National

ખુશખબરી: વિરાટ અનુષ્કા શર્માની ઘરે આવ્યા લક્ષ્મી માતા, જુઓ તસવીરો

બધાઇ હો! / વિરુષ્કા આખરે બની જ ગયા માબાપ- જુઓ તસવીરો

બોલિવૂડની ટોપ અભિનેત્રી એટલે કે અનુષ્કા શર્માએ આજે11 જાન્યુઆરીના રોજ બપોરે પરીને જન્મ આપ્યો છે. ક્રિકેટર વિરાટે એ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને ચાહકોને આ ગુડ ન્યૂઝ આપ્યા હતા.

અભિનેત્રીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. બંને આજે સવારે જ હોસ્પિટલ આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે આજે ક્રિકેટર રાહુલ દ્રવિડનો પણ જન્મદિવસ છે. એટલે કે હવેથી વિરાટ કોહલીની દીકરી તથા રાહુલ દ્રવિડનો જન્મદિવસ એક જ દિવસ આવશે.

તમને જણાવી દઈએ કે અનુષ્કાએ પ્રેગ્નન્સીના છેલ્લાં દિવસો સુધી એક્સરસાઇઝ કરી હતી. છેલ્લે તો એવી તસવીરો વાયરલ થઇ જેમાં અનુષ્કા ટ્રેડમિલ પર ચાલતી હોય તેવો વીડિયો હાલમાં જ શૅર કર્યો હતો. આ પહેલાં તેણે વિરાટ કોહલીની મદદથી શીર્ષાસન કર્યું હોય તેવી પોસ્ટ શૅર કરી હતી.

બોલિવૂડની મોટી હિરોઈન પ્રોડ્યુસર અને બિઝનેસમ વુમન અનુષ્કા શર્મા 32 વર્ષની થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે 15 વર્ષની ઉંમરમાં તેણે મોડેલિંગથી કેરિયરની શરૂઆત કરી હતી અને 19 વર્ષની ઉંમરમાં બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. મહાન ક્રિકેટર વિરાટ સાથે તેની ફેરીટેલ લવ સ્ટોરી અને લવ મેરેજ વિશે તો બધાને ખબર જ છે.  

પણ આ વાત બહુ ઓછા લોકોને ખબર છે કે વિરાટ પહેલા તેનું નામ અન્ય કોઈ સાથે જોડવામાં આવ્યું હતું. તમને ખબર નહિ હોય પણ અભિનેત્રી અનુષ્કા શર્માનો ભાઈ સ્ટેટ-લેવલનો ક્રિકેટર રહી ચૂક્યો છે. એટલા માટે જ આ અભિનેત્રીનો લગાવ આ ગેમ પ્રત્યે ઘણો છે. વર્ષ 2012માં અમુક મીડિયા રિપોર્ટમાં દાવો થયેલો હતો કે અનુષ્કા શર્મા ક્રિકેટર સુરેશ રૈનાને ડેટ કરી રહી છે.

બંને વચ્ચે પહેલી મુલાકાત બ્રિટનના લંડનમાં થઈ હતી. લંડનમાં સુરેશ રૈના ક્રિકેટ સિરીઝ રમવા ગયો હતો, જ્યારે અનુષ્કા પોતાની ફિલ્મનું શૂટિંગ માટે આવી હતી. જોકે બંનેમાંથી કોઈએ પોતાના અફેરના સમાચારને ન તો પુષ્ટી આપી છે કે ન તો ખંડન કર્યું છે.

અત્યારે ભલે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાનુ સુખી દામ્પત્ય જીવન જીવતા હોય પણ આપને જણાવી દઈએ કે, અનુષ્કા સાથે લગ્ન કરતા પહેલા ક્રિકેટર કોહલી બ્રાઝિલની મોડેલ અને એક્ટ્રેસ ઈઝાબેલ લેટ સાથે અફેર ચાલતું હતો. આપને જણાવી દઈએ કે ઈઝાબેલ બોલીવૂડની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જો તેની સુંદરતાની વાત કરીએ તો તે અનુષ્કાને પણ ટક્કર આપે તેમ છે.

અનુષ્કાએ જાણીતા વોગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ બોલ્ડ ફોટોશૂટમાં અનુષ્કાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. આટલું જ નહીં અનુષ્કાએ પ્રેગ્નન્સી જર્ની અંગે પણ વાત કરી હતી. અનુષ્કા શર્માએ વોગ સાથેની વાતચીતમાં કહ્યું હતું,

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વધુમાં ટિમ ઇન્ડિયાના ભાભીએ જણાવ્યું હતું કે ગર્ભવતીના સ્ટાર્ટિંગ ડેયમાં તે ‘બુલબુલ’નું પ્રમોશન કરતી હતી. એકવાર ઝૂમ કૉલ પર તે પ્રમોશન કરતી હતી ત્યારે અચાનક જ તેની હાલત ખરાબ થઈ અને તેને ઉલ્ટી જેવું થવા લાગ્યું હતું. તેણે તરત જ વીડિયો ઑફ કરીને તેના ભાઈ કર્ણેશ શર્માને મેસેજ કર્યો હતો. જો તે સેટ પર કે સ્ટૂડિયોમાં હોત તો દરેકને આ વાતની ખબર પડી ગઈ હોત.

ટિમ ઇન્ડિયાના ભાભીએ વધુમાં જણાવેલું કે શરૂઆતના ત્રણ મહિના તે માત્ર ટોસ્ટ તથા ક્રેકર્સ ખાતી હતી. પછી નવમા મહિનામાં તે વડાપાઉં તથા ભેળપૂરી ખાય છે. તમને જણાવી દઈએ કે છે કે અનુષ્કા શર્મા જાન્યુઆરીમાં આજે ૧૧ તારીખે સંતાનને જન્મ આપ્યો છે. ડિલિવરી બાદ અનુષ્કા મે મહિનામાં કામ પર પરત ફરશે.