Bollywood

અર્ચના પૂરણ જીવે છે આટલી લગ્ઝુરિયસ લાઇફ, જુઓ આલીશાન બંંગલાની અંદરની તસવીરો અને વીડિયો

અર્ચના પૂરણ સિંહ બોલિવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે એક દાયકાથી વધુ સમયથી જોડાયેલી છે. તે પોતાની કોમિક ટાઇમિંગ માટે જાણિતી છે. ફિલ્મ “મહોબ્બતેં”ની પ્રિતો હોય કે “કુછ કુછ હોતા હે”ની મિસ બ્રિગેંજા, બધા જ રોલમાં તેમણે બધાનું ધ્યાન ખેંચ્યુ છે.

બી ગ્રેડ ફિલ્મોથી કરિયર શરૂ કરનાર અર્ચના પૂરણ સિંહે આજે બોલિવુડમાં એક એવું મુકામ હાંસિલ કરી લીધુ છે, કે ઘર-ઘરમાં તે જાણિતી છે. તેમણે તેમના કરિયરમાં શાહરૂખ, સલમાન, અક્ષયથી લઇને અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે. આ દિવસોમાં તે નાના પડદા પર તેમના જલવા દેખાડી રહી છે.

અર્ચનાએ ઘણો સંઘર્ષ કર્યો છે, ત્યારબાદ તે આ તબક્કે પહોંચી છે. આજે તે ખૂબ વૈભવી જીવનનો આનંદ માણી રહી છે. અર્ચના પુરણ સિંહના બંગલાની વાત કરીએ તો તેણે મુંબઈના મડ આઇલેન્ડમાં એક બંગલો બનાવ્યો છે. તે દેખાવમાં ખૂબ જ મોટો અને ખૂબ જ સુંદર છે. તે કોઇ મહેલથી ઓછો નથી.

અર્ચનાએ તેના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તેણે શરૂઆતમાં ઘણો જ સંઘર્ષ કર્યો છે. પરંતુ તેની લગન અને મહેનતના દમ પર આજે તે કરોડોની માલકિન છે. તેમજ આજે તેને કોઇ ઓળખની પણ જરૂર નથી.

અર્ચના ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના બંગલાની તસવીર અને વીડિયો શેર કરતી હોય છે. અર્ચનાનું આ આલીશાન અને લગ્ઝરી ઘર મોટા-મોટા સુપરસ્ટાર્સને પણ માત આપે છે.

અર્ચના આ ઘરમાં પૂરા પરિવાર સાથે રહે છે. કોરોના મહામારી અને લોકડાઉનના સમયગાળા દરમિયાન અર્ચના બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીથી ઘણી દૂર હતી અને તે આખો સમય તેના પરિવાર સાથે વિતાવતી હતી. તે તેના ઘરની તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

અર્ચના પૂરણ સિંહના ઘરની દિવાલો પર સફેદ રંગની થીમ મુકવામાં આવી છે. ઘરના પડધા પણ પેઇન્ટ સાથે સારી રીતે મેચ થાય છે કારણ કે તેનો રંગ હળવો છે. અર્ચનાએ તેના ઘરની બહાર મોટો બગીચો બનાવ્યો છે. તેમણે આ બગીચામાં ઘણા વૃક્ષો અને છોડ વાવ્યા છે.

તમને જણાવી દઇએ કે, વર્ષ 1992માં પરમીત સેઠી સાથે લગ્ન કર્યા હતા. અર્ચના અને પરમીત બંનેના આ બીજા લગ્ન હતા. તેઓ પહેલા તેમના પાર્ટનર સાથે તલાક લઇ ચૂક્યા છે. તેમના બે દીકરા છે આર્યમાન અને આયુષ્માન સેઠી.

 

View this post on Instagram

 

A post shared by Aaryamann Sethi (@aaryamannsethi)

તમને જણાવી દઇએ કે, અર્ચના ઘણા ટીવી ધારાવાહિકમાં કામ કરી ચૂક્યા છે. વર્ષ 1993માં તેમણે શો “વાહ ઓર કયા સીન હે”માં કામ કર્યુ હતુ. તે બાદ તેઓ “જાને ભી દો પારો” “શ્રીમાન-શ્રીમતી” “જૂનુન” અને “અર્ચના ટોકીજ” જેવા શોમાં કામ કરી ચૂક્યા છે.

અર્ચના પૂરણ સિંહ આ દિવસોમાં “ધ કપિલ શર્મા શો”ને જજ કરી રહી છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર અર્ચનાને એપિસોડના 10 લાખ રૂપિયા મળી રહ્યા છે. જો કે, તેમના પહેલા આ શોના જજ નવજોત સિંહ સિદ્ધુ હતા. જેઓ અર્ચાનાથી વધુ ફીસ ચાર્જ કરતા હતા.

મીડિયા રીપોર્ટ્સ અનસાર, અર્ચના પૂરણ સિંહ પાસે લગભગ 29 મિલિયન ડોલર એટલે કે 222.343 કરોડ સંપત્તિ છે. તે એક શાનદાર અને આલીશાન બંગલાની માલિક છે.