની અંદર તેની માતાનું પાત્ર નિભાવનાર અભિનેત્રી દિશા વાંકાણીના સંપર્કમાં પણ તે છે અને તેમની સાથે તે વીડિયો કોલના માધ્યમથી વાતો પણ કરે છે.

એક ટીવી ઇન્ટરવ્યૂની અંદર દિશા વાંકાણી સાથે સંપર્કને લઈને પૂછવામાં આવેલા સવાલની અંદર ભવ્ય ગાંધીએ જણાવ્યું હતું કે, “હા અમે બિલકુલ ક્યારેક ક્યારેક વીડિયો કોલ કરીએ છીએ. અને જયારે પણ તે મને જુએ છે ત્યારે કહે છે. Aahhh, whatt, beard?. હું કહું છું હવે મને દાઢી આવી ગઈ છે, તેમને મને પહેલા દાઢીમાં નહોતો જોયો. તો તે શોક્ડ રહી ગઈ હતી.”

ભવ્ય ગાંધી ટપુ સેના સાથે પણ ટચમાં છે. તેને કહ્યું હતું કે, “હું બધાની સાથે ટચમા છું. હું ફિલ્મ કરી રહ્યો છું અને ટીવી અને ફિલ્મોનો શેડ્યુલ અલગ અલગ છે. તો હું ડિસ્ટર્બ કરવાનું પસંદ નથી કરતો. પરંતુ તેમને ખબર છે કે ભવ્ય અમારી આસપાસ જ છે. જયારે પણ તેમને કોઈ વસ્તુની જરૂરિયાત પડે ચેહ તો હું હંમેશા હાજર હોઉં છું. હું ફિલ્મ કરું છું તો 12માંથી 4 મહિના હું વ્યસ્ત હોઉં છું, બાકીનો સમય હું પોતાના પરિવાર અને મિત્રો સાથે હોઉં છું. નવી વસ્તુઓ શીખું છું.”

ભવ્ય ગાંધીએ 8 વર્ષો સુધી તારક મહેતામાં ટપ્પુનો કિરદાર નિભાવ્યો હતો. વર્ષ 2017માં તેને આ શો છોડી દીધો. તે એક જ પાત્રમાં લાંબો સમય સુધી રહીને કંટાળી ગયો હતો. તે એક આર્ટિસ્ટના રૂપમાં નવી વસ્તુઓ શીખવા માંગે છે. હાલ તે ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહ્યો છે.હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં દિલીપ જોશીને પુછવામાં આવ્યું હતું કે, ભવ્ય ગાંધી અને રાજ અનડકટમાંથી તેમનો પસંદીદા ટપ્પુ કોણ છે. જેનો જવાબ પણ તેમને આપ્યો હતો. જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ ભવ્ય ગાંધી અને રાજ અનડકટ વિશે વાત કરતા કહ્યું કે તેઓ શૉમાં ભવ્યને ઘણા મિસ કરે છે. 9 વર્ષ સુધી ભવ્ય અને તેમણે સ્ક્રીન પર પિતા અને દીકરાનો ભજવ્યો હતો. ભવ્ય સાથે એમનું સ્પેશિયલ બૉન્ડ છે. આગળ તેમણે જણાવ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક કલાકાર અનોખા છે. એટલે ભવ્ય અને રાજ વચ્ચે પસંદ કરવું ઘણું મુશ્કેલ છે.